આપણે બધાં સામાજિક રીતે એકબીજા સાથે જોડાયેલા છીએ. મહાન ફિલસૂફ એરિસ્ટોટલે તો કહ્યું હતું કે માણસ સામાજિક પ્રાણી છે. આ સામાજિક પરિપ્રેક્ષ્યમાં આપણે સતત એકબીજાં સાથે પ્રત્યાયન અને વ્યવહાર કરવો પડતો હોય છે અને કરવો જ પડે. આ પ્રક્રિયા સહજ, સરળ અને સૌના માટે લાભદાયી હોવી જોઈએ.બધાં માટે વિન, વિન એટલે કે આનંદપ્રદ સ્થિતિ હોવી જોઈએ. એ આદર્શ પરિસ્થિતિ છે.પરંતુ હંમેશા એવું થતું નથી.આ સામાજિક આદાન પ્રદાનમાં અનેક વખત આપણને અનેક પ્રકારના કડવા અનુભવો પણ થતાં હોય છે.
આવું શા માટે થાય છે એ વિચારવું રહ્યું. એનો ઉત્તર કોઈક ફિલસૂફે કહેલી એક વાતમાંથી મળે છે.એ વાક્ય એવું છે કે; “આપણે માણસોને પ્રેમ કરવો જોઈએ અને વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.”પરંતુ ઘણી વખત એવું થતું નથી.એના બદલે ઊલટું જ થઈ જાય છે. આપણે વસ્તુઓને પ્રેમ કરવા માંડીએ છીએ અને માણસોનો ઉપયોગ. વિવિધ પ્રકારની કામગીરીઓ અને જવાબદારીઓ સંદર્ભે અન્યો પાસેથી કામ લેવું એ અલગ વાત છે અને આપણાં સ્વાર્થ માટે કોઈનું શોષણ કરવું એ અલગ વાત છે.ચર્ચાનો સાર એટલો જ કે પેલા ફિલસૂફે કહ્યું છે એમ આપણે માણસોને પ્રેમ કરવો જોઈએ અને વસ્તુઓનો ઉપયોગ.
નવસારી – ઇન્તેખાબ અનસારી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.