Business

ભારતનો કયો વિસ્તાર જૈવવૈવિધ્યથી સમૃદ્ધ છે?

ભારતની વન્ય જીવન સંસ્થા ‘WWI’ એ ગંગા નદીના મુખ્ય પ્રવાહની બીજી મોજણીમાં જણાવ્યું છે કે આ નદીનો 49% હિસ્સો ઊંચું જૈવવૈવિધ્ય ધરાવે છે. તે નદીના પ્રવાહમાં કઇ માછલીઓની સંખ્યા વધી? તેના પ્રવાહમાં ડોલ્ફીન અને ઓટર માછલીઓની સંખ્યા વધી છે. કોઇ સમગ્ર નદીના જૈવવૈવિધ્ય વિશે અંદાજ મેળવવામાં આવ્યો હોય તેવું આ પહેલવહેલું સંશોધન છે. ઉચ્ચ જૈવવૈવિધ્યના વિસ્તારને કેટલા ઝોનમાં વહેંચી નાંખવામાં આવ્યું? તે વિસ્તાર છ ઝોનમાં વહેંચી નાંખવામાં આવ્યો. આ સંશોધનમાં કઇ આવકાર્ય હકીકત બહાર આવી? આ સંશોધનમાં એક આવકાર્ય હકીકત એ બહાર આવી હતી કે ઘણી પ્રજાતિઓ અગાઉ ગંગા નદીના મુખ્ય પ્રવાહમાંથી અદૃશ્ય થઇ ગઇ હતી તે ફરી દેખાવા લાગી છે.

ગંગા નદીના જૈવવૈવિધ્ય સામે એક પડકાર અનુકૂળ વસાહતો માટે અછતની પરિસ્થિતિ છે. કર્ણાટક રાજયના જૈવવૈવિધ્ય બોર્ડે કયો નિર્ણય કર્યો? ત્યાંના જૈવવૈવિધ્ય બોર્ડે ચાર વધારે વિસ્તારોને ‘જૈવવૈવિધ્યના વારસાનાં સ્થળો’ તરીકે જાહેર કરવાનો નિર્ણય કર્યો. કોઇ વિસ્તારને ‘જૈવવૈવિધ્યના વારસાના સ્થળ’ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા એ તે વિસ્તારની સમૃધ્ધ અને અજોડ નિવસન પ્રણાલીઓને રક્ષણ પૂરું પાડવામાં મદદરૂપ બને છે. ભારતનો પશ્ચિમ ઘાટ વિસ્તાર જૈવવૈવિધ્યથી સમૃધ્ધ છે. તે અરબી સમુદ્રને સમાંતર આગળ વધે છે અને ગુજરાતથી ૧૫૦૦ કિ.મી. આગળ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરાલા થઇને તામિલનાડુ સુધી પહોંચે છે. આ વિસ્તાર જૈવવૈવિધ્યથી ઘણો સમૃધ્ધ છે. તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!

ભારતની વન્ય જીવન સંસ્થા (WWI) એ પોતાની ગંગા નદીના મુખ્ય પ્રવાહની બીજા તબકકાની મોજણી (જેમાં ગંગા નદીમાંથી વહી જતી બીજી નાની નદીઓનો સમાવેશ થતો નથી) અંગેના સંશોધનમાં જણાવ્યું છે કે આ નદીનો 49% હિસ્સો ઊંચું જૈવવૈવિધ્ય ધરાવે છે. ગંગા નદીમાં ડોલ્ફીન માછલીઓ અને ઓટર માછલીઓની સંખ્યા વધી છે. આ હકીકતમાં નદીમાં ઘટેલા પ્રદૂષણના સ્તરો સૂચિત કરે છે અને તે આ નદીના પ્રવાહની વધારે આરોગ્યપ્રદ સ્થિતિનો સંકેત આપે છે.

કોઇ સમગ્ર નદીના જૈવવૈવિધ્ય અંગે અંદાજ મેળવવામાં આવ્યો હોય તેવું આ પ્રકારનું આ પહેલું સંશોધન છે

આ અભ્યાસ સંશોધન ભારતની વન્ય જીવન સંસ્થા ‘WWI’ દ્વારા કેન્દ્રિય જળસંસાધન મંત્રાલયના પ્રતિનિધિ તરીકે હાથ ધરવામાં આવ્યું હતું, જેનો હેતુ ગંગા નદીના શુદ્ધિકરણનો હતો. આ મોજણી અંગેનો પહેલો તબકકો વર્ષ ૨૦૧૭-૧૯ ના સમયગાળા દરમ્યાન હાથ ધરવામાં આવ્યો હતો. કોઇ સમગ્ર નદી વિશે અભ્યાસ સંશોધન હાથ ધરવામાં આવ્યું હોય અને તેના જૈવવૈવિધ્ય વિશે અંદાજ મેળવવામાં આવ્યો હોય તેવું આ પ્રકારનું આ પહેલવહેલું સંશોધન છે. ગંગા નદી અને ગંગા નદીમાંથી વહી જતી બીજી નાની નદીઓ ભારતના કુલ ૧૧ રાજયમાંથી વહે છે. તે ભારતના ભૌગોલિક વિસ્તારનો 26.3 % હિસ્સો આવરી લે છે પરંતુ ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પાંચ રાજય ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે.

