ટેક્સાસ: અમેરિકા(america)ના ટેક્સાસ(Texas)માં ભારતીય(Indian) વિદ્યાર્થી(Studant) સાથે મારપીટ(Battering) કરતો હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં એક ગોરો વિદ્યાર્થી ભારતીય વિદ્યાર્થીનું ગળું દબાવતો જોવા મળે છે. જો કે આ મામલે શાળાએ કરેલી કાર્યવાહીએ લોકોને ચોંકાવી દીધા છે. શાળા દ્વારા આ ઘટનામાં ભેદભાવપૂર્ણ વલણ અપનાવવામાં આવ્યું છે. સ્કૂલે આ ઘટનાનો ભોગ બનેલા છોકરાને જ ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કર્યો છે, જ્યારે ગળું દબાવનારા વિદ્યાર્થીને માત્ર એક દિવસની સજા જ કરવામાં આવી છે.
ગળું દબાવી વિદ્યાર્થીને કોણીથી દબાવવામાં આવ્યો
વાયરલ થયેલા વિડીયોમાં બે વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે. જે પૈકી એક ગોરો વિદ્યાર્થી ભારતીય વિદ્યાર્થી સાથે વાતચીત કરતો હોય છે. બેંચ પર બેસેલા ભારતીય વિદ્યાર્થીને ગોરો વિદ્યાર્થી ઊભા થવાનું કહે છે. જ્યારે તે ઊઠવાનો ઈનકાર કરે છે તો ગોરો વિદ્યાર્થી નારાજ થઈને તેનું ગળું દબાવી દે છે. ત્યારબાદ ગળું દબાવીને તેને સીટ પરથી ઉઠાડીને બેન્ચ પરથી નીચે પાડી દે છે. બાદમાં તેને પાછળથી કોણી વડે માર મારે છે.
ડલાસની કોપ્પેલ મિડલ સ્કૂલમાં બની હતી ઘટના
આ ઘટના 11 મેના રોજ ડલાસની કોપેલ મિડલ સ્કૂલમાં બની હતી. બાળકના સહપાઠીઓએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. નોર્થ અમેરિકન એસોસિએશન ઑફ ઇન્ડિયન સ્ટુડન્ટ્સે ટ્વીટ કર્યું કે આ ઘટના બાદ સ્કૂલે ભારતીય બાળકને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધો છે, જ્યારે તેની સાથે ગેરવર્તન કરનાર વિદ્યાર્થીને માત્ર એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સ્કૂલના આ પગલાની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે.
ગેરવર્તન કરનાર વિદ્યાર્થીને ઓછી સજા મળતા લોકો નારાજ
સ્કુલ દ્વારા ભગો બનેલા ભારતીય બાળકને ત્રણ દિવસ માટે અને ગેરવર્તન કરનાર વિદ્યાર્થીને માત્ર એક દિવસ સસ્પેન્ડ કરતા લોકોમાં રોષ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર એની નિંદા કરવામાં આવી રહી છે.