ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (Instant Messaging App) વોટ્સએપ (WhatsApp) એ પોતાના યુઝર્સને (Users) નવા વર્ષની ભેટ આપી છે. હવે તમે વૉટ્સએપનો ઉપયોગ કરીને આરામથી સંદેશા (Massage) મોકલી અને પ્રાપ્ત કરી શકો છો પછી ભલે તમારા ફોનમાં ઇન્ટરનેટ (Internet) ન મળતું હોય અથવા તે માત્ર 2G સ્પીડ પર જ ચાલી રહ્યું હોય. મેટા-માલિકીવાળા WhatsAppએ પોતે ટ્વિટ કરીને આ નવી વ્યવસ્થા વિશે જણાવ્યું છે. કંપનીએ ગુરુવાર 5 જાન્યુઆરીએ આ જાહેરાત કરી હતી. આ સુવિધા Android અને iOS બંને પર ઉપલબ્ધ થઈ ગઈ છે. ઇન્ટરનેટ વગર વોટ્સએપ કઈ રીતે ચલાવી શકાય કંપનીએ ટ્વીટમાં તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી છે.
પ્રોક્સી સાથે આ શક્ય બનશે
કંપની ઇન્ટરનેટ વગર WhatsAppનો ઉપયોગ કરવા માટે પ્રોક્સી ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. WhatsAppએ વિશ્વભરના યુઝર્સ માટે પ્રોક્સી સપોર્ટ લોન્ચ કર્યો છે. પ્રોક્સી સપોર્ટની મદદથી વોટ્સએપ યુઝર્સ ઇન્ટરનેટ વિના પણ મેસેજ મોકલી અને પ્રાપ્ત કરી શકશે. તમને ટ્રેનની મુસાફરી દરમિયાન અથવા અન્ય કોઈ મુસાફરી દરમિયાન પણ ઇન્ટરનેટ વિના મેસેજ મોકલવાની સુવિધા મળશે. તેનો ફાયદો એવા વિસ્તારોમાં પણ મળશે જ્યાં હજુ સુધી હાઈ સ્પીડ ઈન્ટરનેટ નથી પહોંચ્યું. સારી વાત એ છે કે અહીં તમારે તમારી ગોપનીયતા અને સુરક્ષા વિશે ચિંતા કરવાની જરૂર નથી. કંપનીના જણાવ્યા અનુસાર પ્રોક્સી સપોર્ટમાં પણ તમારો મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. જેના કારણે છેતરપિંડી થવાની કોઈ શક્યતા રહેશે નહીં.
વોટ્સએપે ટ્વીટમાં ઈરાનનો ઉલ્લેખ કર્યો
વોટ્સએપે તેના એક બ્લોગ પોસ્ટમાં ઈરાનનો ઉલ્લેખ કર્યો છે. કંપનીએ કહ્યું કે જે પ્રકારની સમસ્યા આપણે ઈરાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જોઈ રહ્યા છીએ ત્યાં વારંવાર ઈન્ટરનેટ બંધ થઈ જાય છે. આ સોલ્યુશન લોકોને મદદ કરશે અને સુરક્ષિત સંચાર પ્રદાન કરશે. ભારતમાં પણ સામાન્ય રીતે તોફાનગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા સોશિયલ મીડિયા એપ્સને બ્લોક કરવામાં આવે છે. કેટલીકવાર અમુક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ પ્રોક્સી સુવિધા પછી સરકાર અફવાઓ પર કેવી રીતે અંકુશ લગાવે છે તે જોવાનું રહેશે.
- ઇન્ટરનેટ વગર વોટ્સએપ ચલાવવા તમારે શું કરવાનું છે
- ઈન્ટરનેટ વગર મેસેજ મોકલવા માટે તમારે પહેલા તમારું WhatsApp અપડેટ કરવું પડશે. આના પર તમને વોટ્સએપના સેટિંગમાં એક નવો વિકલ્પ મળશે.
- આ પછી તમને WhatsAppના જમણા ખૂણામાં આપેલા ત્રણ પોઈન્ટ પર ક્લિક કરીને સ્ટોરેજ અને ડેટાનો વિકલ્પ મળશે.
- આ વિકલ્પની અંદર તમને Proxy નો વિકલ્પ દેખાશે.
- તમારે “પ્રોક્સીનો ઉપયોગ કરો” પર ટેપ કરવાનું રહેશે અને પ્રોક્સી સરનામું દાખલ કરી કનેક્ટ કરવા માટે “સેવ” પર ટેપ કરવાનું રહેશે.
- જો કનેક્શન સફળ થાય તો તમે એક ચેકમાર્ક જોશો.
- આ ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ વિશ્વભરના સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રોક્સી સર્વર સેટઅપ દ્વારા કનેક્ટેડ રહી શકશે.
- કંપનીએ તેની સાથે સુરક્ષિત અને ભરોસાપાત્ર પ્રોક્સી સર્વર કેવી રીતે મેળવવું તે વિશે અલગથી માહિતી પણ આપી છે.