પ્રાણીઓની ઘણી પ્રજાતિઓ ગંગા નદીના પ્રવાહમાં પરત આવી રહી છે

ઉચ્ચ જૈવવૈવિધ્ય ધરાવતા કુલ એરિયાનો 10% એરિયા રાષ્ટ્રીય પાર્ક અને અભયારણ્ય જેવા કે ઉત્તરાખંડનો રાજાજી નેશનલ પાર્ક, ઉત્તર પ્રદેશનું વન્યજીવન અભયારણ્ય અને બિહારના વિક્રમશીલા ગંગા નદીના ડોલ્ફીન માછલી અભયારણ્યમાં છે.
– ઉચ્ચ જૈવવૈવિધ્યના આ વિસ્તારને છ ઝોનમાં વહેંચી નાંખવામાં આવ્યો છે. તેઓ છે; દેવપ્રયાગથી ઋષિકેશ (૬૧ કિ.મી.), મકદમપુરથી નરોરા (૧૪૭ કિ.મી.), ભીતૈારાથી ગાઝીપુર (૪૫.૪ કિ.મી.), છાપરાથી કહાલગાંવ (૨૯૬ કિ.મી.), સાહિબગંજથી રાજમહલ (૩૪ કિ.મી.) અને બહેરામપુરથી બરાકપોર (૨૪૬ કિ.મી.)

આ અભ્યાસ સંશોધનમાં એક સુખદ હકીકત એ બહાર આવી છે કે ઘણી પ્રજાતિઓ કે જેઓ પહેલા ગંગા નદીના મુખ્ય પ્રવાહમાં જોવા મળતી હતી અને ત્યાર બાદ તે અદૃશ્ય થઇ ગઇ હતી, તે હવે ત્યાં ફરીથી દેખાવા લાગી છે. ‘સીબોલ્ડ્‌સ’ કે જે પાણીના સાપની એક પ્રજાતિ છે તે આજથી ૮૦ વર્ષ પહેલાંં અદ્રશ્ય થઇ ગઇ હતી, તે હવે પાછી દેખાવા લાગી છે. પદૂર માછલીની વસાહતો હવે જોવા મળી રહી છે. પ્રાણીઓની ઘણી પ્રજાતિઓ કે જેઓ ગંગા નદીની ટ્રીબ્યુટરીઓ (મુખ્ય નદીમાંથી વહી જતી નાની નદીઓ) માં જતી રહી હતી, તેઓ હવે ગંગા નદીના મુખ્ય પ્રવાહમાં પાછી ફરી રહી છે. આ બતાવે છે કે ગંગા નદીના પાણીની ગુણવત્તામાં સુધારો થયો છે.

હાલમાં ગંગા નદીના જૈવવૈવિધ્ય સામે કયા પડકારો છે?

– અનુકૂળ વસાહતો માટેની સ્થિતિની અછત વર્તાઇ રહી છે.
– પાણીના ધસમસતા વહેણને અંકુશમાં રાખવા માટે ઊભા કરવામાં આવેલા અંતરાયો, કાંઠા વિસ્તારમાં બદલાવ વગેરે જૈવવૈવિધ્ય સામેના પડકારો છે. આ પરિસ્થિતિના એક ઉપાય તરીકે જૈવવૈવિધ્ય ઓછું થવાને કારણે અથવા ગુમાવવાને કારણે પર્યાવરણ પર શી અસર થાય છે તે અંગે લોકજાગૃતિની જરૂરિયાત છે.

કર્ણાટકના ચાર વધુ વિસ્તારોને જૈવવૈવિધ્ય વારસાનાં સ્થળો તરીકે જાહેર કરવામાં આવ્યાં

કર્ણાટકના જૈવવૈવિધ્ય બોર્ડે રાજયના ચાર વધુ વિસ્તારોને ‘જૈવવૈવિધ્યના વારસનાં સ્થળો’ તરીકે જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ જૈવવૈવિધ્યના વારસાનાં સ્થળોને અજોડ અને કઠણ છતાં બરડ નિવસન પ્રણાલીઓ ગણવામાં આવે છે. આ નિવસન પ્રણાલીઓમાં દરિયાઇ નિવસન પ્રણાલીઓ, કિનારાના અને અંદરના પાણીનો ઉપરાંત જમીની અને સૂકા વિસ્તારનો સમાવેશ થાય છે. કોઇ વિસ્તારને ‘જૈવવૈવિધ્યના વારસાના સ્થળ’ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા એ તે વિસ્તારની સમૃધ્ધ અને અજોડ નિવસન પ્રણાલીઓને રક્ષણ પૂરું પાડવામાં મદદરૂપ બને છે.

