Entertainment

યામી હજુ ય કેમ ન જામી?

ફિલ્મોમાં ટોપ પર જનારામાં ટેલેન્ટ તો હોય છે પણ તે ઉપરાંત ટોપ પર જવા માટેનું ઝનૂન પણ હોય છે. આ માટે તેઓ થોડું ખરુ-ખોટુ પણ કરી લે છે. પ્રેક્ષકો અને ફિલ્મ નિર્માતાઓની નજરે ચડવા થોડા એકસ્ટ્રા એફર્ટ તો કરવા જ પડે. ફકત ટેલેન્ટથી નથી ચાલતું. અમુક યોજનાઓ પણ બનાવવી પડે. આ યામી ગૌતમ એવું બહુ સમજતી લાગતી નથી. તેના ચહેરામાં એક પ્રકારનું ખુલ્લાપણું અને હાસ્યમાં સાદગી છે. ફિલ્મો અને ફિલ્મમાં જોડી પસંદ કરવા બાબતે પણ તે માર ખાય છે. એના કરતા તો ભૂમિ પેડનેકર સારી. યામી ગૌતમ ટી.વી. સિરીયલોમાં કામ કરીને આવી છે એટલે પોતાના વિશે વધારે મોટા લક્ષ ન રાખતી હશે? તેને નાની ફિલ્મોથી શરૂઆત કરેલી પણ ફિલ્મો સફળ ગિ અને યામી પર સહુની નજર ગઇ.

‘વિકી ડોનર’, ‘બદલાપુર’, ‘કાબિલ’, ‘સરકાર-3’, ‘યુરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’, ‘બાલા’, ‘એ થર્સ ડે’ વગેરે ફિલ્મો સફળ છે. તેમાં વરુણ ધવન, ઋતિક રોશન, આયુષ્યમાન ખુરાના, વિકી કૌશલ, અમિતાભ, મનોજ વાજપેયી છે પણ આ ફિલ્મોની સફળતાને તેણે વટાવવી જોઇએ એટલી ન વટાવી. આ ફિલ્મોમાં તેણે બહુ મોટી ભૂમિકાઓના પણ આગ્રહ નહોતા રાખ્યા. નિર્માતા-દિગ્દર્શકો તેને એ રીતે જ ટ્રીટ કરવા માંડયા. તે જરૂરિયાત તરીકે જોવામાં આવે છે પણ યામી ડિમાંડીંગ નથી બની. હમણાં ‘લોસ્ટ’ ફિલ્મ તેને જ કેન્દ્રમાં રાખતી હતી.

તેની ‘ચોર નિકલ કે ભાગા’ રજૂ થઈ રહી છે તેમાંય સની કૌશલ કે શરદ કેળકર નહીં જામીના નામે જ લોકો ફિલ્મ જોશે. આ એક ઇન્ટ્રેસ્ટિંગ ક્રાઇમ થ્રીલર છે અને વિમાનમાન ઘટનાક્રમ સર્જાય છે. યામીની ‘ધૂમ ધામ’ પણ તૈયાર ચુકી છે જેની પટકથા અને સંવાદ તેના પતિ આદિત્ય ઘરે જ લખ્યા છે. તેમાં પણ યામીની સાથે કોઇ શાહરૂખ કે સલમાન નથી બલ્કે પ્રતિક ગાંધી છે,એટલે ફિલ્મનો આધાર યામી જ બનશે. ‘ઓએનજી-2’ પણ તૈયાર છે અને તેનો હીરો અક્ષયકુમાર છે. હમણાં તેની ફિલ્મો નિષ્ફળ જઇ રહી છે એટલે રજૂઆતમાં પાછળ ધકેલી દેવામાં આવી છે. તેની અન્ય એક ફિલ્મ ‘અભી જ રોનક’ છે જેમાં તે મુઝામીલ ઇબ્રાહીમ સાથે છે.

યામીએ હવે પોતાના હીરોની પસંદગીમાં અમુક આગ્રહો રાખવા જોઇએ. રણબીર, રણવીરની હીરોઇન તે કેમ ન હોય શકે? યામી શરમાળ પ્રકૃતિની છે. જે સફળતાની તે હકદાર છે તેના માટે તે ઝનૂની નથી. એ તો સારું છે કે હવે તે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ફિલ્મોમાં કામ નથી કરતી. બેઝીકલી તેનામાં ટેલેન્ટ નહીં કોન્ફિડન્સનો થોડો અભાવ છે. હવે તો તેના લગ્નને પણ બે વર્ષ થવાના. સમય છે કે વધુ સારી રીતે પોતાના સ્થાન માટે તે દાવેદારી કરે. એવું કહી શકાય કે તે પણ શ્રધ્ધા કપૂર, મૃણાલ ઠાકુર જેવી છે. તેણે પોતાના એટિટયૂડ બદલવા જોઇએ અને કારકિર્દીનું પુન: આયોજન કરવું જોઇએ. હવે તો તેને સલાહ આપવા માટે પતિ આદિત્ય ધર પણ છે. •

Most Popular

To Top