ઉમરાગામ ઈચ્છાનાથ, સરોજિની નાયડુ ગાર્ડન, સુરતમાં કસરતનાં સાધનો બે સેટમાં છે. તેમાંથી એક સેટમાં લોખંડની પ્લેટ ઉપર ઊભા રહી ગોળ ફરવા માટે છે. તે પ્લેટ છેલ્લા પાંચ માસથી ખોવાઈ ગયેલ છે. ક્યાં ગઈ તેની કોઈ ખબર નથી. એસ.એમ.સી.ની અઠવા ઝોન ઓફિસમાં બે વાર ફરિયાદ કરેલ છે. કોર્પોરેટરશ્રીને પણ ફરિયાદ કરેલ છે. હાલ શિયાળો હોવાથી ઘણાં લોકો આવતાં હોય છે. જેથી આ કસરતનાં સાધન જલ્દીથી આવી જાય તો સારું થશે. બીજી પ્લેટ જે છે તે પણ તૂટવાના આરે જ છે.કોઈ સાંભળવાવાળું જ નથી કોને કહેવું?
સુરત – કમલેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
રખડતાં કૂતરાંઓ પર સરકારી સંસ્થાનો અપાર પ્રેમ
સાધનસંપન્ન સુરત શહેરને લંડન-પેરીસ બનાવવાનાં સપનાં આપણા પ્રિય નરેન્દ્ર મોદી જોઈ છે પણ તે દિશામાં સરકારી તંત્ર રખડતાં કૂતરાં જેવા સામાન્ય બાબતના નિરાકરણ માટે ગર્ભિત અને ગુનાહિત ચૂપકી સેવી બેઠું છે તે જેટલુ આશ્ચર્યજનક તેટલું જ દુ:ખદ છે.સોશ્યલ મિડિયા પર ભારતના જ કોઈ ને કોઈ શહેરના કૂતરાઓના આતંકના દર્દનાક વિડિયો જોઈ કંપારી છૂટી જાય તેવા જીવલેણ હોય છે. તો શું સરકારી તંત્રની સંવેદના મરી પરવારી છે?
સુરતમાં એક વિપક્ષી પાર્ટીએ તો તેના મતદાતાઓના એજન્ડામાં રખડતાં કૂતરાંઓની સમસ્યાના નિરાકરણનું વચન પણ આપ્યું હતું પરંતુ વર્ષો વિતી ગયાં ખુરશી મળી ગઈ પછી તે વિપક્ષ પણ ગુનાહિત ગર્ભિત મૌન રાખી બેઠી છે.શહેરીજનો જાગૃત થાય, સંગઠિત થાય તો… અરે..! કૂતરાઓ-કૂતરાઓની લડાઈ પણ કેટલી ભયાનક ચીચીયારીઓ સાથે ડર અને આતંક ફેલાવેલા હોય છે. તેથી કોણ અજાણ છે? માત્ર સત્તાધીશો સિવાય.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.