MADHAY PRADESH : કહેવાય છે કે ‘છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી ન થાય”.પરંતુ આ ઘોર કળયુગમાં કઈ પણ થઈ શકે છે.માતાની મમતાને લાંછન લગાવતી આ ઘટના ચૂરારી (CHURARI) ગામે થઈ હતી. જ્યાં ગામમાં 8 માસના એક છોકરાની તેની માતાએ જ કુહાડી મારીને હત્યા કરી દીધી હતી. ઘરથી લગભગ 80 ફુટ દૂર આવેલા રસ્તા પર તેને માતા પુત્રને લઈ ગઈ અને તેને રસ્તા પર સુવડાવીને ડોકમાં કુહાડી મારી દીધી હતી.
જોકે મૃતકની નાની તેને કપડામાં લપેટીને ચંદેર હોસ્પિટલ લઈને પહોંચી હતી. જ્યાં ડોક્ટર પાસે છોકરો છત પરથી પડી ગયો હોવાનું કહીને તપાસ કરાવવામાં આવી હતી. તેને જોઈને ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. પરિવારે આખી રાત કપડામાં શબને લપેટીને ઘરે રાખી મૂક્યું હતું. પોલીસનું કહેવું છે કે માતાની માનસિક સ્થિતિ સારી નથી.
માતા એક સંતથી પ્રભાવિત હતી અને તેના પ્રવચન યુ-ટયુબ પર સાંભળતી હતી. રશ્મિ અને લક્ષ્મણ લોધીના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા. લગ્ન પછી તે તેના પતિની સાથે ઈન્દોરમાં રહેતી હતી. અઢી મહિના પહેલા તે પુત્ર યશરાજની સાથે પોતાના પિયરમાં ચુરારી આવી હતી. જ્યાં તે પોતાની માતા અને બહેનની સાથે રહેતી હતી.
અચાનક જ આ કાલમુખી માં શનિવારે પોતાની બહેન પાસેથી પોતાના પુત્રને લઈને રસ્તા પર લઈ ગઈ અને તેની હત્યા કરી દીધી. મૃતકના નાના જાનકી પ્રસાદે ગામના લોકોની સાથે બીજા દિવસે રવિવારે પોલીસ સ્ટેશને (POLICE STATION) જઈને ઘટનાની માહિતી આપી. એસડીઓપી લક્ષ્મી સિંહ સહિત ટીઆઈ ઘટના સ્થળે પહોંચ્યા. તે પછી એસપી રધુવંશ સિંહ ભદૌરિયા પણ માહિતી મળતા જ ચંદેર પહોંચ્યા. તે પછી આરોપી મહિલાની ધરપકડ કરીને તેને ચંદેરી હોસ્પિટલમાં માનસિક સારવાર (MENTAL TRETMENT) માટે દાખલ કરવામાં આવી હતી.
તેમજ આરોપી મહિલાની નાની બહેન રોશનીએ જણાવ્યું કે શનિવારે સવારે 11 વાગ્યે યશરાજને ખોળામાં લઈને રમાડી રહી હતી. રશિમ તેને ખવડાવતી-ખવડાવતી બહાર જતી રહી હતી. થોડીવાર પછી તે બૂમ પાડતી ઘરની અંદર આવી અને કહેવા લાગી કે બકરો કાપી નાંખ્યો.
જ્યારે હું બહાર ગઈ તો યશરાજ લોહીથી લથપથ હતો. તેને ઉઠાવીને અંદર લાવી અને તેને પૂછ્યું કે શું કર્યું તો કહેવા લાગી જેનો બકરો હતો, તેણે લઈ લીધો. તે પછી આ વાતની જાણ આંગણવાડીમાં કામ કરતી મારી માતા લાડકુંવરને કરવામાં આવી. જે બપોરે તેને ચંદેરી હોસ્પિટલમાં લઈ ગઈ હતી.