Business

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બ્રિટનથી 100 ટન સોનું પાછું કેમ મંગાવ્યું? ગર્વનરે કર્યો ખુલાસો

નવી દિલ્હી: તાજેતરમાં જ સેન્ટ્રલ બેંકે બ્રિટનથી 100 ટન સોનું ભારતમાં પાછું લાવ્યું હતું. જે બાદ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવી અટકળો ચાલી રહી હતી કે આટલું સોનું ભારત કેમ પાછું લાવવામાં આવ્યું છે, પરંતુ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે અને કહ્યું છે કે 100 ટન સોનું ભારતમાં પાછું લાવવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડથી તેને પાછું લાવવાનું કારણ શું હતું?

કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈ આગામી દિવસોમાં વધુ સોનું ભારતમાં પાછું લાવશે. આ પહેલીવાર છે જ્યારે આરબીઆઈ વિદેશમાંથી આટલું સોનું પાછું લાવી છે. આ પહેલા આરબીઆઈ છેલ્લે વર્ષ 1991માં ઈંગ્લેન્ડથી સોનું ભારત પરત લાવી હતી. તે સમયે ભારત વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરી રહ્યું હતું, જેના કારણે 1991માં કેન્દ્ર સરકારે ડૉલર વધારવા માટે ફરીથી સોનું ગીરવે મૂક્યું હતું.

ભારતે સોનાની ખરીદી વધારી
હવે ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત બની છે અને ભારત છેલ્લા કેટલાક સમયથી ઘણું સોનું ખરીદી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ભારતની સાથે સાથે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. માત્ર વર્ષ 2024ના પ્રથમ ચાર મહિનામાં જ આરબીઆઈએ સમગ્ર પાછલા વર્ષની સરખામણીમાં દોઢ ગણું સોનું ખરીદ્યું છે.

આ આક્રમક ખરીદી ડોલરના મૂલ્યમાં ઘટાડાને કારણે થઈ છે. યુએસ ટ્રેઝરી વિભાગના ડેટા દર્શાવે છે કે નોન-યુએસ સેન્ટ્રલ બેંકોના યુએસ ટ્રેઝરી બોન્ડ્સનું હોલ્ડિંગ માર્ચ 2023 માં 49.8% થી ઘટીને માર્ચ 2024 માં 47.1% થઈ ગયું છે.

નાણાકીય વર્ષ 2024 માં આરબીઆઈએ તેના અનામતમાં 27.47 ટન સોનું ઉમેર્યું છે, જે ગયા વર્ષે 794.63 ટનથી વધીને 822.10 ટન થયું છે. RBI દ્વારા સોનાની ખરીદી એ ફોરેક્સ રિઝર્વમાં વૈવિધ્ય લાવવા અને ફુગાવા અને ચલણની અસ્થિરતા સામે બચાવ કરવાની તૈયારીનો એક ભાગ છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે સેન્ટ્રલ બેંક ઈંગ્લેન્ડથી 100 ટન સોનું ભારતમાં લાવી છે કારણ કે ભારત પાસે તેને સ્ટોર કરવાની પૂરતી ક્ષમતા છે. આમાંથી બીજો કોઈ અર્થ ન લેવો જોઈએ. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક તેના અનામતના ભાગરૂપે સોનું ખરીદી રહી છે અને તેની માત્રામાં વધારો કરી રહી છે. અમારી પાસે તેમને સ્થાનિક રીતે સંગ્રહિત કરવાની ક્ષમતા છે. આવી સ્થિતિમાં ભારતની બહાર રાખવામાં આવેલ સોનું પરત લાવવા અને તેને દેશમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તા. 6 જૂનના રોજ જાહેર કરાયેલા નાણાકીય વર્ષ 2024 માટે કેન્દ્રીય બેંકના વાર્ષિક અહેવાલ મુજબ , ભારતમાં 308 ટનથી વધુ સોનું રાખવામાં આવ્યું છે, જ્યારે અન્ય 100.28 ટન સોનું સ્થાનિક રીતે બેંકિંગ વિભાગની મિલકત તરીકે રાખવામાં આવ્યું છે. વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે કુલ ગોલ્ડ રિઝર્વમાંથી 413.79 ટન વિદેશમાં રાખવામાં આવ્યું છે.

Most Popular

To Top