ચમોલી ( CHAMOLI) ઉત્તરાખંડ ( UTTRAKHAND) સ્થિત ચમોલી દુર્ઘટનામાં રાજ્ય પોલીસમાં હેડ કોન્સટેબલ તરીકે કામ કરતો 4૨ વર્ષનો મનોજ ચૌધરી ( MANOJ CHAUDHARY) પણ ગુમ થયો હતો. એક દિવસ પછી સોમવારે તેનો મૃતદેહ સ્થળથી 110 કિલોમીટર દૂર કર્ણપ્રયાગ ખાતેના અલકનંદા અને પિંદર નદીઓના ઘાટ પરથી મળી આવ્યો હતો.
અહેવાલ અનુસાર મનોજના મોટા ભાઈએ કહ્યું કે, “આ એક યોગાનુયોગ છે, પરંતુ ઉપરના વ્યક્તિ માટે આશીર્વાદ હતો કે તેનું શરીર તેના પૂર્વજોના ઘાટ પર પહોચીને રોકાઈ ગઈ.” આ ઘાટ આપણા પૂર્વજ ગામ કાનુડીની નજીક છે. ઋષિ ગંગા નદી ધૌલી ગંગાને મળે છે, જે આગળ અલકનંદામાં પડે છે.
આશરે 20 વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશ પોલીસમાં જોડાયેલા ચૌધરીએ જ્યારે ઉત્તરાખંડ એક અલગ રાજ્ય બન્યું ત્યારે પહાડોમાં રહેવાનું પસંદ કર્યું હતું. જાન્યુઆરીના મધ્યભાગ સુધીમાં તે ગોપેશ્વરમાં પોલીસ લાઇનમાં હતો. પૂરના માત્ર 15 દિવસ પહેલા જ ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ પર પોસ્ટ કરાયા હતા.
ચૌધરીના ભાઈ અનિલે જણાવ્યું હતું કે ‘મને પોલીસનો ફોન આવ્યો હતો કે મને મનોજ અને અન્ય પોલીસકર્મી ઋષિ ગંગા સ્થળ પરથી ગુમ થયાની માહિતી મળી હતી. હું ઘટના સ્થળે પહોંચ્યો અને તેના સાથીદારોએ મને કહ્યું કે પૂરનું પાણી તેમને તેમની સાથે ખૂબ દૂર લઈ ગયું છે. હું ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે મને કર્ણપ્રયાગમાં ચાર લાશની તસવીરો મળી. મનોજ તેમાંથી એક હતો.
સાથી પોલીસકર્મીઓએ શું કહ્યું?
અકસ્માતમાં માર્યા ગયેલા ચૌધરી અને કોન્સ્ટેબલ બલબીરસિંહ ગડિયા (58) ની સાથે ફરજ પર રહેલા દેહરાદૂન કોન્સ્ટેબલ સુરેશ ભંડારી અને કોન્સ્ટેબલ ( CONSTEBLE) દીપરાજે જણાવ્યું હતું કે, ‘દીપરાજ અને હું મુખ્ય દરવાજા પર હતા અને મનોજ અને બલબીર ઓરડામાં હતા . મેં રૈની ગામથી આવતો અવાજ સંભળાયો અને થોડીવારમાં જ ધૂળનો વાદળ અમારી સામે આવ્યો. હું અને દીપરાજ રસ્તા તરફ દોડવા લાગ્યા. મેં બલબીર અને મનોજને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ફસાઈ ગયા હતા.
ઉત્તરાખંડ પોલીસના મુખ્ય પ્રવક્તા નિલેશ આનંદે જણાવ્યું હતું કે, મૃતક પોલીસ કર્મચારીઓના પરિવારજનોને સરકારના નિયમ મુજબ વળતર મળશે. જણાવી દઈએ કે આ ભયાનક દુર્ઘટનામાં માર્યા ગયેલા બંને પોલીસ કર્મચારી હેડ કોન્સ્ટેબલ મનોજ ચૌધરી અને કોન્સ્ટેબલ બલવીરસિંહ ગડીયાને બુધવારે રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે દુર્ઘટનામાં મરી જવાનું ખૂબ દુખ વ્યક્ત કર્યું હતું.