આજકાલ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે જયારે રસ્તો નવો બને ત્યારે ઉપરથી દેખાવમાં જોઇએ ત્યારે બરાબર લાગે પરંતુ જેવું કોઇ કારણસર ખોદકામ થાય ફરી રસ્તા બનાવવામાં આવે ત્યારે ખૂબ જ વેઠ ઉતારવામાં આવે છે. વરસાદમાં રસ્તાની હાલત છતી થઇ જાય છે. હોપ પુલથી સ્ટેશન તરફનો રસ્તો લગભગ તેની સમથળતા ગુમાવી ચૂકયો છે. ચોક ચાર રસ્તો અત્યારે ઠેર ઠેર ખાડાઓમાં રૂપાંતરિત થઇ ગયો છે. રેડિયમ ડિવાઇડર પર જયાં ઉખડી ગયા છે ત્યાં પણ પાણી ભરાઇ ગયેલા જોવા મળે છે. મેટ્રો માટેના ખોદાણકામ નજીક અનેક જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. ટ્રાફિકમાં કોઇ ઘટાડો નહીં દરેક જણે બસ પોતાની ગંતવ્ય સ્થાને પહોંચવાની ઉતાવળ છે. આ હાલત દર વર્ષે સર્જાય છે. ફરી પાછા રસ્તાને થીંગડાને લોકોની જીંદગી એમ જ આગળ વધ્યા કરે છે. જવાબદારીઓની સભાનતા દરેક સ્તરે કેળવાશે તો આ સમસ્યાનો નિકાલ આવી શકશે. બાકી જૈસે થે જેવી સ્થિતિ રહેશે.
સુરત – સીમા પરીખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રસ્તાની ખરાબ હાલત કયારે સુધરશે?
By
Posted on