Charchapatra

કોને સારા કહેવા?

હાલમાં એક કોંગ્રેસી MLAને ત્યાંથી બેનંબરી 300 કરોડ રૂ. CBI છાપામારી દરમ્યાન પકડાયા અને આખા દેશમાં હોબાળો મચાવાયો કારણ કે કેન્દ્રમાં સરકાર ભાજપની છે. BJP આવા મુદ્દે કોંગ્રેસને બદનામ કરે એ સ્વાભાવિક છે. હવે જુઓ, કોંગ્રેસના સમયમાં બોફોર્સ કૌભાંડ થયેલું એ માત્ર 60 કરોડનું હતું અને હાલમાં યુટયુબ ઉપર કર્ણાટકના એક BJP MLA બસંતગૌડા પાટીલ ખુલ્લેઆમ પોતાના નેતાઓને પડકારે છે કે મને છંછેડશો તો હું BJP સરકારે કોરોના કાળમાં કરેલા 40000/- કરોડ રૂપિયાના કૌભાંડનો ભાંડાફોડ કરીશ! આ વિડીયો સતત વાઇરલ થયો છે. એ જ રીતે BJPના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામી ભાજપ નેતાગીરીને ફ્રાન્સ સાથે થયેલા સ્ફાલે ફાઇટરજેટ સોદામાં થયેલા 22000/- કરોડની કટકી અંગે સવાલો ઊભા કરતા વિડીયો વાઇરલ છે.

પ્રજાએ કોને સારા સમજવા? ભૂત ગયા અને પલિત આવ્યા. ચોર ગયા અને એનાં ભાઈ ઘંટીચોર આવ્યા. પ્રજાને શું ફેર પડ્યો? દેશને નેતાઓ લૂંટ, અધિકારીઓ લૂંટે, કોન્ટ્રાક્ટરો અને ઠેકેદારો યે લૂંટે પછી પ્રજાના ભાગે શું આવે? મોંઘવારી-લાચારી અને હરામખોરી જ આવે. પ્રજાએ સમજવાની જરૂર છે. હું કોઇની તરફદારી નથી કરતો. જે ખોટું છે એ ખોટું જ છે. દેશમાં છીંડે ચડ્યો ને પકડાયો તે ચોર બાકી બધા શાહુકાર. 80 હજાર કરોડનો કૌભાંડી અજીત પવાર BJPમાં જોડાય એટલે ચોખ્ખો થઈ જાય? શું આવાં લોકો દેશનું કે પ્રજાનું ભલું કરશે?
સુરત     – જિતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

તમારો શોર્ટકટ બીજાં ની જિંદગી નો  શોર્ટકર્ટ બને તે પહેલાં
જીવન માં ક્યાંય કશે શોર્ટકટ નથી. પછી તે રૂપિયા કમાવાની બાબત હોય , સફળતા હોય કે  કશે પહોંચવાનું હોય. ઘરે થી સમયે  ( મોડાં ) નીકળી  સમયસર  પહોંચવાની લ્હાયમાં  દરેક વ્યક્તિ  વાહન વ્યવહાર માટે શોર્ટકટ ( રોંગ સાઇડે  નીકળી જવું) અપનાવતી  હોય છે. પરિણામે  અકસ્માત ને નોંતરે છે. ક્યારેક પોતાને માટે તો ક્યારેક બીજા ની જિંદગી માટે. શહેરના કેટલાક વિસ્તારોમાં તો રોંગ સાઇડ એ જ રાઈટ સાઈડ  બની જાય છે.

આજ રીતે બી.આર .ટી એસ રૂટ માં  બસ ને જોયા વગર વાહનો  નીકળી જતાં હોય છે.  અને અકસ્માત થવાનું બીજું કારણ ઓવર સ્પીડ પણ છે. ટ્રાફિક પોલીસ ન હોય ત્યાં એ અંગેની ફરિયાદ હોય, અને  હોય ત્યાં એને નહીં ગણકારવાની રીત હોય.સ્વયં શિસ્ત માં માનતાં નથી, લાદેલું શિસ્ત ગમતું નથી. તો  ટ્રાફિક  રુલ્સ પાળવાની તમારી , મારી , સૌની  જવાબદારી છે! તમારો શોર્ટકટ બીજાં ની જિંદગી ને શોર્ટ  બનાવે તે પહેલાં.
સુરત    – વૈશાલી શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top