રક્ષાબંધન ભાઈ-બહેનના હેતને દર્શાવતો તહેવાર. આ દિવસે બહેન હોંશે હોંશે તૈયાર થઇ ભાઈને રાખડી બાંધવા જાય છે. તમે પણ આ રક્ષાબંધને કયા આઉટફિટ પહેરવા એ અવઢવમાં હશો. ટ્રેડિશનલ ડ્રેસ, વેસ્ટર્ન ડ્રેસ કે ફયુઝન? આ રક્ષાબંધને શું પહેરી શકાય એ જોઇએ. આખરે તો આ ભાઈબહેનનો તહેવાર છે તો બહેને તો બધાંથી અલગ અને ખૂબસૂરત દેખાવું જોઇએ ને!
પલાઝો
રક્ષાબંધન માટે સૌથી વર્સેટાઈલ અને કોઝીઅર આઉટફિટ જો પહેરવા ઇચ્છતાં હો તો એ છે પલાઝો. પલાઝો ગ્રેસફુલ, એલિગન્ટ અને સાથે સાથે એરી હોવાથી તમે બધામાં અલગ જ દેખાઈ જશો.
અનારકલી
રક્ષાબંધનમાં જો તમે ટ્રેડિશનલ કંઇક પહેરવા ઈચ્છતાં હો તો અનારકલી અને સ્ટ્રેટ કટ એથનિક ગાઉન બેસ્ટ છે. રક્ષાબંધન માટે એમ્બ્રોઇડરીવાળો ફલોઇંગ અનારકલી ડ્રેસ કે ફલોરલ પ્રિન્ટ પસંદ કરો. અલબત્ત,આ વરસાદની મોસમ છે એટલે તમારો ડ્રેસ બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખો. બહુ લાંબો ડ્રેસ પસંદ ન કરો. રાખડી બાંધવાનો પ્રોગ્રામ સામાન્ય રીતે દિવસ દરમ્યાન હોય છે એટલે વાઈબ્રન્ટ કલર પસંદ કરો.
ફયુઝન ડ્રેસ
દરેક ફેશન પ્રશ્નનો જવાબ છે ફયુઝન. તમે રક્ષાબંધનના દિવસે શું પહેરવું એની અવઢવમાં હો તો તેનો ઉકેલ છેે ફયુઝન. ટ્રેડિશનલ સાથે એથનિક અને વેસ્ટર્ન એલિમેન્ટ આકર્ષક ફયુઝન દેખાવ ઊભો કરશે અને તમે ફેશનિસ્ટા ગણાશો. મિકિસંગ અને મેચિંગ કરી તમે ફયુઝન લુક ક્રીએટ કરી શકો.
સાડી જો પહેરતાં હો તો એની સાથે ટ્રેડિશનલ બ્લાઉઝ ન પહેરો. સાડી પણ પરંપરાગત રીતે પહેરવાને બદલે અલગ સ્ટાઈલથી પહેરો. તમે સાડીને ડેનિમ કે પેન્ટની ઉપર પહેરીને પણ બધાના આકર્ષણનું કેન્દ્ર બની શકો.
સ્કર્ટ
સ્કર્ટ હંમેશાં ઉત્સવોની ઉજવણી માટે બેસ્ટ આઉટફિટ છે અને જયારે એ યોગ્ય ટોપ, બ્લાઉઝ કે શર્ટ સાથે પેર કરવામાં આવે ત્યારે સુંદર લાગે છે. તમે પ્લીટેડ, એ-લાઈન, ફુલ કે એન્કલ લેન્થ સ્કર્ટ પહેરી શકો. કોલર શર્ટ સાથે સ્કર્ટ ટ્રેન્ડમાં છે. હેવી સ્કર્ટ સાથે પ્લેન વ્હાઈટ કે તમારી પસંદના કલરનું પ્લેન શર્ટ આકર્ષક લાગે છે.
કુરતા-ટ્રાઉઝર્સ/જીન્સ
જો તમે ટ્રેડિશનલ છતાં કમ્ફર્ટેબલ રહેવા ઈચ્છતાં હો તો કુરતા સાથે ટ્રાઉઝર્સ કે જીન્સ સારી પસંદ છે તમે એની સાથે બિંદી, બંગડી અને ઓકિસડાઈઝડ જવેલરી પહેરી લુક કમ્પલીટ કરી શકો. કુરતા શોર્ટ કે લોન્ગ તમારી પસંદ મુજબ પહેરો.
જેકેટ
તમે લહેંગા અને બ્લાઉઝ સાથે દુપટ્ટાને બદલે કેપ પહેરી શકો. સાડી સાથે એથનિક જેકેટ પણ સારું લાગે છે. એની સાથે વેસ્ટબેન્ડ, બેલ્ટ પહેરી વેસ્ટર્ન ટિવસ્ટ આપી શકાય.
ટિવનિંગ આઉટફિટસ
બધાંથી અલગ પડવાનો અને સ્ટાઈલિશ દેખાવાનો બીજો રસ્તો છે તમારા ભાઈ સાથે તમારા આઉટફિટ કો-ઓર્ડિનેટ કરવા. ભાઈબહેન વચ્ચેના બોન્ડને દર્શાવવા માટે માર્કેટમાં ઘણા પ્રકારના ટિવનિંગ સેટ્સ મળે છે. તમે પ્રિન્ટસ, થીમ બેઝડ આઉટફિટ, સ્લોગન ટી શર્ટ પસંદ કરી શકો. મોટાભાગના ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સમાં પિન્ક, ગ્રે, મિન્ટ અને પીચ કલર્સ સારા લાગે છે.
સાડી
સાડીમાં કોઇ પણ ખૂબસૂરત લાગે છે. જો કે યંગ જનરેશન સાડી પહેરવાનું બહુ પસંદ કરતી નથી. સાડી સાથે સ્ટાઈલિશ બ્લાઉઝ અનેે સિમ્પલ એસેસરીઝ પહેરો.