લગભગ ’૬૦ના દાયકાથી અમેરિકા ભણવા જવું એ ઘણા બધાનું સ્વપ્ન રહેતું. મોટા ભાગનાં ભણવા જાય એટલે ત્યાં જ સ્થાયી જઈ જતાં. આમ તો અમેરિકા દેશ જ સ્થળાંતર કરવાવાળાઓથી વસ્યો છે. ચીનથી માંડી જુદા જુદા અનેક દેશોમાંથી ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ બાદ ભણેલાં-ગણેલાં લોકો ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ભણી નજર કરતાં. ભારતમાં પણ આઈઆઈટી, આઈઆઈએમ કે અન્ય સારામાં સારી યુનિ.માંથી ગ્રેજ્યુએટ થાય એટલે એનું લક્ષ્ય અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે જવાનું રહેતું.
સરવાળે અમેરિકા જુદી જુદી સંસ્કૃતિઓનો શંભુમેળો બન્યો છે એમ કહેવું જરાય અતિશયોક્તિ નથી.૧૯૮૦ના દાયકા બાદ ભારતમાંથી પ્રમાણમાં ઓછું ભણેલાં અને પછી તો કંઈ પણ ના ભણ્યાં હોય તેવાં પણ સીધી રીતે નહીં, તો આડકતરી રીતે ‘ડંકીરૂટ’ અથવા ‘ઇલ્લીગ્લી’ જેવા ગેરકાયદે ઉપાયો અજમાવી અમેરિકામાં ઘૂસવા માંડ્યા અને ગેરકાયદે તો ગેરકાયદે, નાનો-મોટો ધંધો શોધી સ્થિર થવા માંડ્યાં.
ભારતમાં એક ચોક્કસ કોમમાં કોઈ ગેરકાયદે અમેરિકા જવા માગતું હોય અને એને પચાસ લાખથી માંડી એથીયે વધારે ૨કમ એજન્ટને આપવા જોઈતી હોય તો એ રકમ તાત્કાલિક અસરથી ઊભી કરનાર એક વર્ગ ઊભો થયો અને આ લોકો પણ ત્યાં જઈ પોતાનું દેવું નક્કી ભરી આપે તે માટે બીજે ક્યાંય નોકરી ના મળે તો મૉટેલ અથવા સ્ટૉર કે ગૅસ સ્ટેશન પર એમને નોકરીએ રાખનાર વર્ગ પર ઊભો થયો. આ રીતે ગેરકાયદેસર વસવાટ કરનારને પ્રમાણમાં સસ્તા દરે નોકરી આપનાર અને રહેવા-ખાવા-પીવા સાથેની વ્યવસ્થા કરી આપનાર મોટા ભાગે એ જ સમાજના આશ્રયદાતાઓ પણ ઊભા થયા.
આમ, બધાને અનુકૂળ આવે એવી આ વ્યવસ્થા ફૂલતી-ફાલતી ગઈ. પ્યુ રીસર્ચ નામની સંસ્થા અનુસાર અમેરિકામાં આવા સાડા સાતથી આઠ લાખ ગેરકાયદે વસતાં ભારતીયો છે, જેમાં અડધોઅડધ ગુજરાતીઓ છે. ટ્રમ્પ પ્રમુખ બન્યો તે પહેલાં પણ કોઈ ગેરકાયદેસર અમેરિકામાં વસવાટ કરતો પકડાય તો એને ડીપોર્ટ કરવામાં આવતો. ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો કે તરત જ એણે ગેરકાયદે અમેરિકામાં વસતા ઇમીગ્રન્ટ્સને જરૂર જણાય ત્યાં મિલિટરીનો ઉપયોગ કરીને પણ અમેરિકા બહાર તગેડી મૂકવાની કામગીરીની શરૂઆત કરી.
ભારતમાં ૫૦૦ કરતાં વધારે ગેરકાયદે અમેરિકામાં વસતાં ઇમીગ્રન્ટ્સને લશ્કરના વિમાનમાં અમાનવીય રીતે પાછાં મોકલી દેવામાં આવ્યાં. કોઈ પણ દેશનું લશ્કરી વિમાન મંજૂરી વગર બીજા દેશની સરહદમાં પ્રવેશી શકતું નથી. કોલંબિયા જેવા નાના દેશે પણ કોલંબિયન નાગરિકો સાથેના વિમાનને ઉતરવા દેવાની ઘસીને ના કહી અને કોલંબિયાના પ્રમુખનું વિમાન મોકલાવીને પોતાનાં નાગરિકોને પોતાના દેશમાં સન્માનભેર પાછા લઈ આવ્યાં. કોલંબિયાના પ્રમુખ એમને આવકારવા એરપોર્ટ ઉપર હાજર રહ્યા. આ સામે ભારતનો વર્તાવ અમેરિકાની સાવ શરણાગતિ સ્વીકારી લીધી હોય તેવો રહ્યો. ભારતના પ્રધાનમંત્રી અમેરિકામાં હતા છતાંય ભારતે વિરોધ ન નોંધાવ્યો. ટેરિફ બાબતમાં પણ ટ્રમ્પનું શાસન ભારત ઉપર એકતરફી દાદાગીરી કરતું હોય તેમ વર્તી રહ્યું છે.
આની સરખામણીમાં યુક્રેન તો ઘણો નાનો દેશ છે. અમેરિકાનું કાંઈક અંશે આશ્રિત પણ છે. ઝેલેન્સ્કી અમેરિકન પ્રમુખ અને ઉપપ્રમુખને પણ જડબાંતોડ જવાબ આપીને નીકળી ગયા. ફ્રાન્સના પ્રમુખ મેક્રોન દ્વારા ટ્રમ્પ ખોટા આંકડા આપતો હતો તેને વચ્ચે અટકાવી દીધો. આપણા માટે એ ખોટેખોટા આંકડા બતાવી ૧૦૦ અબજ ડૉલરની (જે ખરેખર તો ૫૦ અબજથી નીચે છે) વેપારખાધ બતાવી ભારતને ‘ટેરિફ કિંગ’ કહ્યું અને આપણે ચૂપચાપ સાંભળતા રહ્યા. દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ જે પોતાને વિશ્વગુરુ બતાવે છે તેનું આવું અકળ વલણ સમજી શકાતું નથી.
ડૉ. સુબ્રમણ્યમ સ્વામી તેમ જ યશવંત સિંહા અનુસાર ભારત અમેરિકાથી આટલું દબાયેલું રહે છે તેની પાછળ ભારતીય વડા પ્રધાનની કોઈ નબળી કડી અમેરિકન અથવા ઇઝરાયલ ગુપ્તચર તંત્ર થકી સામે પક્ષે પહોંચી હોય જેનો ઉપયોગ ભારતનું કાંડુ આમળવા માટે થઈ રહ્યો હોવાની શક્યતાઓને બળવત્તર બનાવે છે તેમ કહી શકાય. બાકી ભારત જેવડો મોટો દેશ ટેરિફ અથવા અન્ય મુદ્દે અમેરિકાની શરણાગતી સ્વીકારી લે એવી શક્યતા ભાગ્યે જ ઊભી થાય એમ માની શકાય. બાકી સાચું ખોટું તો રામ જાણે!
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.