વડોદરા : વડોદરા મહાનગર પાલિકા તંત્ર વડોદરાને સ્માર્ટ બનાવવામાં વ્યસ્ત છે તેવી મોટી મોટી બંગો પોકારે છે. કોઈના સુચનાથી શહેરના અમુક વિસ્તારમાં જ દબાણો દુર કરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે. જ્યાં વર્ષોથી સમસ્યા ટ્રાફિકની છે જે માસ મોટી દુકાનો વાળાઓએ પાલિકાની જગ્યા પર દબાણો કર્યા છે તે દબાણો દુર કરવા માટે પાલિકા તંત્ર સાવ નિષ્ફળ નીવડી રહી છે. જ્યાં ટ્રાફિકની સમસ્યા નથી તે વિસ્તારનાં દબાણો દુર કરીને વાહવાહી લુટે છે, જ્યારે વડોદરા શહેરના ભરચક ગણાતો વિસ્તાર સલાટવાડાથી જ્યુબેલીબાગ અને ત્યાંથી અદાનીયા પુલ સુધી કાર એસેસરીજની દુકાનો આવેલી છે અને તે લોકોએ પાલિકાની જગ્યા પર મસમોટા દબાણો કર્યા છે.
પરંતુ મસમોટા પગાર લેનાર દબાણ શાખાના અધિકારી આ દબાણ દુર કરવા માટે કેમ તેમના હાથ ધ્રુજે છે. આ દબાણો દુર કરવા પાલિકા તંત્ર પીછે હઠ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સલાટવાડાથી મચ્ચીપીઠ સુધી નોનવેજની લારીઓ આવેલી છે આજ સુધી પાલિકા તંત્ર દ્વારા તેમને ટોકવામાં આવ્યા નથી આ વિસ્તારમાં સાંજના સમયે એટલો ટ્રાફિક થઇ જાય છે કે કલાકો સુધી ટ્રાફિકમાં ઉભું રહેવું પડે છે. નોનવેજ ની લારીઓ પર નોનવેજ લેવા આવનાર તેમને મનફાવે તેમ અણધડ પોતાનું વાહન પાર્ક કરે છે પરિણામે ત્યાં ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય છે.
જયારે આપને બીજી બાજુની વાત કરી એ તો મચ્છીપીઠથી જ્યુબેલીબાગ સુધી ટુ વ્હીલર અને ચોર વ્હીલર એસેસરીજની મસ મોટી દુકાનો આવેલી છે આ દુકાનો વાળાઓએ પણ એટલા મસ મોટા દબાણ કરે છે તેને પરિણામે અહીથીતો દિવસે નીકળવા માટે પણ ટ્રાફિકની સમસ્યા નડે છે. આ રસ્તા પર તો ટ્રાફિક એસીપીની ઓફીસ, કારેલીબાગ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશન આવેલું છે છતાં પણ કારએસેસરીજ વાળાઓ પાલિકાની જગ્યા પર મસમોટું દબાણ કરે છે અને ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. જેને પરિણામે વાહનચાલકો વચ્ચે અકસ્માત થતા અકસ્માત મારામારીમાં બનાવ પામે છે. જો આ વિસ્તારમાં બે બે પોલીસ સ્ટેશન અને ટ્રાફિક એસીપીની ઓફીસ હોવા છતાં પણ કાર એસેસરીજ વાળા દબાણ કરતા હોય છે તો આ દબાણો પાલિકા તંત્ર દ્વારા કેમ દુર કરવામાં આવતું નહી.
ઓફીસ જવા એક કલાક પહેલા અને છુટ્યા બાદ એક કલાક બાદ ઘરે જઈએ છે
આ શહેરનો એકદમ ભરચક વિસ્તાર છે. જેમાં આપને વાત કરીએ તો જયારે સલાટવાડા થી આપને એન્ટર થઇએ તો છેક અદાનીયા પુલ સુધી આ ટ્રાફિક નડે છે. ઓફિસનો ટાઇમ અમારો દશ વાગ્યાનો છે પણ અમારે ઘરમાંથી નવ વાગ્યે નીકળી જવું પડે છે. કારણ કે ટ્રાફિક એટલો બધો હોય છે કે જેની કોઈ વાત જ ન કરી શકાય. જે કાર એસેસરીજ વાળા છે તે જાણે તેમનો પોતાનો રોડ હોય તેમ નવી નક્કોર ફોર વ્હીલર ગાડી રોડ પર પાર્ક કરીને કામગીરી કરે છે. જેને પરિણામે અમને ઓફીસ જવા માટે પણ મોડું થાય છે. અને રાતની તો વાત જ ના કરો એટલો બધો ટ્રાફિક અમને મ્ચીપીઠ વિસ્તારમાં નડે છે. પણ અહિયાનું દબાણ દુર કરવા કે પાલિકા અટકે છે એ ખબર નથી. – મેહુલ ભાઈ, વાહનચાલક સ્થાનિક
પોતાની પ્રીમાઈસીસમાં જ વાહનો રાખે રાહદારીઓને અડચણરૂપ નહી
વડોદરા શહેરના હિત માટે ટ્રાફિકને અડચણ રૂપ ન થવાય તેરીતે પોતાના વાહનો ઉભા રાખે અને પાલિકા તંત્ર અને વાહનચાલકોને સહકાર આપે જેથી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે અને આવીસ્તારના પણ દબાણો દુર કરવામાં આવશે.
– ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન