Vadodara

સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ તોડી પાડવા સામે તંત્રનો પનો કેમ ટુંકો પડ્યો?

વડોદરા : વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી 100 કરોડની જમીન પર ગેરકાયેદ બાંધકામ કરી પચાવી પાડવાના કૌભાંડમાં સંજય પરમારને કોર્પોરેશનના કર્મચારીઓએ ફોર્મ એફ ભરવા માટે વિવિધ ભૂમિકા ભજવી હોવાની હકીકત બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તે સમયના ડે.ટીડીઓ, જુનિયર ક્લાર્ક અને ડ્રાફ્ટ મેનની ધરપકડ કરાઇ હતી. જેમાં બે આરોપીને કોર્ટમાં રજૂ કરતા બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. આટલું મોટું કૌભાંડ ઠગ દ્વારા એકલા હાથ આચરયું હોવાની માની શકાય તેમ નથી પરંતુ પોલીસ દ્વારા માત્ર નાની પ્યાદાઓને પકડી સંતોષ માણી રહ્યા છે, પરંતુ બિન્દાસ્ત બહાર ફરતા મોટા માથાઓ સુધી ક્યારે પહોંચશ ?

દંતેશ્વર સર્વે નંબર 541ની વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી 100 કરોડની 1.60 દોઢ લાખ સ્કે.ફૂટ સરકારી જમીન પર માસ્ટર માઇન્ડ સંજયસિંહ પરમારે ખોટી રીતે સરકારી જમીન પડાવી બોગસ સિટી સર્વેમાં બોગસ એન્ટ્રીઓ પડાવી, કોર્પોરેશનમાંથી ખોટી રજા ચિઠ્ઠી કઢાવી ગેરકાયેદ બાંધકામ કરીને ત્રણ માળનો આલિશાન વ્હાઇટ હાઉસ નામનો બંગલો બનાવી દીધો તથા અન્ય સર્વે નંબર વાળી જમીન પર કાનનવીલા 1-2 નામની બે સાઇટો ઉભી કરીને તેમાં 53 સબ પ્લોટો પાડીને 27 ગ્રાહકનો વેચાણ દસ્તાવેજ કરી આપી કરોડોની રકમ ખાઇકી કરી ગયો હતો. જેમાં કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી ક્રાઇમ બ્રાન્ચે સંજય પરમાર તેની પત્ની અને અને સ્વ.મહીજીભાઈની પત્નિ શાંતાબેનની ધરપકડ કરી હતી.જ્યુડિશિયલ કસ્ડટી ભેગા કરાયા હતા. જેમાં સંજયની પત્નીનાલ સ્વ.મહીજીભાઈની પત્નિ શાંતાબેનની જામીન મંજૂર થઇ ગયા હતા.

આટલી મોટી જમીનનું કૌભાંડ કરવામાં સંજય પરમાર દ્વારા એકલા હાથ કરાયું હોય તે શક્ય નથી. તેમાં જમીનમાં નામ દાખલ કરવાથી માંડીને બાંધકામ કરવા સહિતની તમામ કામગીરી માટે સરકારી અધિકારીઓ મદદ મેળવી હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સરકારી કર્મીઓની પૂછપરછ હાથ ધરાઇ હતી. જેમાં કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના ઈનચાર્જ ડે.ટીડીઓ સોહમ પટેલ, જુનિયર ક્લાર્ક નિર્મલ કંથારિયા તથા ડ્રાફ્ટમેન શનાભાઇ તડવીની સંડોવણી બહાર આવતા સોમવાર રાત્રે ક્રાઇમબ્રાન્ચ દ્વારા ત્રણની ધરપકડ કરાતા અન્ય કર્મચારીઓના ફફડાટ ફેલાયો હતો.

પાલિકાના ડે.ટીડીઓએ ગેરકાયદેસર જમીન પર બાંધકામ બાબતે ના.કલેકટરને પત્ર લખ્યો છે
અમેરિકા નું વ્હાઇટ હાઉસ જગવિખ્યાત છે જેમાં અમેરિકા ના પ્રેસિડેન્ટ રહે છે જયારે વડોદરા ના નું એક વ્હાઇટ હાઉસ એવું પણ છે કે જેના તાર સરકારી બાબુઓ થી માંડી મોટા રાજકીય માથા સુધી જોડાયેલા હોવાનું કહેવાય છે આ 100 કરોડ તો માત્ર કહેવા પૂરતા જ છે પડદા પાછળ ની કિંમત સાંભળી ને ભલભલા ના હોશ ઉડી જાય તેટલી આ જમીનો ની કિંમત છે. જોવા મળે છે. આ જમીન કૌભાંડ માં વડોદરા મહાનગર પાલિકા ના અધિકારીઓ સહિત અન્ય સરકારી વિભાગો ના નાના મોટા અનેક અધિકારીઓ એ જમીન ગોટાળા માં સાથ આપી ને પોતાના ગજવા ફાટી જાય એટલા ગજવા ગરમ કરી ને કાયદા ની એસી કી તૈસી કરી ને કાગળો અને દસ્તાવેજો સાથે રમત રમી ને મસ મોટુ કૌભાંડ આચાર્યું હોવાનું કહેવાય છે.

જો આ કૌભાંડ માં ઝીણવટ ભરી તપાસ કરવા માં આવે તો કેટલાય મોટા માથા ભેરવાય જાય તેમ છે એટલે ભીનું સંકેલવા નો પણ પ્રયત્ન કરાય તો નવાઈ નહીં વડોદરા મ્યુનિસિપલ કમિશનરે આ મામલે કલેકટર ને વાઈટ હાઉસ ને ટોડી નાખવા જણાવ્યું છે તેમ છતાં હજુ સુધી કેમ તોડાયું નથી તેવા આક્ષેપો જાણકાર લોકો કરતા જોવા મળ્યા છે. 100 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના ઉપર વ્હાઇટ હાઉસના નામથી વિશાળ બંગલો બનાવવાના ચકચારી કૌભાંડમાં આ ક્રાઇમ બ્રાચે વડોદરા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી ટીડીઓ સોહમ પટેલ, જુનિયર ક્લાર્ક નિર્મલ કંથારીયા અને ડ્રાફટ મેન શનાભાઇ તડવીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે ડેપ્યુટી ટીડીઓ એ તા 16,7,21 ના રોજ બાંધકામ પરવાનગી શાખા જાવક નં.612/2021,22 થી નાયબ કલેકટર ને પત્ર લખ્યો હતો. કે સદર જમીન સરકાર ની છે. અને વધુ માં જણાવ્યું હતું કે તેના પર રજા ચીઠી અને નકશા વગર બાંધકામ થયેલું છે તેમણે 7/12ના ઉતારા સાઈડ પ્લાન ની રકમ તેમજ રજા ચીઠી સહિત બીજા દસ્તાવેજ પુરાવા સાથે મોકલ્યા હતા. ત્યાર બાદ બાંધકામ પરવાનગી શાખા ના ડેપ્યુટી ટીડીઓ એ કામ પૂર્ણ થયા નો પત્ર પણ મ્યુનિસિપલ કમિશનર ને લખ્યો હતો કેટલાક જાગૃત નાગરિકોએ 1.60 લાખ સ્કેવર ફૂટ ની જગ્યા હોવાની જાણ પણ કરી હતી. આમ આ કૌભાંડ કેટલાક વર્ષો થી ચાલતું હતું પરંતુ કોઈ પગલાં ભરાયા નહીં જેતે વખતે જે અધિકારીઓ હતા તેમણે પોતાનો હેતુ પાર પાડી ને પોતાના ગજવા ગરમ કરી લીધા હોવાની વાત ઘણા સમય થી ચર્ચામાં છે

Most Popular

To Top