Charchapatra

કોઈપણ વ્યક્તિને અન્ય વ્યક્તિ પ્રત્યે એકાએક કેમ ધૃણા ઉપજે છે?

દરેક વ્યક્તિ સારા અને નરસા બન્ને ગુણો ધરાવતો હોઈ છે. દરેક ક્ષેત્ર તે પછી ધાર્મિક, આર્થિક, સામાજિક, રાજકીય, વહીવટ વગેરે પ્રવૃત્તિમાં વ્યક્તિઓ એટલા ગળાડૂબ હોઈ છે કે જેમ સૂર્ય મધ્યાહને તપતો હોય ત્યારે કેવો દઝાડતો હોય છે તેમ ઉકત દરેક ક્ષેત્રે જ્યારે વ્યક્તિઓ સત્તા પર હોઈ ત્યારે લોકોને કેવા દઝાડતા જોવા મળે છે . જો કે અપવાદ હોઈ શકે છે. જ્યારે માણસ સત્તા વિહોણા બની જાય ત્યારે જે તે ક્ષેત્રમા સત્તા પર રહીને વિકાસ કર્યો હોઈ તેને ભૂલી જઈ કોઈ કારણસર પક્ષે કદર કરી નથી એવું કારણ જણાવી સત્તા ધારી પક્ષમાં જોડાઈ જાય છે આ મુજબના ઉદાહરણો રાજકીય ક્ષેત્રે જોવા મળે છે તો પ્રશ્ન થાય કે કદર માટે આવા ક્ષેત્રો પસંદ કરવામાં આવે છે કે પછી લોકોની સેવા કરવા..?
સુરત     – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ચોમાસામાં સ્માર્ટસીટી જળબંબાકાર, ચોમાસાનું પ્લાનિંગ ફલોપ
ચોમાસામાં વધુ વરસાદ આવે ત્યારે કોઇ એવું શહેર બાકી નથી રહેતુ કે જયાં વરસાદી પાણી ભરાયાની સમસ્યા ન હોય. આવા ભરાયેલાં પાણીના કારણે સ્માર્ટ સીટીની દશા ગામડા જેવી થતી જાય છે.  સ્માર્ટ સીટીનો બહુ મોટા ઉપાડે પ્રચાર થાય છે, પરંતુ ત્રણ કે ચાર ઇંચ વરસાદમાં તેની વહીવટી પોલ ખૂલી જાય છે. વરસાદી પાણી વેડફાઈ જાય તે ચિંતાનો વિષય છે, પરંતુ પાણીનો નિકાલ કરવાની પણ કોઇ વ્યવસ્થા થતી જોવા નથી મળતી.

શહેરોમાં અને ટાઉન લેવલે કેટલાંક ચોક્કસ વિસ્તારોમાં પાણી ભરાતાં  આવ્યા છે. પરંતુ સત્તાવાળાઓ તે તરફ આંખ આડાકાન કરે છે. થોડો વધુ વરસાદ આવે તો પણ કેટલાંક વિસ્તારો જળબંબાકાર થઇ જાય છે. અને રોડ બેસી જાય છે. માનવ સર્જિત ભૂલો ના કારણે શહેરોમાં પાણી ભરાય છે અને સમૃદ્ધ માનવજીવન ઘડીના છઠ્ઠા ભાગમાં લાચાર બની જાય છે. સત્તાવાળાઓ જયારે સ્માર્ટ સીટીના પ્રોજેકટ બનાવે ત્યારે પાણીના નિકાલને પ્રથમ અગ્રતા આપવાની જરૂર છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top