બેંગ્લોરમાં ગયા રવિવારે ઓડી ( oddi) ડ્રાઇવર એક ઓટોરિક્ષા ( auto riksha) અને બે મોટર સાયકલને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. પોલીસે હવે આ કારની ઓળખ કરી લીધી છે. પોલીસ સૂત્રોના અહેવાલમાં ટાંકવામાં આવ્યુ છે કે આ કાર શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના ( raj kundra) નામે નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, તેઓએ બે મહિના પહેલા તેનું વેચાણ કર્યું હતું.
પોલીસે કહ્યું, અમને મુંબઈના આરટીઓ અધિકારીઓ પાસેથી ખબર પડી કે કારનો માલિક રાજ કુંદ્રા છે, જે શિલ્પા શેટ્ટીનો ( shilpa shetty) પતિ છે. તેમના મેનેજરે અમને કહ્યું કે બે મહિના પહેલા તેઓએ કાર બેંગલુરુમાં એક કાર વેપારીને વેચી હતી. વાહનના કાગળો ઉપર હજી રાજ કુંદ્રાનું નામ હતું, જે બદલાયું નથી.
પોલીસે કાર વેપારીની ઓળખ બીએમટી લેઆઉટ સ્ટેજનો રહેવાસી મોહમ્મદ સાહેબ (27) તરીકે કરી હતી. વળી, જાણવા મળ્યું હતું કે અકસ્માત સમયે સાહેબ કાર ચલાવતો હતો. જ્યારે પોલીસ તેમની સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું, હું ખૂબ જ ડરી ગયો હતો. તેથી હું સ્થળ પર અટક્યો નહીં. અકસ્માતમાં વાહનને થયેલા નુકસાનનું વળતર આપવા તૈયાર છું.
પ્રસંગ રવિવારે બપોરે 2: 45 વાગ્યે છે. એમ.એચ.-02-બીપી -0010 નંબરની ઓડી આર 8 એ સેન્ટ માર્ક્સ રોડ નજીક આવેલી એક હોટલ નજીક ઓટોરિક્ષા અને બે મોટર સાયકલને ટક્કર મારી હતી. કોઈ પણ કંઇ સમજે તે પહેલાં, કાર ગાયબ થઈ ગઈ હતી. ઓટોડ્રાઇવર્સ અને મોટરસાયકલ સવારોને સામાન્ય ઇજાઓ પહોંચી છે, પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું છે. કબન પાર્ક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હિટ એન્ડ રનનો કેસ નોધયો હતો.
રાજ કુંદ્રના નામે વિવાદોનો અંત નથી ત્યારે હજુ એક વિવાદ પણ સામે આવ્યો છે જેમાં જ્યારે સાગરિકા શોના વીડિયો પ્રેસ રિલીઝમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનું નામ આવ્યુ ત્યારથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચી છે. રાજ કુન્દ્રાનું નામ ભૂતકાળમાં જુદા જુદા વિવાદોમાં રહ્યું છે, પરંતુ આ વખતે એક મોડેલે સીધો નામ લઇને તેના પર આરોપ લગાવ્યો છે. દરમિયાન સાગરિકા શોનાનું નિવેદન પ્રકાશિત કરતી મીડિયા સંસ્થાઓને રાજ કુંદ્રા તરફથી ધમકીભર્યા કોલ આવવાનું શરૂ થયું છે અને તેમને માનહાનિના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે.
રાજ કુંદ્રા વતી એક મીડિયા હાઉસને સાગરિકા શોના કેસમાં કથિત નોટિસ મોકલવામાં આવી છે, તેમજ અન્યને કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. ધમકી આપતી મહિલાએ તેનું નામ રીના રાખ્યું હતું અને સાગરિકા શોનાના અસ્તિત્વ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.