Trending

કીડીઓનું સામૂહિક આપઘાત… ‘મૃત્યુ ચક્ર’નું વિચિત્ર રહસ્ય!

નવી દિલ્હી: જગતમાં(world) જે પણ જીવ(life) જન્મે છે, તેનું મૃત્યુ(death) નિશ્ચિત છે. પછી ભલે તે માણસ હોય, વિશાળકાય અને ભયજનક પ્રાણી હોય કે પછી નાના જીવજંતુ હોય. જો કે સજીવોનું મૃત્યુ કોઈને કોઈ રોગ કે વૃદ્ધાવસ્થાને કારણે થતું હોય છે. મનુષ્યની જેમ જ કેટલાક જીવો એવા હોય છે જેઓ પોતાના મૃત્યુ પર અવસાદ પાળે છે.

શું છે ‘એન્ટ ડેથ સર્પિલ’?
સમય સંજોગે વ્યક્તિ કેટલી વાર પોતાના મૃત્યુને જાતે આમંત્રણ આપે છે. પરંતુ માત્ર માણસો જ નહીં, કીડીઓ(ant) પણ ક્યારેક એવું કંઈક કૃત્ય કરે છે જેથી તેઓ મૃત્યુ પામે છે. તે પોતાની જાતે જ ”મૃત્યુનું ચક્ર”(The cycle of death) બનાવે છે અને તેમાં અટવાઈ જાય છે. તમે સંખ્યાબંધ કીડીઓને વર્તુળમાં એકબીજાને અનુસરતી જોઈ હશે. તમે એ પણ નોંધ્યું હશે કે આ વર્તુળની મધ્યમાં મૃત કીડીઓનો ઢગલો છે જ્યારે વર્તુળમાં ફરતી કીડીઓ તેની આસપાસ ફરે છે. પરંતુ કીડીઓ આ રીતે ફરવા પાછળનું ચોક્કસ કારણ શું છે? ચાલો આ રહસ્ય જાણીએ. આ ચક્રને ‘એન્ટ ડેથ સર્પિલ'(Ant Death Spiral) કહેવામાં આવે છે. જો કીડીઓ આ વર્તુળમાં ફરવા લાગે તો સમજવું કે તેમનું મૃત્યુ નિશ્ચિત છે.

સિપાહી કીડીઓ બનાવે છે ‘મૃત્યુનું ચક્ર’
કીડીઓની 150 પ્રજાતિઓ આર્મી એન્ટ નામનું જૂથ બનાવે છે. આ કીડીઓ સિપાહી કીડીઓની જેમ જંગલની જમીન પર શિકાર કરવા નીકળી પડે છે અને ખૂબ જ નાના જીવોને પોતાનો શિકાર બનાવે છે. ઘણી વખત, તેઓ સાથે મળીને મોટા જીવોનો શિકાર કરે છે, પરંતુ તેમનામાં એક મોટી ખામી છે. તેઓ અંધ છે! એક સાયન્સ વેબસાઈટ અનુસાર, આ કીડીઓ એકબીજા પર આધાર રાખીને જ આગળ વધે છે. વાસ્તવમાં, એમની અંદર ખાસ પ્રકારના હાર્મોન્સ રહેલા છે. આ હોર્મોન્સ તેમની અંદરથી બહાર આવે છે જેની ખાસ ગંધ હોય છે. આ ગંધને ઓળખીને તેઓ એકબીજાનો પીછો કરતા આગળ વધે છે.

‘મૃત્યુનું ચક્ર’માં ફરતી વખતે કીડીઓ મૃત્યુ પામે છે
ઘણી વાર એવું બને છે કે આગળ દોડતી કીડી પોતાનો રસ્તો ગુમાવી બેસે છે અને એક અલગ ગંધને અનુસરવા લાગે છે, પછી તેની પાછળ રહેલી કીડી પણ તે જ ગંધને અનુસરવા લાગે છે. આવી સ્થિતિમાં, જ્યારે આ હિલચાલ એક વર્તુળનું સ્વરૂપ લે છે, ત્યારે કીડીઓ તે વર્તુળમાં ચાલવા લાગે છે, અને એકબીજાની ગંધનો પીછો કરે છે. જોતજોતામાં આ ચક્ર ખૂબ મોટું થઈ જાય છે અને ફરતા ફરતા તેઓ થાકી જાય છે અને મૃત્યુ પામે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક વૈજ્ઞાનિકે જંગલમાં લગભગ 1200 ફૂટનું એક વર્તુળ જોયું હતું. કીડીઓને આ ચક્ર પૂર્ણ કરવામાં 2.5 કલાકનો સમય લાગ્યો હતો. આ સર્પાકાર બે દિવસ સુધી ચાલ્યો અને ઘણા જીવો પણ મૃત્યુ પામ્યા. જો કે, પછી જ્યારે કીડીઓ તે સર્પાકારમાંથી બહાર આવી ત્યારે તે ચક્ર સમાપ્ત થઈ ગયું હતું.

Most Popular

To Top