આટલા વર્ષમાં ન જોવા મળેલ કે સાંભળવા મળેલ બાબત હવે હકીકત બની ગઈ છે. અન્ય રાજ્યમાંથી આવતું ડ્રગ્સ પકડાતુ અને તે પણ કરોડોની કિંમતનું હવે તો ગુજરાતમાં જ ડ્રગ્સ બનાવવાની ફેકટરી અનેક જગ્યાએ ચાલી રહી છે. !! અને પકડાયેલ ડ્રગ્સની કિંમત 36000 કરોડ રૂપિયા !! આતો પકડાયેલા ડ્રગ્સની વાત થઈ. પણ ઉત્પાદન થયેલ ડ્રગ્સ ક્યાંય કેટલું આજદિન સુધીમાં વેચાઈ ગયું હશે ?! તેમાં ગુજરાતમાં કેટલું ડ્રગ્સ વપરાયું હશે !! વધારે વિચારણા માંગી લેતો પ્રશ્ન એકે આને માટે ગુજરાતને જ કેમ પસંદ કરવામાં આવ્યું.
શું ગુજરાતમાં ડ્રગ્સનો વપરાશ વધારે થઈ રહ્યો છે ? દારૂના અડ્ડા તેમજ આવા ડ્રગ્સના સપ્લાયર સાથે સંકળાયેલ યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. આને આપણે વિકાસ માનીશું ? ! દેશની જનતા મોંઘવારી ના મારથી મરી રહી છે. ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે આવા ખરાબ ધંધાનો વિકલ્પ સ્વીકારી યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આને લીધે ગુનાખોરી, ચોરી, વગેરે ગુના વધી રહ્યા છે. જે દેશ માટે ખતરાની ઘટડી છે. ? જે પ્રજાના પૈસે સુખમાં રાચતા હોય તેવા રાજકારણીઓને આ ન સમજાય ?
અમરોલી – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.