Gujarat

WHO અને આયુષ મંત્રાલય દ્વારા સંયુકત્ત રીતે પરંપરાગત ચિકિત્સા પર સૌપ્રથમ વાર ગ્લોબલ સમિટનું ગાંધીનગરમાં આયોજન

ગાંધીનગર: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા આયોજિત અને આયુષ મંત્રાલય દ્વારા સહ-યજમાન પરંપરાગત ચિકિત્સા પર આ પ્રકારની પ્રથમ વૈશ્વિક સમિટ (Global Summit) આગામી 17-18 ઓગસ્ટ, 2023 ના રોજ ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાવાની છે. આ સમિટ દેશના વિશાળ અનુભવ અને કુશળતાને ધ્યાનમાં લેશે અને આ અત્યંત અપેક્ષિત ઇવેન્ટ નિષ્ણાતો અને પ્રેક્ટિશનર્સ માટે આ ક્ષેત્રમાં અદ્યતન વૈજ્ઞાનિક પ્રગતિઓ અને પુરાવા-આધારિત જ્ઞાનની શોધ કરવા માટે એક મંચ તરીકે કામ કરશે, જેનો અંતિમ ઉદ્દેશ તમામ માટે આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે.

ડબ્લ્યુએચઓના મહાનિદેશક ડો. ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલની હાજરીમાં આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. જી-20ના આરોગ્ય મંત્રીઓ, ડબ્લ્યુએચઓના પ્રાદેશિક નિયામકો અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના છ પ્રદેશોના દેશોમાંથી આવેલા પ્રસિદ્ધ આમંત્રિતો આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિકો, પરંપરાગત ચિકિત્સાના પ્રેક્ટિશનર્સ, આરોગ્ય કર્મચારીઓ અને નાગરિક સમાજ સંગઠનોના સભ્યો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે.

આ ગ્લોબલ સમિટ ઉપરાંત અહીં એક સીમાચિહ્નરૂપ વિશ્વ અને આયુષ મંત્રાલયની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનું પ્રદર્શન હશે. આ પ્રદર્શન વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સાનું વિસ્તૃત પ્રદર્શન કરે છે અને ‘કલ્પવૃક્ષ’ના રૂપમાં પ્રાકૃતિક પર્યાવરણ સાથે પરંપરાગત ચિકિત્સાની એકબીજા સાથે જોડાયેલી એકતાને પ્રદર્શિત કરશે તેમજ ડબ્લ્યુએચઓ અને આયુષ મંત્રાલયના વિવિધ પ્રાદેશિક કેન્દ્રો દ્વારા સંચાલિત વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિઓ દર્શાવવામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે G-20નું પ્રમુખપદ સંભાળ્યું ત્યારે ‘મહિલાની આગેવાની દ્વારા વિકાસ’ કેવી રીતે થાય, તે ભારતની પ્રાથમિકતા રહી છે. મહિલા 20 (W20) એન્ગેજમેન્ટ ગ્રુપનો ઉદ્દેશ્ય એક એવી દુનિયા બનાવવાનો છે. જ્યાં દરેક મહિલા (woman) ગૌરવ સાથે જીવન જીવે અને અન્ય લોકોની સાથે તેના જીવનમાં પણ પરિવર્તન લાવે. ભારતના G20 પ્રમુખપદ દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં ગુજરાતની સક્રિય ભાગીદારી રહી છે. જે વૈશ્વિક સહયોગ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વેપાર અને નાણાંથી લઈને પર્યાવરણ, પર્યટન અને શહેરી વિકાસ સુધી વૈશ્વિક પડકારોનો સામનો કરવા અર્થપૂર્ણ ચર્ચાઓ અને સહયોગને પ્રોત્સાહન આપવામાં ગુજરાત મોખરે રહ્યું છે.

Most Popular

To Top