ડિસેમ્બરમાં લંડન અમેરિકા દુબઇમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમની શરૂઆત થઇ ગઇ હતી. ચીન અને રશિયામાં એ પહેલા જ કરોનાની રસી અપાવવાનું શરૂ થઇ ચૂક્યુ હતુ. ભારતમાં આ સમય દરમિયાન બે કોરોના રસી- ઑક્સવર્ડ એસ્ટ્રાઝેનેકાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્રારા નિર્મિત કોવિશિલ્ડ (CoviShield, SII, Oxford Astrazeneca) અને ભારત બાયોટેક દ્રારા નિર્મિત કોવેક્સિનને (Covaxin, Bharat Biotech) તત્કાલીન ઉપયોગની મંજૂરી મળી ગઇ હતી. 16 જાન્યુઆરીથી ભારતમાં રસીકરણની શરૂઆત થઇ અને વિશ્વ સાથે ભારતમાં પણ કોરોનાનું (Corona Pandemic) જોર થયુ.
જો કે થોડા જ સમયમાં લંડન, નાઇજિરિયા અને દ. આફ્રિકામાં કોરોનાના નવા તાણ (new strain of corona) મળતા માહોલ ગંભીર થઇ ગયો. પરિસ્થિતિ એવી પણ બની કે અમેરિકા લંડન જેવા દેશો કોરોનાનની જે રસી ઉપયોગમાં લઇ રહ્યા છે તે ફાઇઝરની (Pfizer) કોરોના રસી આ નવા તાણ પર અસરકારક ન હોવાથી વિશ્વાના મોટેભાગના દેશો ભારતની SII નિર્મિત કોવિશિલ્ડની માંગ કરવા લાગ્યા (જો કે આજે જ સમાચાર આવ્યા છે જેમાં પુષ્ટિ થઇ છે કે ફાઇઝર નવા સ્ટ્રેન પર અસરકારક છે).
આ સમય દરમિયાન ભારતે ઘણા દેશોને કોવિશિલ્ડના ડોઝ પહોંચાડ્યા. ગુરુવારે એક ટ્વિટમાં WHOના વડા ટેડ્રોસ અધનામે (Tedros Adhanom Ghebreyesus) 60 થી વધુ દેશોમાં કોરોના રસી પૂરી પાડવા બદલ ભારતની પ્રશંસા કરી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલે ફરી એકવાર કોરોના વાયરસ રોગચાળા સામે લડવાના ભારતના પ્રયત્નોની પ્રશંસા કરી છે. તેમણે 60 થી વધુ દેશોમાં કોવિડ -19 રસી મોકલવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) પ્રશંસા કરી હતી, અને એવી આશા વ્યકત કરી હતી કે અન્ય રાષ્ટ્રો પણ ભારતના દાખલાનું પાલન કરશે.
“ભારત અને વડા પ્રધાન @ નરેન્દ્રેમોદીને #VaccinEquity ટેકો આપવા બદલ આપનો આભાર. તમારી #COVAX પ્રત્યેની કટિબદ્ધતા અને # COVID19 રસી ડોઝની વહેંચણી 60 + દેશોને તેમના #healthworkers અને અન્ય અગ્રતા જૂથોને રસી આપવાનું શરૂ કરવામાં મદદ કરી રહી છે. હું આશા રાખું છું કે અન્ય દેશો પણ તમારા દાખલાનું પાલન કરશે.”.
જણાવી દઇએ કે WHO, GAVI, CEPI, UNICEF, વલ્ર્ડ બેંક અને ટોચના કોરોના રસી ઉત્પાદકોએ આખા વિશ્વામાં કોરોના રસીનું સમાન વિતરણ થાય એ માટે જે કાર્યક્રમની શરૂઆત કરી છે તેને COVAX નામ આપવામાં આવ્યુ છે. જે કાર્યક્રમનું લક્ષ્ય છે કે કોઇપણ ગરીબ કે નાનો દેશ કોરોના રસીથી વંચિત ન રહે, ટોચના દેશો કોરોના રસીની સંગ્રહખોરી ન કરે. અને વિશ્વમાં કોરોના રસીનું સરખું વિતરણ થાય
જણાવી દઇએ કે ભારતમાં કોરોનાનું જોર વધતા કેન્દ્રની ચિંતા વધી છે. કેન્દ્રની ઉચ્ચ-સ્તરની બહુ-શિસ્ત ટીમોને કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીર- આ રોજ્યોમાં કોરોના નવા કેસ મોટા પ્રમાણમાં વધતા નિયુક્ત કરવામાં આવી છે.