Business

એ પ્રાણીઓ ભારત તરફ કેમ આવે છે?

સ્થળાંતર કરતા પ્રાણીઓની પ્રજાતિઓ કેવી પ્રજાતિઓ છે? સ્થળાંતર કરતા પ્રાણીઓની પ્રજાતિઓ એવી પ્રજાતિઓ છે કે જે અમુક નિશ્ચિત વર્ષના જુદા જુદા સમય દરમ્યાન પોતાની એક વસાહતમાંથી બીજી વસાહતમાં સ્થળાંતર કરે છે. તેમના આવાં સ્થળાંતર માટે કોઇ સુવિધાઓ હોવી જરૂરી છે? તેમનાં આવાં સ્થળાંતર માટે પક્ષીઓ માટે માળાઓની અને સસ્તન પ્રાણીઓ માટે વસાહતોની સુવિધાઓ જરૂરી છે. ભારત દેશ સ્થળાંતર કરતાં કયાં પ્રાણીઓનું આશ્રયસ્થાન બની રહ્યો છે? ભારત દેશ આમુર, બાજપક્ષી, કાળી ડોકવાળા બગલાઓ, દરિયાઇ કાચબાઓ જેવાં સ્થળાંતર કરતાં પ્રાણીઓનું આશ્રયસ્થાન બની રહ્યો છે. ભારત તરફ મુખ્યત્વે કયાં પ્રાણીઓ સ્થળાંતર કરતાં જોવા મળે છે? તે પ્રાણીઓ આમુર, બાજપક્ષી, કાળી ડોક ધરાવતા દરિયાઇ કાચબાઓ, ડુગોન્ગ અને ખાંધવાળી પીઠ ધરાવતી વ્હેલ માછલીઓ છે.

પ્રાણીઓનું ‘માઇગ્રેશન’ શું સૂચવે છે? ‘માઇગ્રેશન’ શબ્દ પ્રાણીઓનું જેતે ઋતુને અનુરૂપ એક વસાહતમાંથી બીજી વસાહતમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયાનું સૂચન કરે છે. ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ થી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૦ દરમ્યાન ભારતમાં કયું કન્વેન્શન  યોજવામાં આવ્યું? આ દિવસો દરમ્યાન ગુજરાતના ગાંધીનગરમાં ‘વન્ય પ્રજાતિઓની સ્થળાંતર કરતી પ્રજાતિઓની જાળવણી’ અંગેનું કન્વે્ન્શન યોજવામાં આવ્યું. પ્રાણીઓની કઇ પ્રજાતિઓને ઘનિષ્ટ સંરક્ષણ પૂરું પાડવાની જરૂર છે? પ્રાણીઓની પ્રજાતિઓ એશિયન હાથી, જેગુઆર, નાના કદનું ઇન્ડીઅન બુસ્ટર્ડ પક્ષી, બંગાળી ફલોરિકન, આલ્બેટ્રોઝ પક્ષી વગેરેને ઘનિષ્ટ સંરક્ષણ પૂરું પાડવાની જરૂર છે. ભારત સરકારે પક્ષીઓની, દરિયાઇ કાચબાઓની જાળવણી માટે કેવો સંકલ્પ કર્યો? ભારત સરકારે તેમની જાળવણી માટે ‘માઇક્રો પ્લાસ્ટિક’ અને ‘સીંગલ યુઝ’ પ્લાસ્ટિકથી થતાં પ્રદૂષણને ઓછું કરવાનો સંકલ્પ કર્યો. વન્ય પ્રાણીઓ કયા હેતુથી સ્થળાંતર કરે? તેઓ ઘાસચારાની શોધમાં આવું સ્થળાંતર કરે છે? લાંબા અંતરનું સ્થળાંતર કયાં પ્રાણીઓમાં જોવા મળે છે? લાંબા અંતરનું સ્થળાંતર પક્ષીઓમાં, માછલીઓમાં, એમ્ફીબીઅન પ્રાણીઓમાં જોવા મળે છે. તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!

