Sports

ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના ડ્રેસ પર પ્રિન્ટ થયેલા લોગોના લીધ હોબાળો કેમ મચ્યો છે?

નવી દિલ્હીઃ ઓલિમ્પિક 2024 શરૂ થતાં જ ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. મહિલા શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતીને શૂટિંગમાં ભારતના 12 વર્ષના દુષ્કાળનો અંત કર્યો છે. પરંતુ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ખેલાડીઓના ડ્રેસને લઈને વિવાદ ઊભો થયો છે. ભારતીય ખેલાડીઓએ સમારોહમાં જે ડ્રેસ પહેર્યો હતો તેને લઈને વિવાદ થયો છે.

આ ડ્રેસ ડિઝાઇન કરનાર ડિઝાઇનર તરુણ તાહિલિયાની પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. યુઝર્સ પણ આ કપડાને સસ્તા અને ખોટા ગણાવીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શું છે વિવાદ?
ઓલિમ્પિક સમારોહની સાંજે જ્યારે ભારતીય ખેલાડીઓની તસવીરો વિશ્વ સમક્ષ જાહેર કરવામાં આવી ત્યારે વિવાદ શરૂ થયો હતો. ત્યારથી એથ્લેટ્સના ડ્રેસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. મોટાભાગના યૂઝર્સને એથ્લેટ્સના ડ્રેસ પસંદ ન આવ્યા. કેટલાક લોકોએ કહ્યું કે આટલી મોટી ઈવેન્ટમાં ભારતીય કપડાને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરવાની તક જતી રહી. આ ઉપરાંત કેટલાક યુઝર્સે ફરિયાદ કરી કે શા માટે ડિઝાઇનરે આ ડ્રેસમાં તેના લોગોનો ઉપયોગ કર્યો છે.

સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?
એક યુઝરે લખ્યું તરુણ તાહિલિયાનીએ આ ડ્રેસ ડિઝાઇન કર્યો છે. તેણે ડ્રેસની કિનારીઓ પર તસ્વા લોગો પણ લગાવ્યો છે. આ પ્રતિક્રિયા આપતી વખતે એક યુઝરે કહ્યું ભારતની સંસ્કૃતિ સૌથી વધુ વૈવિધ્યસભર અને અદ્ભુત છે, જ્યાં દરેક ક્ષેત્રનો પરંપરાગત પહેરવેશ પોતાની આગવી ઓળખ બનાવે છે. તેમ છતાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો આ પ્રયાસ તદ્દન અભદ્ર છે. જેણે પણ આ ડિઝાઇન કર્યું છે તેની ફેશન સેન્સ ખરાબ છે.

તરુણ તિહિલયાનીએ શું કહ્યું?
ડિઝાઈનર તરુણ તાહિલિયાનીએ આ વિવાદો પર પોતાનો ખુલાસો આપ્યો હતો. તેણે કહ્યું કે તેનો હેતુ એથ્લેટ્સ માટે આરામદાયક કપડાં બનાવવાનો છે અને સૌંદર્ય શાસ્ત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નથી. અમને એથ્લેટ્સ તરફથી ડ્રેસ અંગે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તેઓ તેનાથી ગર્વ અને સંતોષ અનુભવી રહ્યા છે.

દેશનું સાચું પ્રતિનિધિત્વ તિરંગાથી થાય છે
સોશિયલ મીડિયા પર લોકોની ટીકાનો જવાબ આપતા તેમણે કહ્યું કે અમે તેને સકારાત્મક રીતે લઈ રહ્યા છીએ. ભારત જેવા મોટા દેશમાં લોકોના મંતવ્યો અલગ-અલગ હોઈ શકે છે. કોઈને આપણો પહેરવેશ ન ગમતો હોય અને આપણે તેને ખુલ્લા દિલે સ્વીકારીએ છીએ અને આવકારીએ છીએ. અમે માનીએ છીએ કે દેશનું સાચું પ્રતિનિધિત્વ તિરંગા દ્વારા થાય છે. જ્યારે અમારા ખેલાડીઓએ તિરંગાની ડિઝાઈન પહેરીને સીન નદી પાર કરી ત્યારે તે તમામ ભારતીયો માટે ગર્વની ક્ષણ હતી.

Most Popular

To Top