Charchapatra

વિમાનનાં ડબલ એન્જિનમાં વાંક કોનો?

12 જૂન 2025ને ઉડેલી ફ્લાઈટ AI–171 રનવેથી આગળ વધતા જ મોતનો બોમ્બ બની. વિશ્વના મીડિયામાં ચર્ચા થવા લાગી વિમાનમાં ડબલ એન્જિન હોય છતાં ગણતરીના સમયમાં નીચે પડ્યું કેટલું કુતૂહલ થયું. ભારતીય મીડિયામાં અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટની આજુબાજુ 333 ઇમારતો નિયમની છડેચોક ભંગ કરતી છે આવી વાત પૂરજોશમાં ચાલી. તેવી જ રીતે સુરત એરપોર્ટને જોખમથી બચાવવા માટે 2017 અને 2018માં બંધાયેલા 43 જેટલા પ્રોજેક્ટમાં પણ વિમાનો માટે જોખમરૂપ છે. સવાલ એક ઘણા બિલ્ડરો અને સત્તામાં બેઠેલા નાગરિકોની કૃપાથી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

સુરત હવાઈ અડ્ડાથી ONGC પાઇપલાઇન જાય છે. પક્ષી ભગાવવા માટે ગેસગનનો ઉપયોગ થાય છે. તેમાંથી ઉડેલા તણખલાથી આગ લાગતી હોય તો વિચારો સુરત એરપોર્ટ પાસે કેટલો મોટો મોતનો બોમ્બ રાખ્યો છે. આ પાઇપલાઇનને બોક્સકલવર્ટ બનાવવાની મનમાની કેટલી યોગ્ય? SMC માટે સળગતો સવાલ? ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી સંસ્થાઓએ SMC પાસે સુરતની એરપોર્ટને સુરક્ષિત કરાવવું જોઈએ. 16 વર્ષ જૂનું વિમાન ક્રેશનું સંભવિત કારણ યાંત્રિક ખામી તો સવાલ એક સામાન્ય નવી બાઇક 15 વર્ષની વપરાશ વેલિડિટી હોય અને ફરી પારસિંગ કરાવવું પડે આ તો વિમાન હતું નહી કે બળદ ગાડુ.?
તાપી    – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top