આઝાદીનાં એકોતેર વર્ષ પછી ભારતની પ્રજાને દૂષણરૂપ કાયદા ચાલ્યા જ કર્યા. કોંગ્રેસે ખુરશી અને નાણાં ભેગાં કરવા સિવાય પ્રજાની સુખાકારી માટે કાંઇ જ ન કર્યું. જયારે ભાજપે 2014 માં સત્તા સંભાળી તો ત્રણ ચાર વર્ષમાં પ્રજાની સુખાકારી માટે ઘણાં સારાં કાર્યો કર્યાં. આમાં સાંસદમાં ખોટા વિરોધને કારણે અને અન્ય કારણોસર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર અજમાવી ભારતની પ્રજાને હાનિકારક એવા ત્રણ મુદ્દા નાબૂદ કર્યા. એમાં તીન તલાકનો કાયદો પણ છે. મુસલમાનોમાં 2018 સુધી ફકત ત્રણ વાર તલાક, તલાક બોલી એના હાજીઓ પતિ-પત્નીને છૂટાછેડા આપી દેતા હતા. એમાં ઘણી મુસ્લિમ નારીઓને અન્યાય થતો હતો.
પરંતુ દુ:ખની વાત એ છે કે આજે પાંચ વર્ષમાં મુસલમાન નારીઓને અન્યાય થતા રહે છે. અત્યારે પણ 157725 મુસ્લિમ મહિલાઓ હાજીઓ દ્વારા તીન તલાકનો શિકાર બની છે. તીન તલાકના વિરોધમાં દેશની મોટા ભાગની મુસલમાન પ્રજા તો રહેવાની જ છે અને સરકાર વધુ ધ્યાન ન આપે તો વધ્યા જ કરવાની છે. કાયદો હાસ્યાસ્પદ બની જવાનો સંભવ છે. આમાં સરકારની નબળાઇનો મોટો ભાગ છે. કહેવાય ત્યારે આમાં સરકાર (કરી શકે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જડજ ચૌહાણે કહ્યું કે મુસલમાનોમાં જાગૃતિ લાવવી જોઇએ.
કાયદાનો અમલ કરાવવાની જવાબદારી પોલીસની છે. પરંતુ પોલીસોમાં પણ ઘણાં મુસલમાનો છે અને બીજા પોલીસો કયાં કયાં પહોંચી શકે? એ મોટો સવાલ છે. એટલે સરકારે કાયદા ઘડયા પછી તેના અમલ માટે પોતાના પક્ષના કાર્યકરોને કાયદાના ફાયદા સમજાવવા કામે લગાડવા જોઇએ તો મોટે ભાગે કાયદાનો ખરા સ્વરૂપમાં અમલ થઇ શકે. માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના વડાને પક્ષના કાર્યકરોને આ તીન તલાકની યથાર્થતા સમજાવવા સૂચન કરવું જોઇએ અને ભાજપ પક્ષના પ્રમુખે કાર્યકરોને કામે લગાવવા જોઇએ. આશા છે સૂચન ફળીભૂત થશે.
સુરત – ડો. કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.