Entertainment

ક્રિતીની કિર્તિ ઓછી કેમ?

ક્રિતી સેનોન કયારની ઇચ્છી રહીછે કે તેનું નામ ધમાકો બની જાય પણ એવું થતું નથી એટલે જરા હતાશ છે. એ જોકે હતાશા પ્રગટ થવા દે તેવી નથી. ફિલ્મજગતમાં એવી હતાશા પ્રગટ થાય તો નુકશાન થાય પણ છેલ્લે તેની કઇ ફિલ્મ સફળ ગઇ એ વિચારો તો મગજ ચકરાવે ચડી જશે. જયારે ‘હીરોપંતી’ આવી ત્યારે તેણે ખૂબ આશા જગાવેલી એજ કારણે શાહરૂખ, કાજોલવાળી ‘દિલવાલે’ ફિલ્મમાં તેને ય સ્થાન મળેલી. તેની સાથે વરુણ ધવન હતો. હવે એજ વરુણ સાથે ‘ભેડીયા’ આવી રહી છે. આમ જુઓ તો ક્રિતીની પહેલી હિન્દી ફિલ્મનો હીરો ટાઇગર શ્રોફ હતો અને આવતા મહિને રજૂ થનારી ‘ગનપથ’નો હીરો પણ ટાઇગર શ્રોફ જ છે.

આમ કેમ? તેને રણબીર કપૂર, રણવીર સીંઘ પસંદ નથી કરતા? કાર્તિક આર્યન સાથે તે ‘લુકાછૂપી’ માં આવી હતી અને ફરી ‘શહજાદા’માં આવી રહી છે. હા, ‘આદિપુરુષ’માં પ્રભાસ છે. અક્ષયકુમાર સાથે ‘બચ્ચન પાંડે’માં આવી પણ સફળ ન રહી. ‘હમ દો હમારે દો’માં તે રાજકુમાર રાવ પછી ફરીવાર આવી હતી. ‘બરેલીકી બર્ફી’માં પણ તે રાજકુમાર રાવ અને આયુષ્યમાન ખુરાના સાથે હતી. એટલે કે તે અમુક હીરોમાં બંધાઇ ગઇ છે. ક્રિતી સેનોન નબળી એકટ્રેસ છે એવું તો નહીં કહીએ પણ તે તેની સ્ટારઇમેજ ઊભી કરી શકી નથી.

એવી ઇમેજના ઉંબરે ઊભી છે પણ ગૃહપ્રવેશ નથી થયો. તેની પાછલી ઘણી ફિલ્મો સારી નથી ચાલી તો પણ તેને ફિલ્મો મળતી રહે છે એ પોઝીટીવ બાબત છે. ‘ધ ક્રુ’ નામની ફિલ્મમાં તો તે કરીના કપૂર, તબુ સાથે આવી રહી છે. ક્રિતીએ હવે પોતાને સ્ટાર સાબિત કરવાનો સમય છે. ‘ભેડીયા’ ને ‘ગનપત’ ફિલ્મ એ કારણે જ તેના માટે મહત્વની બની જાય છે.
બાકી તે દક્ષિણની ફિલ્મોમાં બહુ રસ નથી લેતી અને વેબ સિરીઝ પણ આજ સુધી સ્વીકારી નથી. તે પોતાના લક્ષય બાબતે સ્પષ્ટ છે પણ જોઇએ તેવા પરિણામ હજુ મેળવી શકી નથી. દિલ્હીની ક્રિતી ચાર્ટડ એકાઉન્ટન્ટની દિકરી છે એટલે હિસાબ તો સમજે જ છે પણ હવે બીજાઓના હિસાબમાં આવવાનો સમય છે. •

Most Popular

To Top