ફિલ્મોમાં જે પણ લાંબી કારકિર્દી ઈચ્છે તેણે લાંબો સમય પણ આપવાનો હોય છે. સફળતા-નિષ્ફળતા બન્ને આવે તે પાર કર્યા પછી સ્થિરતા આવે અને પ્રેક્ષકો અપનાવી લે કે આ કળાકાર ફિલ્મને જ સમર્પિત છે. આ બધી બાબતનું મૂલ્ય જે સમજતા નથી તે લાંબી કારકિર્દી ક્રિયેટ કરી શકતા નથી. ઘણી હીરોઈનો આ સમજતી નથી અને કશંક લાંબુ ચચિવ કર્યા વિના પરણી જાય છે. એ ખરું કે અભિનેતા અને અભિનેત્રી વચ્ચે ફરક રહેવાનો જ. અભિનેતા પરણી જાય તો તેના અંગતજીવનમાં ફરક પડશે પણ જાહેરજીવન કે ઈમેજમાં મોટો ફરક નહીં પડે પણ અભિનેત્રી પરણે તો તેનું અંગત જીવન અને જાહેરજીવન પણ બદલાય જાય છે. ભૂતકાળમાં ઘણી અભિનેત્રીઓ વહેલી નથી પરણી અને પરણી ત્યારે પણ શરત રાખેલી કે ફિલ્મોમાં કામ કરતી રહીશ. શર્મિલા ટાગોર, હેમા માલિની વગેરે ઉદાહરણ છે.
રાખીએ પ્રશ્નો વચ્ચે કારકિર્દી ચાલુ રાખેલી. શ્રીદેવીને કોઈ રોકી શકે તેમ ન હતું પણ જયાપ્રાદાની કારકિર્દી ગુંચવાય ગયેલી. મૌની રોય અત્યારે ‘બ્રહ્માસ્ત્ર’રજૂ થવાની રાહ જોઈ રહી છે. જો કે તેમાં તે તેની જાણીતી નાગિન ઈમેજ મુજબ જ કામ કરી રહી છે. આલિયા ભટ્ટ સામે તે કેવો ઈમ્પેક્ટ પાડશે તે ખબર નથી. પણ મૌની રોય એવા કોઈ તુલનાત્માક ઈમ્પેક્ટની રાહ જોતી હશે ખરી? જેનામાં કારકિર્દીનું ઝનૂન હોય તે એવી રાહ જુએ. મૌનીમાં કદાચ એવું ઝનૂન નથી. તમે જુઓ તો તેની પાસે લાંબો સમયથી બે જ ફિલ્મ છે. ‘બ્રહ્માસ્ત્ર’અને ‘પેન્ટહાઉસ’.
તેને કેમ કોઈ ત્રીજી કે ચોથી ફિલ્મ નથી મળી?.. જ્યારે કોઈ અભિનેત્રી પરણી જાય તો નિર્માતાઓ થોડો સમય થંભી જતા હોય છે અને કેટલાંક સ્ટાર્સ પણ એવા હોય છે કે કુંવારી અભિનેત્રી હોય તો રોમાન્સની થોડી તક મળે. મૌનીએ લગ્ન કરી લેતા આવી શક્યતા ઓછી કરી નાંખી છે એટલે કોઈ અભિનેતા પણ એવો આગ્રહ નથી રાખતા કે મને મૌની રોય જ જોઈએ છે. મૌની કોઈ પુરુષ સ્ટાર સાથે મૈત્રી બાંધી શકી નથી. એવું બધું કેટરીના કૈફ યા જેક્લીન ફર્નાન્ડિસ વગેરેને વધારે ફાવે એટલે ફિલ્મો મેળવતી હતી. મૌની રોય કે અનુષ્કા શર્મા આ બાબતે બેપરવાહ છે. એમ કહી શકાય કે ફિલ્મજગતમાં એસ્ટાબ્લિશ થવાના જે કેટલાંક ખાનગી નિયમ હોય છે તેને તે અનુસરતી નથી. સુરજ નાંબિયરને પરણેલી મૌનીએ હમણાં પતિ સાથે પ્રથમ બર્થ ડે ઉજવ્યાની રોમાન્ટિક તસવીરો પોસ્ટ કરી હતી.
હજુ તેમના લગ્નને વર્ષ પણ થયું નથી. 27 જાન્યુઆરીએ તે પરણી છે એટલે આવી ઉજવણી તો થતી રહે. આવતા મહિને મૌનીની પણ બર્થ ડે આવશે. એ બધું બરાબર પણ ફિલ્મોનું શું? અત્યારે તે વિકાસ બહલની ‘ગનપથ’ના પ્રથમ પાર્ટમાં મહેમાન કળાકાર તરીકે આવવાની છે અને સંજય ગુપ્તાની એક ફિલ્મ સ્વીકાર્યાનીય ચર્ચા છે. આ ઉપરાંત અર્ણબ રેના પુસ્તક ‘સુરલાન ઓફ દિલ્હી: એસ્કેન્શન’પરથી મિલન લુથરિયા જે વેબ સિરીઝ બનાવવા માંગે છે તેમાંય મૌની હોય શકે છે. મૌની ફિલ્મો તરફ વધારે ધ્યાન નહીં આપશે તો આપોઆપ તે બોક્સ ઓફીસ પર ઝાંખી પડતી જશે. બાકી, લગ્નજીવનમાં મૌજથી રહેવા માંગતી હોય તો ભલે મૌજ કરે. પણ અપેક્ષા જગાવ્યા પછી અટકી જવું યોગ્ય નથી હોતું. પ્રેક્ષકો દરેક સ્ટાર્સ પાછળ મનોમન પોતાની લાગણી રોકતા હોય છે. મૌનીએ આ મનોવિજ્ઞાન પણ સમજવું જોઈએ. •