મુંબઈ(Mumbai): ગયા અઠવાડિયે ગુજરાતના (Gujarat) જામનગરમાં (Jamnagar) દેશના સૌથી ધનિક વ્યક્તિ પૈકીના એક મુકેશ અંબાણીના (Mukesh Ambani) નાના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગની (Anant Ambani’s pre-wedding function) ઝાકમઝોળ સમારોહ યોજાયો હતો.
આ ઈવેન્ટમાં દેશ વિદેશથી મહેમાનો આવ્યા હતા. ફિલ્મી કલાકારો, બિઝનેસમેન, સ્પોર્ટ્સમેન પરિવાર સાથે આ ઈવેન્ટમાં સામેલ થયા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલી આ ઈવેન્ટની ભવ્યતાની ચારેકોર ચર્ચા થઈ રહી છે. ઈવેન્ટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં હજુ ટોપ ટ્રેન્ડમાં છે ત્યારે અનંત અંબાણીની પ્રી-વેડિંગની ઈવેન્ટનો એક ફોટો જોઈ ફિલ્મ કલાકાર અર્શદ વારસીની (Arshad Warsi) પત્ની ભડકી ઉઠી છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંકશનની (Anant Ambani and Radhika Merchant’s pre wedding function) એક તસવીર અર્શદ વારસીની પત્ની મારિયા ગોરેટીને (Maria Goretti) પસંદ પડી નથી. તે તસવીર જોઈ ગુસ્સે ભરાઈ છે અને સોશિયલ મીડિયા પર જ તે તસવીર અંગે કોમેન્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
ખરેખર અર્શદ વારસીની પત્ની મારિયા અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંકશનમાં હાથીઓના ઉપયોગથી નારાજ છે. અરશદ વારસીની પત્ની મારિયા ગોરેટીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મારિયા કહે છે કે અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગમાં હાથીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને તેનો ઉપયોગ પ્રોપ તરીકે કરવામાં આવ્યો છે.
ખરેખર આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ઇવાન્કાએ તેની ઘણી તસવીરો પોસ્ટ કરી, જે તેણે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ઇવેન્ટમાં ક્લિક કરી હતી. આમાંની એક તસવીરમાં તે હાથીની સામે ઊભી રહીને પોઝ આપતી જોવા મળી હતી, જેના પરથી સ્પષ્ટ થયું કે હાથીઓનો ઉપયોગ પ્રોપ્સ તરીકે કરવામાં આવે છે. આ તસવીર જોઈને અરશદ વારસીની પત્ની ગુસ્સે થઈ ગઈ.
મારિયાએ ગુસ્સામાં આ વાત કહી
ઈવાંકાની આ તસવીર જોયા બાદ મારિયાએ તેની સ્ટોરી પર લખ્યું, ‘અંબાણી સેલિબ્રેશનની આ તસવીર જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ છું. મને નથી લાગતું કે આ કોઈ પ્રાણી સાથે થવું જોઈએ. ખાસ કરીને જેઓને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નવું જીવન આપવામાં આવ્યું છે. તે હૃદયદ્રાવક છે કે આ હાથીને પ્રોપ તરીકે ઉભો રાખવામાં આવ્યો છે. તે પણ લોકો અને ઘોંઘાટ વચ્ચે. અરશદ વારસીની પત્ની મારિયા ગોરેટીનો ગુસ્સો સંપૂર્ણપણે અંબાણી પરિવારે હાથી સાથે કરેલા કૃત્યના લીધે હતો.
આ કારણે મારિયા ગુસ્સે થઈ ગઈ
તમને જણાવી દઈએ કે, હાથીઓને બચાવીને જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા બનાવવામાં આવેલા વંતારામાં લાવવામાં આવ્યા છે. આ હાથીઓનું ખાસ ધ્યાન રાખવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં અરશદ વારસીની પત્ની મારિયાએ આવી તસવીર જોયા બાદ તેને તે બાબતો સાથે સાંકળીને કહી છે. હાથીને બચાવ્યા હોય તો તેનો આ રીતે ઉપયોગ ન કરવો જોઈએ તેવું તેનું માનવું છે.