અન્નનો બગાડ ન કરવો એ બધાને ખબર છે પરંતુ તેનું પાલન કરે છે કેટલા ? અને ખરેખર જોઇએ તો અન્નનો બગાડ કરે છે કોણ ? ભણેલો ગણેલો પોતાને સુધરેલો કહેતો સમાજ !? પહેલાં ભોજન પૂછીને પીરસવામાં આવતુ હતું અને આજે લગ્નપ્રસંગોમાં જોઇએ તો લોકો મન ફાવે તેમ ભોજનનો બગાડ કરે છે ફરી પાછું લેવા કોણ આવે એમ માનીને વધુ લઇ લે છે. પછી નામ પૂરતુ જ ખાય છે અને બાકીનો બગાડ કરે છે. કયારેય તમે જોયુ છે કે ફૂટપાટ પરના લોકો કે અન્ય લોકો જેમને એક ટંક પણ ભોજન મળતુ ન હોય એ લોકો અન્નનો બગાડ કરે છે ? અત્યારે લગ્ન કંકોત્રીમાં ગરબા સમય, ભોજન સમય વગેરે લખવામાં આવે છે એની જગ્યાએ એવુ લખવું જોઇએ કે અન્ન અને જળનું માન રાખો અને એઠું ન મૂકો.
અડોલ – દિવ્યા એ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
અન્નનો બગાડ કોણ કરે છે ?
By
Posted on