સુરતમાં આપ પક્ષની ટિકીટ પર ચુંટાયેલા કેટલાંક કોર્પોરેટરોને હવે ભાજપ પ્રત્યે પ્રેમભાવના જાગી ઉઠી છે. જ્યારે કોર્પો.ની ચુંટણી થતી હતી ત્યારે ભાજપને ખોબા ભરી ભરીને આક્ષેપો, ગાળો કાઢતા હતા તે વખતે ભાજપ તિરસ્કારને પાત્ર હતો. અત્યારે સંવવન કરવી લાયક બની ગયો છે, આ બધી કરામત ભાજપને પરવડે છે. અલ્યા તમારી તો બહુમતી છે જ પછી નાક કપાવી કોંગ્રેસને શા માટે અપશુક્ન કરાવો છો ? વળી અમે આમેય આપ પક્ષને ભાજપનો ગેરકાયદે જન્માવેલો દિકરો સમજતાજ હતા. પ્રથમ તેણે સારી છાપ જમાવી પરંતુ પાપ છાનું રહેતું નથી હવે ખરૂં સ્વરૂપ દેખાડયું છે. હવે બાકીના ક્યારે ભાજપમાં ભરાઈ જાય છે, તે જોવું રહ્યું. તેણે માત્ર કોંગ્રેસને હરાવવા જ આપને ઉભી કરેલી. ભાજપે આમેય નીતિમત્તાનો કચ્ચણઘાણ કાઢી નાંખ્યો છે અને કાયદો વ્યવસ્થા તો તેણે રહેવા જ દીધી નથી. ખૂન કેસમાં જામીન મળે એટલે કેન્દ્રીય પ્રધાન, મોદીના કહેવાથી આરોપીને હારતોરા કરવા જેલને દરવાજે ઉભા થઈ જાય, એવી ભારતીય સંસ્કૃતિની બદનામી માત્ર ભાજપને જ પરવડે. મ.પ્ર. અને કર્ણાટકમાં તેણે ધારાસભ્યો ખરીદી વિપક્ષમાંથી સત્તાધીશ બની નીતિ મતાનું ધનોતપજોત તો કાઢી નાંખ્યુ. હવે વધુ નીચા જઈને કોર્પોરેટરોને ફોડવા લાગી છે. કોર્પોરેટરો ભાજપ સામે લડીને લોક-આક્રોશનો લાભ લહી ચુંટાયેલા હતા. હવે તેમનામાં શરમ જેવું કંઈ બાકી રહ્યું હોય. જો કોર્પો.માંથી રાજીનામા આપે અને ચુંટાય આવે.
– ભરતભાઈ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
‘આપ’ના પક્ષ-પલ્ટુ કોર્પોરેટરો હવે કોના ?
By
Posted on