વન્ય પ્રાણીઓની સ્થળાંતર કરતી પ્રજાતિઓ અંગેનું એક વૈશ્વિક સ્તરનું ‘કોન્ફરન્સ ઓફ પાર્ટી કન્વેન્શન’ ભારતમાં યોજવામાં આવ્યું હતું. જેતે સંબંધિત પક્ષકારોના આ કન્વેન્શનમાં ભારત વર્ષ ૧૯૯૩ થી એક હિસ્સેદાર દેશ રહ્યો છે. સંબંધિત દેશોની પાર્ટીઓના આ કન્વેન્શન (કોપ – COP – કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ) માં ભારત દેશ પણ આ અંગેના અગત્યના નિર્ણયો લેનાર એક મુખ્ય હિસ્સેદાર બની રહ્યો. આ સ્થળાંતર કરતાં પ્રાણીઓની પ્રજાતિઓ એવી પ્રજાતિઓ છે કે જેઓ અમુક નિશ્ચિત વર્ષના જુદા જુદા સમય દરમ્યાન પોતાની એક વસાહતમાંથી બીજી વસાહતમાં સ્થળાંતર કરે છે. આ સ્થળાંતર કરવા પાછળનું કારણ જીવન પર અસર કરતાં પરિબળો સૂર્યપ્રકાશ, તાપમાન, હવામાન વગેરે છે. સ્થળાંતર કરતાં અમુક સસ્તન પ્રાણીઓ તેમની એક વસાહતમાંથી બીજી વસાહતમાં હજારો કિ.મી. સુધી આ રીતે સ્થળાંતર કરતાં  હોય છે. તેઓ જયારે આવા સ્થળાંતરને આધીન હોય છે ત્યારે સ્થળાંતરના માર્ગમાં પક્ષીઓ માટે માળાઓની અને સસ્તન પ્રાણીઓ માટે વસાહતોની પ્રાપ્યતા ઉપલબ્ધ હોવી જરૂરી છે. આ માટે ‘CMS’ સાથેના જે ‘MOU’ (મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ) સમજૂતીના જે કરાર કરવામાં આવ્યા છે તેમાં ભારત પણ એક હિસ્સેદાર દેશ છે. સાઇબિરીઅન બગલાઓ અંગે વર્ષ ૧૯૯૮ માં, દરિયાઇ કાચબાઓ અંગે વર્ષ ૨૦૦૭ માં, ડુગોન્ગ અંગે વર્ષ ૨૦૦૮ માં અને રેપ્ટર અંગે વર્ષ ૨૦૧૬ માં જે કરારો પર સહીસિકકા કરવામાં આવ્યા હતા તેમાં  ભારત દેશ પણ એક પક્ષકાર રહ્યો હતો. આ ‘ડુગોન્ગ’ એ શરીરે મોટું કદ ધરાવતું હૂંફાળું લોહી ધરાવતું વનસ્પતિ આહારી પ્રાણી છે. તે હિંદી મહાસાગરમાં જોવા મળે છે.

ભારતીય ઉપખંડ એ મોટા કદનાં પક્ષીઓના મધ્યસ્થ ઉડ્ડયન નેટવર્કનો એક હિસ્સો બની રહ્યો છે

ભારત દેશ કંઇ કેટલાંયે સ્થળાંતર કરતાં પ્રાણીઓ અને પક્ષીઓનું વતન બની રહ્યો છે. આ બધાંમાં મહત્ત્વનાં પ્રાણીઓમાં આમુર, બાજપક્ષી, કાળી ડોક ધરાવતા બગલાઓ, દરિયાઇ કાચબાઓ, ડુગોન્ગ અને ખાંધવાળી પીઠ ધરાવતી વ્હેલ માછલીઓનો સમાવેશ થાય છે. ભારતીય ઉપખંડ એ મોટા કદના પક્ષીઓના આ ‘સેન્ટ્રલ ફલાઇટ નેટવર્ક’ (મધ્યસ્થ એશિયન ઉડ્ડયન નેટવર્ક) કે જે પોતાનામાં પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને હિંદી મહાસાગરના વિસ્તારને આવરી લે છે તેનો એક હિસ્સો બની રહ્યો છે. ‘આમુર’ એ ઇશાન એશિયાની એક નદી છે જે રશિયા અને ચીનને અલગ પાડતી સરહદનો મોટો હિસ્સો રચે છે. અહીં તે નદીના કાચબાઓ એવો અર્થ સૂચિત છે. આ માર્ગ પોતાનામાં સ્થળાંતર કરતા જલિય પક્ષીઓની ૧૮૨ પ્રજાતિઓને આવરી લે છે, જેમાંની ૨૯ પ્રજાતિઓ એવી છે કે જેમના અસ્તિત્વ સામે ભય ઊભો થયો છે. આથી ભારતે પણ આ ‘મધ્યસ્થ ઉડ્ડયન માર્ગ’ ની ઉપર સ્થળાંતર કરતી પ્રજાતિઓની જાળવણી કરવા માટેનો એકશન પ્લાન હાથ ધર્યો છે. આ ‘માઇગ્રેશન’ (સ્થળાંતર) શબ્દ પ્રાણીઓનું જે તે ઋતુને અનુરૂપ એક વસાહતમાંથી બીજી કોઇ વસાહતમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયા સૂચવે છે.

