ઓડિશા (odisa)માં બે દાયકા બાદ ગેંગરેપ (gangrape)ના સનસનાટીભર્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ઓડિશામાં આઈએફએસ અધિકારીની પત્ની સાથે ગેંગરેપના સનસનાટીભર્યા કેસમાં મુખ્ય આરોપી (accused) મહારાષ્ટ્ર (maharastra)માં પકડાયો હતો. મહિલાએ મુખ્ય આરોપીને ફાંસીની સજાની માગ કરી છે. આ કેસને પગલે 1999 માં ઓડિશાના તત્કાલીન મુખ્યમંત્રી (cm) જે.બી.પટનાયકને રાજીનામું આપી દેવું પડ્યું હતું.
આરોપીને પકડવા સંયુક્ત કામગીરી ચલાવવામાં આવી
ભુવનેશ્વર-કટક પોલીસ કમિશનર એસ સારંગીએ સોમવારે જણાવ્યું હતું કે બિસ્વાલે ઉર્ફે બિબેનને લોનાવાલા મહારાષ્ટ્રમાં આવેલી આંબી વેલીમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. તેણે જણાવ્યું કે બિબેન ત્યાં જલંધર સ્વૈનના નકલી ઓળખવાળા પ્લમ્બર (plumber) તરીકે કામ કરતો હતો. અધિકારીએ જણાવ્યું કે આરોપીને પકડવા માટે ત્રણ મહિના પહેલા ‘પરેશન સાઇલેન્ટ વાઇપર’ (Operation silent viper) શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ થઈ શકે છે.
પહેલાથી જ બેની ધરપકડ થઈ ચુકી છે
આ સામૂહિક બળાત્કારના કેસ બાદ રાજ્યભરમાં વ્યાપક આક્રોશ બાદ તત્કાલિન મુખ્યમંત્રીને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે આ કેસમાં ત્રણ આરોપીઓ હતા, જેમાંથી પહેલાથી જ બેની ધરપકડ કરવામાં આવી હતી અને દોષી ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ બિબેન બે દાયકાથી વધુ સમયથી ફરાર હતો. જેને હાલ પકડવામાં પોલીસે સફળતા મેળવી છે.
એક ગુનેગારનું મોત પણ નીપજ્યું છે
આ કેસમાં ગુનેગાર પ્રદીપ સાહુ ઉર્ફે પડિયાનું ગત વર્ષે ફેબ્રુઆરીમાં અહીંની કેપિટલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પડિયાની ધરપકડ 15 જાન્યુઆરી, 1999ના રોજ કરવામાં આવી હતી. ખુર્દા ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજે તેમને અને ટુના મોહંતીને 2002 માં દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. જેથી આ નિર્ણયને હાઇકોર્ટે પણ માન્ય રાખ્યો હતો.
પીડિતાએ આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી,
9-10 જાન્યુઆરી, 1999 ની રાત્રે ત્રણેય દોષિતોએ બરંગા નજીક મહિલાની ગાડી અટકાવી ગેંગરેપ કર્યો હતો. આ મહિલા કટકની એક પત્રકાર મિત્ર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ હવે બિબેનને સીબીઆઈને સોંપશે, જે તેમને સત્તાવાર રીતે ધરપકડ કરશે. મહિલાએ મુખ્ય આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે.