રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં આવેલા પોઇચા (Poicha) નીલકંઠ (Nilkanth) સ્વામીનારાયણ (Swaminarayan) ધામ મંદિર (Temple) કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલું છે. ત્યાં તમામ ધર્મના લોકો ભેદભાવ વગર ફરવા તથા દર્શન કરવા આવે છે. આ મંદિરની અચાનક એક ઓડિયો ક્લીપ (Audio clip) વાયરલ (Viral) થતાં ખળભળાટ મચી ગયો છે.
- મુસ્લિમો માટે સ્વિમિંગ પુલમાં પ્રવેશ પર પ્રતિબંધનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ
- ‘લવજેહાદનો કિસ્સો થાય, અમે પરિવાર સાથે આવીએ તો કેટલું વ્યાજબી?’: પ્રદીપ વાસિયાએ સેવકને ફોન કર્યો
- સેવકે કહ્યું: ‘ધામ તમામ ધર્મ માટે ખુલ્લું છે, તો પ્રદીપ વાસિયાએ કહ્યું: ‘વિશ્વ હિન્દુ પરિષદના સંજય પટેલનો ફોન આવશે. તમે વાત કરી લેજો’
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદાના પોઇચાના નીલકંઠ સ્વામીનારાયણ ધામ 100 એકરમાં બનાવાયું છે. ત્યાં આવેલા સ્વિમિંગ પુલમાં નાહવા માટે મુસ્લિમોને પ્રતિબંધ લગાવવા માટે પ્રદીપ વાસિયાની પોઇચા મંદિર કચેરી પર સેવક સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં પ્રદીપ વાસિયાએ જણાવ્યું કે, ‘મુસ્લિમોને અલાવ છે કેમ. આવવા દો. મુસ્લિમોની કોઈ જગ્યા આપણા માટે એલાવ છે. મુસલમાનની કોઈ સંસ્થામાં આપણા માટે એલાવ છે. લવજેહાદનો કિસ્સો થાય. અમે પરિવાર સાથે આવીએ તો કેટલું વ્યાજબી? મુસલમાનોને કયા કારણથી એન્ટ્રી આપો છો? કોઈ તમારા મોટા મહંત કે સ્વામીજીનો નંબર આપો’. ત્યારે સેવકે તેમને જણાવ્યું કે, ‘તમારે આવવું હોય તો આવો. આ ધામ તમામ ધર્મ માટે ખુલ્લું છે. એન્ટ્રી તો તમામ ધર્મના લોકો માટે હોય’. ત્યારે પ્રદીપ વાસિયાએ ગુસ્સે થઇ સેવકને કહ્યું કે, ‘વિશ્વ હિન્દુ પરિષદના સંજય પટેલનો ફોન આવશે. તમે વાત કરી લેજો’.
પોઇચા મંદિરના ગૌરાંગ ભગત અને અરુણ મોદીની વાતચીતની ક્લીપ પણ વાયરલ
પોઇચા મંદિરના ગૌરાંગ ભગત અને અરુણ મોદી કર્ણાવતી-અમદાવાદ વચ્ચે વાતચીતની પણ ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે, તેમાં લવજેહાદના કિસ્સા ના બને એ માટે સ્વિમિંગ પુલ બંધ કરાવી દીધું છે. આના માટે બંધારણી શું પગલાં લેવાય. લોજિકલી પગલાં લેવાય. સુંદર મંદિરમાં આવાં તત્ત્વો આવી જાય તો શું એના માટે હવે આપણે જાગવું પડશે? અમે તાત્કાલિક પગલાં લેશું.