હમણાં ટી.વી. ઉપરથી એવા સમાચાર જાણવા મળ્યા છે કે અમેરિકાના લશ્કરના કેટલાક જવાનો લોહીના કેન્સરથી પીડાઇ રહ્યા છે અને કયાંક એ રોગથી જવાનો મૃત્યુ પણ પામ્યા છે. આની પાછળનું કારણ એ બહાર આવ્યું છે કે અમેરિકન લશ્કરમાં ન્યુકલીયર હથિયારોનો વપરાશ ઘણો વધ્યો છે અને ન્યુકલીયરના રેડિયેશનને કારણે લોહીનું કેન્સર લશ્કરના યુવાનોમાન થવાપામ્યુન છે. આપણે જાણીએ છીએ કે ન્યુકલીયર એનર્જીનો ઉપયોગ ઘણો વધી ગયો છે. જો કે ન્યુકલીયર એનર્જીનો સદ્ઉપયોગ કરીને ન્યુકલીયર પાવર સ્ટેશનો પણ બનાવવામાં આવે છે અને માણસને વીજળી પૂરી પાડવામાં આવે છે. ન્યુકલીયર એનર્જીનો આ પોઝીટીવ ગુણ છે.
જે આપણા માટે સારી અને ઉપયોગી બાબત ગણી શકાય. પરંતુ આજે દુનિયાભરના દેશોના લશ્કરોમાન જવાનોના હાથમાં ન્યુકલીયર હથિયારો આપવામાં આવી રહ્યા છે. જે હથિયારો વડે દુશ્મન દેશના લશ્કરના માણસોનો વધુમાં વધુ સંખ્યામાં ખતમ કરવામાં આવે છે. ન્યુકલીયર હથિયારોના સંપર્કમાં જેતે લશ્કરના યુવાનોને વધુ પ્રમાણમાં રહેવાનું થતું હોવાથી તેઓ લોહીના કેન્સર જેવા ઘાતક રોગમાં સપડાય છે. અમેરિકાના લશ્કરના જવાનોમાં પ્રસરેલા લોહીના કેન્સરની વાત બહાર આવી છે. પણ દુનિયાના અન્ય દેશોના લશ્કરી જવાનો કે જેઓ ન્યુકલીયર વેપન્સ વાપરે છે.
એમનામાં પણ લોહીના કેન્સરનો પ્રસાર થવા પામ્યો પણ હોય. જો લશ્કરના કેન્સરનો પ્રસાર થવાપામ્યો પણ હોય. જો લશ્કરના જવાનો ન્યુકલીયર એનજરીના રેડિયેશનથી કેન્સરગ્રસ્ત થતા હોય તો આવા ઘાતક હથિયારોનો કોઇ અર્થ ખરો કે??? આપણે (હાલ તો અમેરિકા પૂરતી આ વાત છે) જવાન આમ આપણા જ આવા હથિયારોથી કેન્સરગ્રસ્ત થાય એ આપણને પાલવે ખરૂં??? કુદરતના આ આડકતરો સંદેશ છે કે ન્યુકલીયર વેપન્સ બનાવનારા દેશો આવા ઘાતક હથિયારો બનાવવાનું બંધ કરે. ન્યુકલીયરવેપન્સ બાબતે કહી શકાય કે હાથના કર્યા (અમેરિકાને) હૈયે વાગી રહ્યા છે અને અન્યોને પણ વગાડી રહ્યા હોય તો નવાઇ નહિ. આવા હથિયાર ઉત્પાદક દેશો પણ સવેળા ચેતે.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.