Trending

લગ્નનો આ કેવો કરાર? જેને લીધે દંપતીને મળશે ફ્રી પિઝા…

અસમ: લગ્ન(marriage) વખતે વર(groom) અને વધુ(bride) સાત ફેરા ફરે છે અને એક-બીજા ને સાત વચનો આપે છે પરંતુ આજકાલના નવોઢા આ વચનોની લિસ્ટમાં રીતસરનો વધારો કરી રહ્યા છે, જેમાં દંપતી એક કરાર(contract) પર હસ્તાક્ષર કરે છે અને આજીવન એને અનુસરવાનું વચન આપે છે. આવા કરારો વિશે કેટલીક ફિલ્મો(movies) પણ બનાવવામાં આવી છે, અવારનવાર સોશ્યિલ મીડિયા(social media) પર આવા કરાર પર હસ્તાક્ષર(sign) કરતા દંપતીઓના વિડિઓ(video) વાયરલ(viral) થતા હોય છે, આજ પ્રકરણમાં થોડા સમય પહેલા કરવામાં આવેલ આવો જ એક કરાર ઘણો વાયરલ થયો હતો. આસામમાં લગ્ન પહેલા એક કપલે ‘ફૂડ કોન્ટ્રાક્ટ’ પર હસ્તાક્ષર કર્યા હતા. હવે આ બંને ફરી ચર્ચામાં છે કારણ કે એક અત્યંત પ્રસિદ્ધ પિઝા(pizza) કંપનીએ દર મહિને એકવાર આ કપલને ફ્રી પિઝા આપવાનો નિર્ણય લીધો છે.

શું હતો આ વાયરલ લગ્નનો કરાર?
તમને જણાવી દઈએ કે મિન્ટુ રાય અને શાંતિ પ્રસાદના લગ્ન આ વર્ષે જૂનમાં થયા હતા. તેઓએ હિંદુ લગ્નની વિધિઓ અનુસરીને સાત ફેરા ફર્યા, એટલું જ નહીં, પરંતુ રોજબરોજની નાની નાની વસ્તુઓ માટે ખાસ કરાર પણ કર્યો. આ કરારમાં ઘણી બધી મનોરંજક વસ્તુઓનો સમાવેશ થાય છે જે તેઓ સાથે કરવા માંગે છે…. જેમાં દરરોજ જિમ જવું, દર 15 દિવસ પછી શોપિંગ કરવું અને દર મહિને એકવાર પિઝા ડેટ પર જવું શામેલ છે.

કેમ આ કંપની આપી રહી છે આ દંપતીને ફ્રી પિઝા
આ વખતે કરવા ચોથના અવસર પર પિઝા કંપનીએ એ બંનેને દર મહિને પિઝા આપવાનું નક્કી કર્યું. પિઝા આઉટલેટે તાજેતરમાં તેની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર આ જાહેરાત કરી છે. આઉટલેટે લખ્યું, ‘મારા પતિ સાથે લાંબા અને સુખી જીવન માટે મહિનામાં એક પિઝા!! તે સોદો છે જેના માટે અમે જીવી રહ્યા છીએ. તમામ પિઝા પ્રેમી સુખી યુગલોને કરવા ચોથની શુભકામનાઓ.” આ જાહેરાત મિન્ટુ રાય અને શાંતિ પ્રસાદના એક વીડિયો સાથે કરવામાં આવી હતી. ત્રણ દિવસમાં, વાયરલ કપલના વિડિયોને ફોટો-શેરિંગ એપ્લિકેશન પર 30,000 થી વધુ વ્યૂઝ અને એક હજારથી વધુ લાઈક્સ મળી છે.અને લોકો આ કપલને ખૂબ પ્રેમ આપી રહ્યા છે.

Most Popular

To Top