Trending

આ ટેટૂ જોઈ લોકો રોકી નથી શકતા હંસી…કારણ જાણશો તો…

નવી દિલ્હી: ઘણીવાર કિસ્મત આપણી સાથે એવી રમત રમે છે કે ધાર્યું કંઈ હોય ને થાય કંઈ, તાજેતરમાં આવું જ કંઈક એક વ્યક્તિ સાથે થયું જયારે તે ટેટૂ(tattoo) પડાવવા માટે ગયો. તે વ્યક્તિ અમેરિકા(America)ની જાણીતી અભિનેત્રી(actress) એન્જેલીના જોલીનું(Angelina Jolie) ટેટૂ બનાવડાવવા માંગતો હતો, પરંતુ જે ટેટૂ બન્યું એ જોઈ એના હોશ જ ઉડી ગયા. આજના સમયમાં ટેટૂ કરાવવી એ એક ફેશન બની ગઈ છે. યુવક-યુવતી હોય કે મોટી ઉંમરના લોકો, દરેક વ્યક્તિને ટેટૂનો એટલો શોખ(craze) હોય છે કે તેઓ શરીરના જુદા જુદા ભાગો પર ટેટૂ કરાવે છે. ઘણા લોકો બ્લેકબોર્ડની જેમ આખા શરીરને ટેટૂથી ભરી દે છે. જો તમે કોઈ સારા ડિઝાઈનર(designer) દ્વારા ટેટૂ કરાવો છો, તો તેમની કલા ટેટૂની સુંદરતા(beauty)માં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થશે, પરંતુ જો તમે કોઈ શિખાઉ વ્યક્તિ દ્વારા ટેટૂ કરાવો છો, તો તમે મજાક બની જશો. આવું જ આ વ્યક્તિ સાથે થયું.

જાણીતા ટ્વિટર એકાઉન્ટે શૅર કર્યો વિડિઓ
ટ્વિટર પર અવારનવાર ચોંકાવનારા વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ એક એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક વ્યક્તિ તેના નવા ટેટૂને ફ્લોન્ટ કરી રહ્યો છે (tattoo gone wrong video). આ વીડિયોને અન્ય ટ્વિટર એકાઉન્ટ્સ દ્વારા પણ રીટ્વીટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ અમેરિકાની જાણીતી અભિનેત્રી એન્જેલિના જોલીનો ફોટો બનાવીને બતાવી રહ્યો છે, પરંતુ ટેટૂમાં અન્ય વ્યક્તિ જ દેખાઈ રહ્યું છે.

ટેટૂ આર્ટિસ્ટનો છબરડો!
એન્જેલિના જોલીની પ્રખ્યાત ફિલ્મ ‘ટોમ્બ રાઇડર ટેટૂ’ હતી. આ ફિલ્મમાં તેનો લુક જોરદાર હતો. આ વ્યક્તિએ પોતાના હાથમાં અભિનેત્રીના આ જ લુક વાળો ફોટો પકડ્યો છે. આ ફોટો સુંદર છે પણ ટેટૂ આર્ટિસ્ટે ટેટૂને સાવ બગાડી નાખ્યું છે. જ્યારે તે ટેટૂની ટોચ પરથી ફીણને સ્ક્રબ કરે છે, ત્યારે એક કદરૂપું ચિત્ર દેખાય છે જે કોઈપણ રીતે એન્જેલીના જોલી જેવું લાગતું નથી. ચિત્રનું નાક માનવ નાક કરતા ઘણું પહોળું છે અને હોઠ પણ ઘણા મોટા થઈ ગયા છે. આ સિવાય હેર સ્ટાઈલ પણ અલગ છે.

લોકોએ કર્યો કૉમેન્ટ્સનો વરસાદ
આ વીડિયોને 47 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં પોતાનો પ્રતિભાવ આપ્યો છે. ઘણા લોકોએ કોમેન્ટમાં ફની ટેટૂઝના ફોટો શેર કર્યા છે. એકે કહ્યું કે તે એન્જેલીના જોલી ઓછી અને માઈકલ જેક્સન વધારે દેખાય છે, એકે કહ્યું કે તે ક્યારેય ટેટૂ કરાવવા માંગતો નથી તેનું કારણ એ છે કે તેને ડર છે કે તેના ટેટૂ કલાકાર ટેટૂને બગાડી નાખશે.

Most Popular

To Top