સ્થળાંતર કરતી પ્રાણીઓની પ્રજાતિઓ અંગેના યુનોના કન્વેન્શનનું વર્ષ ૨૦૨૦ માં આયોજન કરવામાં આવ્યું હતું

ફેબ્રુઆરી ૧૭,  ૨૦૨૦ થી ફેબ્રુઆરી ૨૨, ૨૦૨૦ સુધી વન્ય પ્રાણીઓની સ્થળાંતર કરતી પ્રજાતિઓની જાળવણી (CMS કોપ ૧૩) અંગેનું એક કન્વેન્શન ગુજરાતના ગાંધીનગરમાં યોજવામાં આવ્યું હતું. અત્યાર સુધીના તમામ કન્વેન્શનોના ઇતિહાસમાં આ ‘સીએમએસ કોપ ૧૩’ સૌથી વધારે મોટા પાયા પર હતું. તેમાં ૨૫૫૦ લોકોએ હાજરી આપી હતી. જેમાં ૮૨ પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા ૨૬૩ પ્રતિનિધિઓએ, બિનપક્ષીય ૫ દેશોના ૧૧ પ્રતિનિધિઓએ, યુનો એજન્સીઓના ૫૦ પ્રતિનિધિઓએ, વિશ્વના જુદા જુદા દેશોની બિનસરકારી સંસ્થાઓ (NGO)ના ૭૦ પ્રતિનિધિઓએ, ભારતના ૧૨૭ બિન સરકારી પ્રતિનિધિઓએ અને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય મીડીઆના ૧૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ સ્થળાંતર કરતાં પ્રાણીઓ, પક્ષીઓ ‘CMS એપેન્ડાઇસીસ એટ કોપ ૧૩’ એપેન્ડીકસ 1 માં એવી નવી ૭ પ્રજાતિને ઉમેરવામાં આવી હતી કે જેમને ઘનિષ્ટ સંરક્ષણ પૂરું પાડવાની જરૂર છે. આ પ્રજાતિઓ એશિયન હાથી, જેગ્યુઆર, લીટલ (નાના કદનું) ઇન્ડીઅન બુસ્ટર્ડ પક્ષી, બંગાળી ફલોરિકન, એન્ટ પોડીઅન આલ્બેટ્રોઝ પક્ષી અને સમુદ્રની સફેદ ટેરવાવાળી શાર્ક માછલીઓ હતી.

યુનોના આ કન્વેન્શનમાં સ્થળાંતર કરતાં પ્રાણીઓ, પક્ષીઓ સામેના સંભવિત ભય સામે પોલિસી વિષયક પગલાંઓ લેવાનું સૂચન કરવામાં આવ્યું

