વડોદરા: વડોદરામા રખડતા ઢોર ને પકડવાની કામગીરીમા હવે સિસિટીવી કેમેરા મહત્વનો ભાગ ભજવશે પરંતુ જયા કેમેરા જ નથી તેવા નવાયાર્ડ સહિત ના વિસ્તારો માં રખડતી ગાયો જોવા મળી છે. શહેર ના છેવાડે આવેલા વિવિઘ વિસ્તારો મા ખુલ્લે આમ રખડતા ઢોર અને ગેરકાયદે ચાલતા ઢોરવાડા પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર મુખ્યમંત્રી ના આદેશ ને અનુસરવા થોડી માત્રા મા પશુ ને પકડવામાં આવે છે. ગણતરી ના જ ઢોરવાડા તોડ્યા છે. જયારે અન્યત્ર અડીખમ ઉભા છે. આવા ગેરકાયદેસર ઘમઘમતા ઢોરવાડા પર કોની રહેમ નજર છે ? તેવા આક્ષેપો નગરજનોએ કર્યા છે
રખડતા પશુઓ સામે કાર્યવાહી માટે પાલિકાએ ટેકનોલોજીનો સહારો લીધો છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી શહેરના 29 સ્પોટ અને જંકશનો પર રખડતા ઢોરના ફોટો કેપ્ચર કરી ઢોર માલિકને શોધી કાર્યવાહી થઇ રહી છે. સોમવારે પાલિકાને આવા 41 ફોટો મળ્યા હતાં. અત્યાર સુધીમાં પાલિકાએ 343 પશુ પકડી તેને પાંજરે પૂર્યાં છે. 66 ગેરકાયદે પશુવાડાને નોટિસ આપી 18ને તોડી પાડ્યા છે. જ્યારે ટેગિંગના આધારે 16 પશુપાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નોંધનિય છે કે, સોમવારે 41 ફોટોગ્રાફને આધારે ઢોર પાર્ટીના અધિકારીઓને મોકલી 39 પશુઓને ઝડપી લેવાયા હતા.
સેવાસી કેનાલ પાસે ઢોરવાડા એ રોડ બ્લોક કર્યો
સેવાસી થી પ્રિયા સિનેમાના દબાણો હટાવી દીધા પછી પણ કેટલાક દબાણ કર્તા ઓ હજુ અડીખમ ઉભા છે. દેશી દારૂ નો ધધો કરનાર નું ઝૂંપડું હજુ અડીખમ જોવા મળે છે જેમાં પોલીસ અને પાલિકા ની મીલીભગત હોવાનું કહેવાય છે જયારે અંબિકાનગર પાછળ ગોપી પાર્ટી પ્લોટ પાસે કેનાલ ને અડી ને આવેલ રોડ પર ગેરકાયદે ઢોર વાડો જોવા મળ્યો છે સ્થાનિકો નું કહેવું છે કે આ ઢોરવાડાએ રોડ બ્લોક કરી દીધો છે. પાલિકા ગેરકાયદે ઢોરવાડા ક્યારે તોડશે.
વહેલી સવારે ગાય વચ્ચે આવી જતા બાઈક ચાલકને ઇજા
શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કોર્પોરેશનની ટીમ દ્વારા કરવામાં આવે છે.કડક કામગીરીના કારણે હવે પશુ માલિકો દિવસે નહી પણ રાતે ઢોર છૂટા મૂકી દેતા હોય છે.જેના કારણે રાતે ખુલ્લા રોડ પર વાહન ચલાવતા હોય છે.આવા જ એક કિસ્સામાં મુક્તાનંદથી મેન્ટલ હોસ્પિટલ તરફ જવાના રોડ પરથી મળસ્કે ચાર વાગ્યે બાઇક લઇને જતો ૨૫ વર્ષનો ધર્મેશ મહેશભાઇ વસાવા (રહે.નાગરવાડા પટેલ ફળિયું) ઇજાગ્રસ્ત થયો હતો.બાઇક લઇને જતા સમયે રોડ વચ્ચે ગાય આવી જતા તે રોડ પર ફંગોળાયો હતો.અને હોઠ તથા કપાળ પર ઇજા થઇ હતી. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.