Vadodara

અમને શુધ્ધ પાણી ક્યારે મળશે? વોર્ડ નં-13માં દૂષિત પાણી પ્રશ્ને લોકોએ વિરોધ નોંધાવ્યો

વડોદરા: વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 13 માં આવતા નવાપુરામાં દ્વારકેશ કુંજ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું દૂષિત પાણી આવી રહ્યું છે સોસાયટીમાં 50 થી 60 પરિવારો દૂષિત પાણીને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.વારંવાર સ્થાનિક કાઉન્સિલરો સ્થાનિક વોર્ડ કચેરી તેમજ પાલિકાની વડી કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોએ એકત્ર થઈ તંત્ર સામે માછલા ધોર્યા હતા.સ્થાનિક રહીશ જે.જે.મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી ગંદુ પાણી આવી રહ્યું છે.જે મામલે સ્થાનિક કોર્પોરેટર ને બોલાવ્યા હતા અને તેમને રજૂઆત પણ કરી છે.

અમારા વિસ્તારમાં પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી.અન્ય વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું છે.તો આ વિસ્તારમાં જ કેમ અપૂરતા પ્રેશરથી પાણી આવી રહ્યું છે.ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે.અન્ય એક સ્થાનિક મહિલા દીપાબેને જણાવ્યું હતું કે નવી લાઈન નાખી છે એક વર્ષ પહેલા,પરંતુ તેમ છતાં પણ પાણી માત્ર 40 મિનિટ સુધી આવે છે અને તેમાં પણ શરૂઆતમાં પાંચ મિનિટ અને પાછળથી પાંચ દસ મિનિટ સુધી ગંદુ પાણી આવે છે અને જે પાણી આવે છે તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. અમારી એક જ માંગ છે કે અમને વહેલી તકે ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી નાગરીકોએ માંગણી કરી હતી.

Most Popular

To Top