ભારતનો પશ્ચિમઘાટ વિસ્તાર જૈવવૈવિધ્યથી સમૃધ્ધ છે

તે વૈશ્વિક પશ્ચિમઘાટ – શ્રીલંકા જૈવવૈવિધ્ય હોટસ્પોટનો એક હિસ્સો છે. આ અગત્યનો જૈવ ભૌગોલિક વિસ્તાર અરબી સમુદ્રને સમાંતર આગળ વધે છે અને ગુજરાતથી ૧૫૦૦ કિ.મી. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરાલા સુધી આગળ વધીને તામિલનાડુ સુધી પહોંચે છે. અહીંના વિશિષ્ટ સંકુલ પરિબળોને કારણે વિશ્વના આ વિસ્તારમાં વિવિધતાપૂર્ણ હવામાનની અને ચોમાસાના વાતાવરણની સ્થિતિ હાવી થાય છે. આ જૈવવૈવિધ્ય વિસ્તારમાં વનસ્પતિઓનું અને પ્રાણીઓનું ‘એન્ડેમીઝમ’ ઘણું ઊંચુ છે. આ ‘એન્ડેમીઝમ’ એટલે કે જે તે જાતિઓની વનસ્પતિઓ કે પ્રાણીઓનું ફકત દુનિયાના આ જ વિસ્તારમાં મળવું અને દુનિયામાં બીજે કયાંયે નહિ.

આ જૈવ ભૌગોલિક વિસ્તારમાં છોડવાઓની કુલ ૧૯૭૪ પ્રજાતિઓ છે જેમાંની ૧૨૬૯ પ્રજાતિઓ ફકત આ જ વિસ્તારમાં જોવા મળે છે, દુનિયામાં બીજે કયાંયે નહિ! ફૂલો આપતા છોડવાઓની અહીં ૫૦૦૦ પ્રજાતિઓ છે. તેઓ વિષુવવૃત્તિય ટ્રોપીકલ જંગલો સિવાયની પ્રજાતિઓ છે. પશ્ચિમ ઘાટનાં જંગલો કે જેઓ વધારે ઊંચાઇએ વૃધ્ધિ વિકાસ પામે છે. તેઓ તેમની વાનસ્પાતિક સમૃધ્ધિ માટે જાણીતાં છે. તેઓ એવરગ્રીન જંગલો છે.

અહીં સસ્તન પ્રાણીઓની ૧૨૦ પ્રજાતિઓ, પક્ષીઓની ૫૦૦ પ્રજાતિઓ, સરીસૃપ પ્રાણીઓની ૨૨૫ પ્રજાતિઓ, માછલીઓની ૨૮૮ પ્રજાતિઓ અને પતંગિયાઓની ૩૩૦ પ્રજાતિઓ છે. જમીન પર પણ અને પાણીમાં રહેનારા એમ્ફીબીઅનોની ૨૨૦ પ્રજાતિઓ છે. દુનિયાના સૌથી વધારે હાથીઓ આ વિસ્તારમાં છે.

કયા ચાર વધારે વિસ્તારોને જૈવવૈવિધ્યના વારસાનાં સ્થળો જાહેર કરવામાં આવ્યાં?

કર્ણાટક જૈવવૈવિધ્ય બોર્ડે કોલારના ‘અંતારા ગંગે બેટ્ટા’ ચીકજબલપુરના ‘આદિનારાયણ સ્વામી બેટ્ટા’, ‘તેલા મંગલાન મહીમા રંગ બેટ્ટા’ બેંગ્લોર અને દક્ષિણ કન્નડાના કુમારધારા નદીના જળાશય પરના ઉરૂમ્બી વિસ્તારને જૈવવૈવિધ્યના વારસારૂપ સ્થળો તરીકે જાહેર કરવાનો એક ઠરાવ પસાર કર્યો હતો. ‘અંતારા ગંગે બેટ્ટા’ એ અજોડ અને નિરંતર રીતે આખા વર્ષ દરમ્યાન વહેતા પાણીનું સ્ત્રોત બની રહ્યું છે. ગુડીબંદે તાલુકામાં આવેલું ‘આદિ નારાયણ સ્વામી બેટ્ટા’ ચીકજબલપુર ઘણી શુષ્ક પટ્ટાની પ્રજાતિઓ ધરાવે છે જેને સ્થાનિક લોકો દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top