Charchapatra

વિશ્વ મહિલાદિનની સાર્થકતા ક્યારે થાય?

8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે, મહિલાઓની અતિ પ્રશંસા થશે! માતા, પત્ની, બહેન વિ. મહિલાઓનાં કાર્યોની પ્રશસ્તિ થશે. એક દિવસ નારીનું સન્માન અને 364 દિવસ નારી પરના અત્યાચારના સમાચાર! લગભગ રોજ જ અખબારી આલમ દ્વારા સમાચાર જાણવા મળે કે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, તાંત્રિકે ગેરલાભ લીધો, સગીરા પર કે બાળકી પર દુષ્કર્મ થયું, સોશ્યલ મીડિયા પર દોસ્તી કરી નાણાંની ઉચાપત કરી, પુત્રવધૂને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને એણે આત્મહત્યા કરી, વિદ્યાર્થિનીનું શોષણ વિ. અનેક મહિલાઓ માટેના અનિચ્છનીય સમાચાર જાણવા મળે!

આ સમગ્ર અત્યાચાર દૂર થાય અને મહિલા નિર્ભય બની સમાજમાં રહી શકે ત્યારે  મહિલા દિન સાર્થક થયો કહેવાય. મહિલાઓને થતો અન્યાય સંદતર દૂર થાય, પુરુષપ્રધાન સમાજમાં એને સમકક્ષ ગણી આદર અર્પણ થાય ત્યારે સાચો મહિલા દિન મનાવી શકાય. વર્તમાન સમયમાં અર્પણ કરી સ્વયંનું સ્થાન મજબૂત કરી રહી છે. પરંતુ કદાચિત ભારત દેશના અંતરિયાળ ગામડાંઓમાં હજુ પણ મહિલાઓનું શોષણ થતું રહે છે જે દૂર થવું જ જોઈએ. જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ વસે છે.
સુરત     – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top