જી એસ ટી અંગે વોટ્સ એપ પર એક મેસેજ વાયરલ થયો છે જે વાસ્તવિકતાનો એહસાસ કરાવે છે. છેલ્લા કેટલાક દિવસોથી વિદ્વાન લોકોએ જીએસટી ના દરમાં વધારાને લઇને કેન્દ્ર સરકાર, મોદીની ટીકા કરવાનું શરૂ કર્યું છે.આનો અર્થ એ થયો કે તેમને GST કાઉન્સિલ જે GST ના દરો નક્કી કરે છે તેના વિશે કોઈ જાણકારી નથી. GST કાઉન્સિલમાં 33 સભ્યો હોય છે.કેન્દ્ર સરકારના 2 પ્રતિનિધિઓ અને 31 રાજ્યોના 31 નાણાં મંત્રીઓ .આ વર્ષે કાઉન્સિલના અધ્યક્ષ…અમિત મિત્રા કે જે મોદીજીને નફરત કરે છે એ છે…(તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળ નાણાં મંત્રી) હવે કહો, જો બહુમતીથી ખોટા નિર્ણયો લેવામાં આવે છે, તો કેન્દ્ર સરકારના 2 પ્રતિનિધિઓ અને રાજ્યોના 31 પ્રતિનિધિઓ જવાબદાર છે .31 રાજ્યોના નાણાંમંત્રીઓ GST દર વધારવાનું કાવતરું ઘડે છે કારણ કે રાજ્યોને વધુ પૈસા જોઈએ છે અને વિરોધીઓ માત્ર કેન્દ્ર સરકાર, મોદીને ગાળો આપે છે. (તમારા પોતાના રાજ્યના નાણાં પ્રધાનનું નામ કેમ ન આપો ?) ટૂંકમાં, રાજ્ય સરકારો જીએસટીના દરમાં વધારો કરે છે, કેન્દ્ર સરકાર નહીં. GST વિશે ટીકા કરતાં પહેલાં વાસ્તવિકતા શું છે તે જાણવું જરૂરી છે. કેન્દ્ર સરકારે પ્રજાનો ભ્રમ દૂર કરવા આ બાબતમાં સ્પષ્ટતા કરવી જોઈએ.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.