સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં પ્લેનોની સંખ્યામાં હજુ વધારો થયો નથી. જે રીતે 24 કલાક ધમધમતું રહેશે એરપોર્ટના ન્યુઝ આવ્યા હતા તે મુજબ પ્રગતિ થઈ નથી. હાલમાં જ વડોદરાથી લંડન અને રાજકોટથી લંડનની ફલાઈટ આ શહેરમાં મંજૂરી આપી દેવાઈ છે. પરંતુ સુરતને તો ‘અન્યાય’ શબ્દ વાપરવો જ રહ્યો. રાજકોટ એરપોર્ટ હજુ વર્ષ પણ થયું નથી ચાલુ થયાને, લંડનની ફલાઈટ મળી. સુરત એરપોર્ટ વર્ષોથી છે તો પણ લંડનની ફલાઈટ નહીં.
વડોદરા એરપોર્ટને લંડન ઉપરાંત સીંગાપોર, થાઈલેન્ડની ફલાઈટ પણ મંજૂર કરી દેવાઈ છે. સુરતને રાહ જોવાની અગ્નિપરીક્ષામાંથી પસાર થવાનું? સુરતનો ડાયમંડ વેપાર, કાપડ વેપાર ધમધમતો ચાલે છે. પણ વિદેશોમાં અવરજવર માટે વિદેશી ફલાઈટો મંજૂર કરવામાં વર્ષો નીકળી જાય છે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ સીંગાપોર, થાઈલેન્ડ, લંડનની ફલાઈટ મંજૂર કરી વહેલી તકે ચાલુ થાય તેમ સુરતીજનો ઈચ્છે છે. ઓથોરીટી અધિકારીઓ આ માટે રસ લે તો શક્ય છે.
ગોપીપુરા – ચેતન અમીન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.