Charchapatra

શા માટે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે?

સને 1910 થી વિશ્વ પિતા દિવસ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજવાય છે, ઘણા માટે પિતા એ ગોડ ફાધર હોય છે, જ્યારે અમુક માટે ફાધર હૈ ડોહા પણ હોય છે અલબત્ત પિતા તેમના પરિવાર માટે સુખ અને શાંતિ સારું દરરોજ પરસેવાની મહેનતથી કામ કરે છે અને તેમને જે પણ મૂડી મળે તે પરિવારને ખુશી માટે વાપરે છે આમ સાદા શબ્દોમાં કહેવામાં આવે તો એ પિતા એ આપણા પરિવારનું એક મહત્વપૂર્ણ આધાર ગણી શકાય છે જે કોઈ પણ પ્રકારની સમસ્યા સામે લડવા તૈયાર રહે છે. પિતા વિશે ગોડ ફાધર અને / અથવા ડોશા જેટલું પણ કહેવામાં આવે તેટલું ઓછું છે જ્યારે પિતા પરિવારના મહત્વપૂર્ણ સભ્યોમાં દરેક સભ્યો ગણવામાં આવે છે. પિતા એ પોતાના સુખનો ભોગ આપીને પોતાના બાળકો તેમજ તેમના પરિવારની સુખની કાળજી લે છે. પિતાએ પોતાના બાળકોને પ્રેમ કરે છે અને તે જોવો તેવું ખોટું કામ કરે તો તેમને ઠપકો પણ આપ્યો છે તે બાળકોને તેમના સારા ભવિષ્ય અને ખુશી માટે સખત મહેનત કરવામાં ક્યારેય અચકાતા નથી તેથી પિતાના સન્માન માટે દર વર્ષે ઇન્ટરનેશનલ ફાધર્સ ડે ઉજવવામાં આવે છે.
સુરત     – સુનીલ રા.બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top