માનવી ધીરે ધીરે પૈસાની મહેચ્છામાં માનવતા ગુમાવી રહ્યો છે. દવામાં ભેળસેળ, બનાવટી ઘી, દૂધ, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ આવું કરનાર પાસે સંવેદના નથી હોતી, ત્યારે રૂપિયા આપવા વધારે પડાવી લેવા છતાં તેનું ખૂન કરવું, નાના સરખા ઝઘડામાં પણ ચપ્પુ મારી ખૂન કરવું, ખોટાં વચનો આપી નારીઓ સાથે બેરહેમીથી વર્તવું. આ તો નાના માણસોની વાત થઇ, મોટા મોટા મિલમાલિકો પોતાનો ખરાબ માલ જાહેરમાં સરકારી જમીનમાં ખુલ્લો નાખી હવામાં ઝેર ફેલાવવું, મિલોની ઊંચી ચીમનીમાંથી નીકળતો અસહ્ય ધૂમાડો તથા તેની સાથે નીકળતી કેમિકલયુકત રજ આજુબાજુના પાકને તથા વૃક્ષોને મોત તરફ ધકેલી દે છે! એટલું જ નહીં આવી રજ હજીરા ગામના તથા આજુબાજુના ગામના આંગણામાં કાયમ પથરાતી રહે છે તો આવી રજ માનવીના શ્વાસમાં ન જતી હોય?! આસપાસના વિસ્તારમાં જીવન જીવવું વિકટ બની ગયું છે.
મુંબઇથી કેમિકલના ટેન્કર સુરત ડ્રેઇનેજમાં ખલવાતા (સુરત કેમ યોગ્ય લાગ્યું?!) એ જાણવું હવે તો હદ થઇ કે આવું કેમિકલયુકત પાણી ઉકાઇ ડેમના જળાશયમાં છોડવામાં આવ્યું અને લીલ સેવાળ મરી જઇ તરતી થઇ ગઇ. પાણીમાં ફેદર આવવા લાગ્યા!! (આગળનો અહેવાલ બહાર પડયો નથી) આ 70 ચોરસ માઇલ વિસ્તારના પાણીને દૂષિત કરવાનું કૃત્ય લાખો લોકોને રોગને શરણે કે મરણને શરણે એની જરાય સંવેદના છે?! દારુમાં પણ કેમિકલ વપરાવાથી મોત થાય છે તે સાંભળ્યું પણ શિયાળામાં વેચાતો નીરો પણ પીવાલાયક રહયો નથી!! જયારે જીવન જ ન રહે તો નાણાંને શું કરીશું? ઉપરવાળાનો જરાય ડર રહ્યો નથી!
અમરોલી – બળવંત ટેલર આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
માથાભારે સત્તાધારીને ઉથલાવવા નિ:સ્વાર્થ સંગઠન જરૂરી
ચાહે સરકારી તંત્ર હોય કે ખાનગી. શોષણ સામે એકલદોકલનું કામ નથી. મારે શું?ની વ્યકિત કેન્દ્રીવૃત્તિ જવાબદાર છે. બિનસંગઠિત અને અન્યાયથી પીડાતા વર્ગના અભાવનો સત્તાધારી લાભ ઉઠાવે છે. અનેક યુનિયનોના લીડરો પણ ફૂટી ગયા છે. તેઓનાં મોઢાં નોટોનાં બંડલોથી ઠોંસી દીધા છે. દરેકને સત્તા, હોદ્દો જોઇએ છે અને તેથી બિનસંગઠિત વર્ગનું માનસિક, આર્થિક અને સામાજિક શોષણ થાય છે. આ વિશે લોકોમાં જાગૃતિ અને સંગઠનભાવ જરૂરી છે.
સુરત – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.