Charchapatra

માનવી પોતાને મહાન માની લે ત્યારે

    વિશ્વમાં દરેક માનવી પોતે મહાન બને તેવી ઈચ્છા રાખતા હોય છે તે ખોટું નથી પરંતુ મહાનતા પચાવવી ઘણી જ કઠિન છે. કોઈ પણ ક્ષેત્ર તે પછી આર્થિક, સામાજિક, વહીવટી કે રાજકીય હોઈ માનવી સફળતાની ટોચે પહોંચી જાય, પછી જેમ ઊંચેથી નીચે જોવામાં માથું નીચે નમાવવું પડે છે તે રીતે મહાન બન્યા પછી વ્યક્તિ માથું નીચે નમાવવાની કૌશલતા પ્રાપ્ત કરી લે તો? અપવાદ હોય છે પણ જૂજ કિસ્સામાં. એવું માની લેવાની જરૂર નથી કે દરેક કિસ્સામાં જ નમી જવું, જ્યાં પોતાને અન્યાય થતો હોય કે ગરીબ, વંચિતો, અન્ય કમજોર માનવીને વિના કારણ હદ ઉપરાંત હેરાન કરતા ધ્યાને આવે તો કાયદેસર રીતે ન્યાય અપાવવા મસ્તક ઊંચું રાખીને  આગળ આવવું જોઈએ.

ફિલ્મ હીરો રાજેશ ખન્નાની ફિલ્મ હાથી મેરે સાથી ના ગીતની કદી યાદ આવે કે “સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ”માનવી જયારે સફળતા પ્રાપ્ત કરે તે સમયે બીજા કોઈ પોતાની પીઠ થાબડવા આવશે તેની રાહ જોવા કરતાં જાતે જ પીઠ…? અને દુઃખ આવી પડે ત્યારે કોઈ આશ્વાસન આપવા આવશે તેના કરતાં જાતે જ દુઃખને સહન કરી લેવું. કેમ કે જીવનમાં સુખ અને દુઃખ એકબીજા સાથે જોડાયેલાં છે. જો દુઃખ ન હોત તો માણસ સુખનો આનંદ માણી નથી શકતો. સુખના સમયમાં પોતે અનુભવેલ દુઃખને યાદ કરી કોઈ જરૂરિયાતમંદ દુઃખીઓને મદદનો ધોધ વ્હાવે તો તેના જેવી મહાનતા બીજી કોઇ નથી એમ કહીએ તો ખોટું નથી.
સુરત     – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

તો ‘શોટાઈમ’નો ઈંતેઝાર રહેશે
વરસો જૂના કલાકાર શેખ મુખત્યાર વિષેનો લેખ ગમ્યો. આ જ રીતે લેખો આવતા રહેશે તો અમારા જેવા વાચકોની શો ટાઈમ પૂર્તિનો ઈન્તેઝાર રહેશે. સિનેમા મેકર્સ વિભાગમાં મૂળ સુરતના જૂના કલાકારોના દિયા વિષેનો લેખ ગમ્યો. હૃદયને ગાતાં વિભાગનાં ગીતો તો ખૂબ જ સુંદર રીતે આલેખાય જ છે.
સુરત     – કે.કે. જરીવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top