Sports

IPLમાં આટલા પૈસા ક્યાંથી આવે છે, ટીમના માલિકોની કમાણી અને BCCIનાબિઝનેસ મોડલનું સત્ય સમજો

IPLનો પોતાની એક અલગ જ ફ્લેવર છે. રંગીન ક્રિકેટ, ફુલ ઓફ કલર્સ, ડાન્સ, રોમાંચ, એક્શન અને ગ્લેમરનો તડકો. વિદેશી ખેલાડીઓ બે મહિના માટે ફેમિલી પિકનિક કરવા ભારત આવે છે. કદાચ તેથી જ કેટલાક લોકો તેને ઈન્ડિયન પ્રીમિયર લીગને બદલે ઈન્ડિયન ફેમિલી લીગ અને ઈન્ડિયન પૈસા લીગ પણ કહે છે. કારણ કે ટીમો પાણીની જેમ પૈસા વહાવે છે. ટુર્નામેન્ટમાં ઘણો ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ક્રિકેટના આ તહેવારની ઉજવણી માટે પૈસા ક્યાંથી આવે છે. ફ્રેન્ચાઇઝીને કેવી રીતે ફાયદો થાય છે? BCCI IPLની એક સિઝનમાંથી કેટલા પૈસા કમાય છે? IPLના આ બિઝનેસ મોડલને સરળ ભાષામાં સમજો.

શરૂઆતથી જ શરૂ કરીએ
મિત્રો, IPLમાં આવકના એક કે બે સ્ત્રોત નથી પરંતુ આવકના ઘણા સ્ત્રોત છે. આ રમતમાં દરેક પગલે નેમ ઓફ ફેમ છે. મૂળભૂત રીતે સેન્ટ્રલ રેવેન્યૂ કમાણીનો સૌથી મોટો હિસ્સો શેર થાય છે, તેમાં બે બાબતો છે. પ્રથમ મીડિયા રાઇટ્સ અને બીજા ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ, જેમાંથી BCCI અને ફ્રેન્ચાઇઝી તેમના નફાના 70 ટકા મેળવે છે.

મીડિયા અને ડિજિટલ રાઈટ્સ
આ બંને રાઇટ્સ ટીવી પર આઈપીએલ લાઈવ બતાવવા માટે ચેનલો દ્વારા ચૂકવવામાં આવતી કિંમત છે. સેટેલાઇટ ટીવી ચેનલો ભારે કિંમત ચૂકવીને મીડિયાના અધિકારો ખરીદે છે. બીસીસીઆઈ આમાંથી અડધી આવક રાખે છે અને બાકીની અડધી તમામ ટીમોમાં વહેંચી દે છે. વર્ષ 2008માં એટલે કે પ્રથમ સિઝન દરમિયાન જ, સોનીએ આગામી 10 વર્ષ માટે ટૂર્નામેન્ટના ટીવી અધિકારો ખરીદ્દયા હતા. તે ખોટ કરી રહેલા સેટ મેક્સ માટે એક વિશાળ જુગાર હતો, અને તેના માટે સારો સાબિત થયો. સોનીએ તે સમયે આ રાઇટ્સ 8,200 કરોડમાં મેળવ્યા હતા. આ પછી, 2018થી વર્ષ 2023 સુધીના એટલે કે અત્યાર સુધીના મીડિયા રાઇટ્સ, સ્ટાર ઇન્ડિયા પાસે રહ્યા છે.

ટાઇટલ સ્પોન્સરશિપ
DLF IPL, VIVO IPL, Tata IPL આ રીતે આઇપીએલના ટાઇટલ સ્પોન્સર બદલાતા રહ્યા છે. આનો અર્થ એ થાય છે કે પૈસા ચૂકવીને તમારું નામ IPL સાથે લિંક કરવાની સ્કીમ. જે કંપની સૌથી વધુ બોલી લગાવશે તેને ટાઇટલ સ્પોન્સરશિપ મળશે. એટલે ક્રિકેટ દ્વારા પોતાની બ્રાન્ડનું પ્રમોશન. આઈપીએલની આવકનો આ બીજો સૌથી મોટો સ્ત્રોત છે.
ટાટા હાલમાં IPLનું ટાઇટલ સ્પોન્સર છે. ટાટા ગ્રૂપે 670 કરોડમાં બે સિઝનના અધિકારો મેળવ્યા છે. Vivo એ પોતાની ડીલ મધ્યમાં તોડવા માટે ટર્મિનેશન ફી પણ ચૂકવી હતી. આ રીતે, BCCI વર્ષ 2022-2023માં કુલ 1124 કરોડની કમાણી કરશે. તેમાંથી અડધા પૈસા બીસીસીઆઈ દ્વારા રાખવામાં આવે છે અને બાકીના અડધા ટીમો વચ્ચે વહેંચવામાં આવે છે.

કોમર્શિયલ એડ અને કિટ સ્પોન્સરશીપ
IPLની મેચ દરમિયાન ચાલુ મેચે જ્યારે ઓવર પૂરી થાય છે, ત્યારે એક નાનો વિરામ પડે છે અને તે ટૂંકા વિરામ દરમિયાન ટીવી પર જાહેરાતો ચાલે છે. એક રિપોર્ટ અનુસાર, મેચની વચ્ચે આવી રહેલી 10 સેકન્ડની જાહેરાતનો સ્લોટ લગભગ 15 લાખ છે. ચિપ્સ બનાવનારી કંપનીથી લઈને કોલ્ડ ડ્રિંક્સ બનાવતી કંપની ઉપરાંત નાની-મોટી ન જાણે કેટલી વસ્તુઓનું સેલ તેનાથી વધુ જતું હશે. BCCIની કુલ કમાણીનો 20 ટકા હિસ્સો મેચ દરમિયાન ચાલતી આ જાહેરાતમાંથી આવે છે. આ સિવાય ફ્રેન્ચાઈઝી ટી-શર્ટ, કેપ, હેલ્મેટ, સ્ટમ્પ અને અમ્પાયરના ડ્રેસમાં બનેલા લોગોમાંથી પણ ફ્રેન્ચાઇઝીઓ ઘણી કમાણી કરે છે.

લોકલ રેવેન્યૂ
સૌથી છેલ્લે આવે છે લોકલ રેવેન્યૂ. જેમાં સ્થાનિક સ્પોન્સરશિપ અને પ્રાઇઝ મની આવે છે. મેચ ટિકિટના વેચાણથી દર વર્ષે લગભગ એક મેચમાં પાંચ કરોડ સુધીની કમાણી થાય છે. જો કોઈ ટીમના હોમ ગ્રાઉન્ડમાં મેચ રમાઈ રહી હોય તો તે કમાણીમાંથી 80 ટકા ફ્રેન્ચાઈઝીને મળે છે. આ ઉપરાંત, ટીમ સ્થાનિક સ્તરે વધુ લોકપ્રિય છે, સ્થાનિક સ્તરે તેને વધુ સ્પોન્સર્સ મળે છે, આ સાથે તે ચેમ્પિયનશિપની ઈનામી રકમમાંથી પણ કમાણી કરે છે. આમાંથી અડધો ભાગ ટીમના ખેલાડીઓને આપવામાં આવે છે અને બાકીનો અડધો ભાગ કંપની દ્વારા રાખવામાં આવે છે.

Most Popular

To Top