Charchapatra

એ સુધરી ગયો આપણે કયારે?

શહેરમાં વાહનો સરળતાથી પસાર થાય, અકસ્માત ન થાય, તેના નિયંત્રણ માટે એક કરતાં વધુ રસ્તાઓ ક્રોસ થતા હોય તેવી જગ્યાએ ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવેલ છે. પરંતુ આ સિગ્નલો ચાલુ હોય અને ટ્રાફિક પોલીસ ન હોય તો સિગ્નલને અનુસરી ટ્રાફિક ચાલતો નથી. દૂરદર્શનની એક જાહેરાતમાં સિગ્નલ ચાલુ હોય ત્યારે લોકોને પસાર થતા બતાવવામાં આવેલ છે જયારે એક કૂતરાને સિગ્નલ ચાલુ હોવાથી ઊભો બતાવવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે એ સુધરી ગયો. આપણે કયારે સુધરીશું? આપણે આ રો. વ્હી ઉપર જોઇએ છીએ છતાં સિગ્નલોને ન અનુસરી અકસ્માત નોતરીએ છીએ. એ આપણી સ્વચ્છંદતા કે ટ્રાફિક સેન્સનો અભાવ? કેટલાંક વાહનચાલકોને ટ્રાફિક સેન્સ હોતી નથી અને તે કરતાં તેઓ બેદરકાર અને બેફિકર હોય છે, તેથી અકસ્માત થતાં કોઇને જિંદગી ગુમાવવાનો વારો આવે છે.
સુરત              – એન.ડી. ભામરે- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

કોંગ્રેસની વિચારધારા
છેલ્લા ચાર દાયકામાં કોંગ્રેસ જાદુ ટોણાનો શિકાર થઇ ચૂકી છે. લોકસભામાં 414 માંથી 52 સીટ પર પહોંચી છે. રામ મંદિરના નિર્માણથી શ્રી રામે તક આપી એ સ્થિતિમાંથી બહાર આવે. પણ અવસર ગુમાવ્યો. કોંગ્રેસની મુશ્કેલી આજે બિનસાંપ્રદાયિકતાને કઇ રીતે વ્યાખ્યાયિત કરે? મંદિરના સમારોહમાં ઇન્કાર અનેક સવાલો ઊભા કરે છે. 24ની ચૂંટણીની રાજનીતિની માંગને અનુકૂળ છે. મંદિરના નિર્માણના સુપ્રીમના ચુકાદાનું સ્વાગત કર્યું હતું. હવે ઇન્કાર એ વિરોધાભાસ છે. હિન્દુઓ સ્વાગત કરશે એમાં પ્રતિબધ્ધ મતદારો હશે. સુપ્રીમના ચુકાદાના સ્વાગતથી મુસ્લિમ તુષ્ટીકરણની પોતાની જૂની નીતિ વચ્ચે ફસાયેલું છે. એઓ જાણે છે કે મસ્જિદને બચાવવામાં નિષ્ફળ રહ્યા. હવે સમારોહમાં ઇનકારથી તેઓનું સમર્થન મેળવવા ઇચ્છે છે.

2014ની આપત્તિમાં એને એહસાસ ન થયો. પોતાની જડ વિચારસરણીમાં બદલાવ ન થાય તો અસ્તિત્વ ખતરામાં પડી જશે. સંસ્કૃતિ, ધર્મ, રાષ્ટ્રવાદ અને સુરક્ષા તમામ મુદ્દે કોંગ્રેસ નિષ્ક્રિય રહી. 1989માં રાજીવ ગાંધીએ ચૂંટણી અભિયાન અયોધ્યાથી જ શરૂ કર્યું હતું. એ પણ રામ રાજય ફરી લાવવા માટેના વાયદા સાથે. વૈચારિક વિરોધાભાસ એ પાર્ટીમાં જૂની બીમારી છે. નેહરુ અને ઇન્દિરા બંને પોતપોતાની રીતે સ્પષ્ટતા હતી. નહેરુ નાસ્તિક હતા. ધર્મની રાજનીતિથી દૂર રહી શકતા હતા. આજે મોદી વિશ્વમાં ભારતની છબી ચમકાવી રહ્યા છે પણ નહેરુ, ઇન્દિરા અને રાજીવના રાજમાં રેકોર્ડ ખરાબ રહ્યો નથી. પણ આજે દેશની જનતા શું વિચારે છે?
ગંગાધરા  – જમિયતરામ હ. શર્મા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top