World

પાકિસ્તાનનાં કયા વડાપ્રધાનને લાદેન ફંડ આપતો હતો?

અલ કાયદા (AL KAYDA ) ના આતંકી ઓસામા બિન લાદેન ( OSAMA BIN LADEN) પાકિસ્તાન (PAKISTAN) ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ ( NAWAZ SHARIF) ને ફંડ આપતો હતો. એટલું જ નહીં તેમને લાદેનનો પૂરો ટેકો પણ હતો. આ ખુલાસો કર્યો છે – સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રતિનિધિ અને નવાઝ કેબિનેટનો એક ભાગ રહી ચૂકેલા અબીદા હુસેને (ABIDA HUSAIN) . એક્સપ્રેસ ટ્રિબ્યુને આબીદાને ટાંકીને કહ્યું કે હા! એક સમયે લાદેને નવાઝ શરીફની મદદ કરી હતી. જોકે આ એક જટિલ વાર્તા છે. લાદેને નવાઝને આર્થિક મદદ કરી.

નવાઝ શરીફ ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેની ઉપર આતંકવાદીઓ પાસેથી આર્થિક મદદ માંગવાના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ તેનો ઉપયોગ કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે કર્યો હતો. તે ઓસામા બિન લાદેનના છેલ્લા સમય દરમિયાન આખી દુનિયાને ખબર પડી હતી. વર્ષ 2011 માં અમેરિકાએ લાદેનને પાકિસ્તાનના અબેટાબાદમાં મધ્યરાત્રિએ એક ખાસ ઓપરેશનમાં ઉતારી દીધો હતો. ત્યાં સુધી પાકિસ્તાને લાદેનને તેના દેશમાં હોવાનો ઇનકાર કર્યો હતો.

વર્ષ 2016 માં એક પુસ્તકે નવાઝને અલ કાયદા પાસેથી ફંડ લેવાનું પણ કહ્યું હતું. ભૂતપૂર્વ આઈએસઆઈ ઓપરેટિવ ખાલીદ ખ્વાજાની પત્ની શમ્મા ખાલીદે તેમની પુસ્તક ખાલીદ ખ્વાજા: શહીદ-એ-અમને જાહેર કર્યું કે નવાઝે લાદેન પાસેથી ભંડોળ લઈને બેનઝિર ભુટ્ટો ( BENJHIR BHUTTO) ની સરકારને પછાડી હતી.તાજેતરમાં શાસક પક્ષ તહરીક-એ-ઇન્સાફના સાંસદ ફરરૂખ હબીબે પણ આરોપ લગાવ્યો હતો કે નવાઝે બેનઝિર ભુટ્ટોની સરકારને લાદેનથી 1 કરોડ ડોલર લઈને ઉથલાવી દીધી હતી.

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને અલ કાયદાના આતંકી ઓસામા બિન લાદેન વચ્ચેના સંબંધો વિશે મોટો ખુલાસો થયો છે. નવાઝ શરીફના પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેન સાથેના સંબંધો બાદ ખુલાસાઓ થતાં ખળભળાટ મચી ગયો છે.

હકીકતમાં, એક અગ્રણી મીડિયા હાઉસે યુએસમાં પાકિસ્તાનના રાજદૂત આબીદા હુસેનને ટાંકીને કહ્યું છે કે ઓસામા બિન લાદેને પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને સમર્થન અને ભંડોળ પૂરું પાડ્યું હતું. પાકિસ્તાની રાજદ્વારી આબીદા હુસેન નવાઝ શરીફની નજીક હોવાનું કહેવાય છે. આબીદા હુસેન રાજદૂત ઉપરાંત તે કેન્દ્રીય પ્રધાન પણ રહી ચુકી છે.

તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન નવાઝ શરીફે ચૂંટણી હાર્યા બાદ અમેરિકાના રાજદૂત બનાવીને આબીદા હુસેનને ઈનામ આપ્યા હતા. નવાઝ શરીફે પણ પછીના કાર્યકાળમાં આબીદા હુસેનને તેમના પ્રધાનમંડળમાં શામેલ કર્યા. પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફના સભ્ય ફારૂક હબીબના આરોપ બાદ આબીદાનું નિવેદન આવ્યું છે. જેમાં હબીબે કહ્યું કે નવાઝ શરીફે દેશમાં વિદેશી ભંડોળનો પાયો નાખ્યો અને બેનઝિર ભુટ્ટોની સરકારને પછાડવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા ઓસામા બિન લાદેન પાસેથી ભંડોળ લીધું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top