  • આ કન્વેન્શનમાં સ્થળાંતર કરતાં પ્રાણીઓ – પક્ષીઓ સામે ઊભા થયેલા ભય સામે પોલિસી વિષયક પગલાંઓ લેવા માટે સર્વસંમતિ સાધવામાં આવી હતી. તેમાં કંઇક આવાં સૂચનો કરવામાં આવ્યાં હતાં.# જૈવવૈવિધ્ય અને સ્થળાંતર કરતાં પક્ષીઓ, પ્રાણીઓની પ્રજાતિઓના આ પરિબળને રાષ્ટ્રીય ઊર્જા પોલિસી અને હવામાન પોલિસી સાથે સાંકળી લો અને વન્ય જીવન સૌહાર્દ પુન: પ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપો.
  • # રોડ, રેલવે માર્ગ જેવા સુરેખ ઇન્ફ્રાસ્ટ્રકચરની સ્થળાંતર કરતી પક્ષીઓ અને પ્રાણીઓની પ્રજાતિઓ પર થતી વિપરીત અસરોને હળવી કરો.
  • # સ્થળાંતર કરતાં પક્ષીઓના ગેરકાયદેસરના સફાયાને અને તે પ્રાણીઓ પર થતી અસરને હળવી કરો.

ભારત આ કોપ-૧૩ (COP) કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ) ના યજમાનપદે હોઇ તે આવનારાં ત્રણ વર્ષ માટે તેનું પ્રમુખપદ શોભાવશે. ભારત સરકારે ‘સેન્ટ્રલ એશિયન ફલાય છે’ માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકલ્પ કર્યો છે. આનાથી આગળ વધીને સરકારે સ્થળાંતર કરતાં પક્ષીઓ અંગેના સંશોધન અને તે પક્ષીઓની, દરિયાઇ કાચબાઓની જાળવણીની દિશામાં આગળ વધવા માટે તથા માઇક્રો પ્લાસ્ટિક અને ‘સીંગલ યુઝ’ પ્લાસ્ટિકથી થતાં પ્રદૂષણને ઓછું કરવા માટેનો ઉપરાંત સાતત્યપૂર્ણ ઇન્ફ્રા સ્ટ્રકચર બાબતે આગળ વધવાનો સંકલ્પ પણ કર્યો છે.

પક્ષીઓ, પ્રાણીઓનું આવું સ્થળાંતર શાને કહેવાય?

પક્ષીઓ, પ્રાણીઓનું સ્થળાંતર એ જેતે સ્થાનિક વિસ્તારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વસવાટ માટે જવું, તે નથી. પરંતુ અહીં સ્થળાંતર એ અમુક વાર્ષિક ધોરણે અથવા જેતે પ્રવર્તમાન ઋતુ દરમ્યાન બનતી ઘટના હોય, જેમ કે પૃથ્વીના ઉત્તર અર્ધગોળાર્ધના પક્ષીઓ શિયાળો અનુભવવા માટે પૃથ્વીના દક્ષિણ અર્ધગોળાર્ધના અનુકૂળ વિસ્તારમાં સ્થળાંતર કરે. વન્ય પ્રાણીઓ ઘાસચારાની શોધમાં અથવા તો તેમના જીવનના એક અંતર્ગત કાર્યક્રમ તરીકે આવું સ્થળાંતર કરે.

પક્ષીઓ ખાસ કરીને શિયાળામાં પૃથ્વીના હૂંફાળા વિસ્તારોમાં સ્થળાંતર કરે

પક્ષીઓમાં ઘણાં પક્ષીઓ શિયાળાની ઋતુ દરમ્યાન કડકડતી ઠંડીથી બચવા માટે પૃથ્વીના હૂંફાળા વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. વાર્ષિક ધોરણે પક્ષીઓ દ્વારા કરવામાં આવેલું સ્થળાંતર વ્યકિતગત સ્તર પર લાંબા અંતરનું સ્થળાંતર હોય. નીવસન વ્યવસ્થામાં આવું સ્થળાંતર સામાન્ય ઘટના છે. સામાન્ય રીતે આવું સ્થળાંતર પક્ષીઓમાં, માછલીઓમાં, પેટે સરીને ચાલનારા પ્રાણીઓમાં એમ્ફીબીઅન (જમીન પર કે પાણીમાં રહેનારા) પ્રાણીઓમાં અને જીવડાંઓમાં જોવા મળે છે. પક્ષીઓના આવા સ્થળાંતર પાછળનું કારણ સ્થાનિક હવામાન, સ્થાનિક સ્તર પર આહારની પ્રાપ્યતા અથવા વર્ષની જેતે પ્રદેશની તે ઋતુ હોય.

Most Popular

To Top