નવી દીલ્હી: દિલ્હીથી દોહા (Delhi-Doha Flight) જઈ રહેલી કતાર એરવેઝ(Qatar Airways)ની ફ્લાઈટમાં સોમવારે મોટી દુર્ઘટના ટળી હતી. ફ્લાઈટ દરમિયાન આ ફ્લાઈટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો, જે બાદ તેને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ (Karachi Airport)પર ઈમરજન્સી(Emergency Landing)માં લેન્ડ કરવામાં આવી. આ પ્લેનમાં 100 પેસેન્જર્સ હતા, ઈમરજન્સીની સ્થિતિમાં પ્લેનને લેન્ડ કરીને તમામ યાત્રીઓના જીવ બચાવી લેવામાં આવ્યા હતા.
કતાર એરવેઝની QR579 ફ્લાઈટે દિલ્હીથી દોહા માટે ટેકઓફ કર્યું હતું. આ દરમિયાન વિમાનના કાર્ગો હોલ્ડમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેને લઈને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટને પાકિસ્તાન તરફ વાળવામાં આવી હતી. જ્યાં કરાચીમાં ફ્લાઈટ(Karachi International Airport)નું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ફ્લાઈટ દિલ્હીથી દોહા જઈ રહી હતી, જેમાં 100થી વધુ મુસાફરો સવાર હતા. કતાર એરવેઝે જણાવ્યું હતું કે ફ્લાઇટ દરમિયાન કાર્ગો હોલ્ડમાંથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી. ફ્લાઇટનું કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.
ઘટના મામલે તપાસ શરુ કરાઈ
કતાર એરવેઝે જણાવ્યું હતું કે ઘટનાની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોને દોહા લઈ જવા માટે રાહત ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવશે. એરવેઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. તમામ મુસાફરોને તેમની આગળની મુસાફરીની યોજનામાં મદદ કરવામાં આવશે.”
મુસાફરોને બીજી ફ્લાઇટમાં મોકલાશે
જ્યારે આ ઘટના અંગે કતાર એરવેઝ વતી નિવેદન જારી કરવામાં આવ્યું હતું. એરવેઝ દ્વારા કહેવામાં આવ્યું છે કે વિમાનની તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ મુસાફરોને બીજી ફ્લાઈટમાં દોહા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરવેઝે મુસાફરોની અસુવિધા માટે માફી માંગી છે.
૩ કલાત્રણ કલાક સુધી ખાધા-પીધા વગરના રહ્યા યાત્રીઓ
ફ્લાઇટમાં સવાર એક ભારતીય મુસાફરે મની કંટ્રોલ (Money Control) ને પોતાની, તેના પરિવારની અને અન્ય મુસાફરોની સમસ્યાઓ વિશે મેસેજ દ્વારા જાણ કરી હતી. વિક્રમ પસરીચા તેની પત્ની અને એક વર્ષની પુત્રી સાથે દિલ્હીથી દોહા જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે સોમવારે સવારે સાડા પાંચ વાગ્યે પ્લેન કરાચીમાં લેન્ડ થયું હતું. મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતરવાનું કહેવામાં આવ્યું હતું અને તેમને જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટના ટ્રાન્ઝિટ લોન્જમાં મોકલવામાં આવ્યા હતા.
તેણે લખ્યું, “અમને ત્રણ કલાકથી પાણી, ખોરાકની વિશે કઈજ ખબર નથી. મુસાફરોએ એરપોર્ટ સ્ટાફને જણાવ્યું તે પછી જ ભોજન, ચા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં સિનિયર સીટીઝન, બાળકો હતા. તેમણે કહ્યું કે મુસાફરોને તેમના પરિવારજનોનો સંપર્ક કરવા માટે Wi-Fi સેવા પણ આપવામાં આવી નથી. પાકિસ્તાની નંબર પર જ WiFi નો ઉપયોગ કરી શકાય છે. મુસાફરો તેમના પરિવારજનોને કોઈ માહિતી આપી શક્યા ન હતા.
નાગરિક ઉડ્ડયન મંત્રીની પ્રતિક્રિયા
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Civil Aviation Minister Jyotiraditya Scindia) એ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ તેની તપાસ કરશે. થોડી વાર પછી, સિંધિયાએ ટ્વિટ કર્યું કે કરાચી એરપોર્ટ પર મુસાફરોને ભોજન પીરસવામાં આવ્યું છે અને કતારથી રિપ્લેસમેન્ટ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. પાસરિચાએ કહ્યું, “હવે અમને લગભગ સાડા પાંચ કલાક પછી માહિતી મળી છે. અહીં જણાવવામાં આવી રહ્યું છે કે રિપ્લેસમેન્ટ ફ્લાઈટ બપોરે 12:45, બપોરે 1, 2 વાગ્યે આવશે. આ વાતની પણ કોઈ પુષ્ટિ નથી.