હમણાં મુંબઇમાં ટેસ્લાનાં શો રૂમનું ઉદ્દઘાટન થયું. ઇલોન મસ્કે ‘ટેસ્લા’ નામ કેમ આપ્યું? નીકોલ ટેસ્લા નામના અમેરિકન-સર્બીયન એન્જીનીયરના નામની તેણે કરેલા કામની કદર કરવા અને તેનું નામ હંમેશ અમર રહે તે માટે મસ્કે ‘ટેસ્લાઇન કોર્પોરેશન નામની કંપનીની સ્થાપના 1 જુલાઈ, 2003ના રોજ શરૂ કરી. નીકોલ ટેસ્લાનો જન્મ 10, જુલાઈ, 1856ના રોજ ક્રોએશીયા (પહેલાનુ યુગોસ્લોવીયા)માં થયો હતો. પિતા મીલુટીન ટેસ્લા ઓર્થોડોક્ષ પ્રીસ્ટ હતા અને માતા જ્યોર્જીઆ ડ્યુકા પણ ખૂબ હોંશીયાર હતા. ટેસ્લાએ બ્રાઝ અને પ્રાગ યુનિટીમાં એન્જિનિયરિંગ અને ફીઝીકસનો અભ્યાસ કર્યો હતો. ટેસ્લાએ એડિસન સાથે કામ કરવું શરૂ કર્યું. પણ AC અને DC કરન્ટ વિષય પર મતભેદ થતાં ટેસ્લા એડિસનથી છૂટા થયાં. ટેસ્લાની મુખ્ય શોધોમાં ઓલ્ટરનેટીંગ કરન્ટ (AC) ઇલેકટ્રીકલ સીસ્ટીમ રેડીઓ ટેકનલોજી વાયરલેસ પાવર ટ્રાન્સમીશન અને ટેસ્લા કોઇલ છે.
તેના જીવનકાળ દરમ્યાન તેણે લગભગ 700 શોધો કરી અને 100 થી વધારે પેરન્ટ મેળવી. છતાં તે કદી ધનવાન બની શકયો નહોતો. તે ‘ફાધર ઓફ ફિઝિકસ’ તરીકે પણ ઓળખાતો હતો. તે ન્યુયોર્કની હોટેલ ‘ન્યુ યોર્કર’ની એક રૂમમાં કામ કરતો હતો. તે કામમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે જેથી તેણે કદી લગ્નનો પણ વિચાર કર્યો નહોતો. ટેસ્લા આ ન્યુયોર્કર હોટેલની એક રૂમમાં જ હાર્ટ એટેકને કારણે અંતિમ શબ્દો હતાં. ‘My Years of Service to Humanity Have Brought Me Nothing, But Insults & Humiliation, Disppointent and Disillusionment.” ધન્યવાદ ઇલોન મસ્કને કે આવા વૈજ્ઞાનિકને યાદ કરીને તેની કંપનીનું નામ ‘ટેસ્લા’ આપીને ટેસ્લાને અમર કરી દીધો!
યુ.એસ.એ. – ડૉ. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સારી વાઈફ કેવી હોય?
સારી વાઈફ ઈચ્છો છો તે કેવી હોય? તમારા શબ્દો કે જીદ કરે નહીં. બેસ કહે તો બેસી જાય અને ઊભા થવાનું કહે તો જરાયે વિલંબ નહીં કરવાનો. જીદ્દી વાઈફના નમુનાઓ આપણા ભારતના પુરાણોમાં મૌજુદ છે. કૈકેયીએ જીદ કરેલી કે ભરતને રાજગાદી આપો પરિણામે સૌ કોઈ જાણે છે. સીતાએ સુવર્ણમૃગની જીદ કરેલી પરિણામે તેનુ અનિચ્છનિય અપહરણ થયેલુ. સૂર્પણખાએ રામ સાથે લગ્ન કરવાની જીદ કરેલી. આવી ઉણપો ન હોય એવી વાઈફની સૌ કોઈ ઈરાદો રાખે છે. આનાથી વિપરીત રહી કોઈ વાઈફે જીદ કરવી કે સંપૂર્ણ પતિ આપો તો તેને પાંડવો ભરથાર આવ્યો કે જેમાં પતિ દીઠ એક ગુણમાં નિપૂણતા હોય.
અડાજણ – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.