Charchapatra

કેવા સંસ્કારની નીપજ છે આ અંતિમ સંસ્કાર કેન્દ્ર?

 ‘અંતિમ સંસ્કાર કેન્દ્ર’ શીર્ષક વાંચીને થોડુ આશ્ચર્ય થયું. જેનો વધુ અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આ એક સ્ટાર્ટપ કંપની છે કે જેણે ટૂંક સમયમાં પચાસ લાખનો નફો પણ કરી લીધો છે. આ કંપનીએ મુંબઈમાં એક એક્ઝીબેશનમાં પોતાનો સ્ટોલ રાખ્યો હતો. સ્ટોલ ઉપર ‘અંતિમ સંસ્કાર કેન્દ્ર’નું બોર્ડ માર્યું હતું. જેની સભ્યપદ ફી 37500 રૂા. દર્શાવી હતી. જેમાં જે પ્રમાણે અમુક કંપનીઓ જરૂરિયાત મંદ કંપનીઓને હોમગાર્ડ પૂરા પાડે એ પ્રમાણે આ કંપની સભ્યપદ લેનારના ઘરમાં કોઈ સદસ્યનું મૃત્યુ થાય ત્યારે અર્થીની સામગ્રીથી લઈ પૂજારી, અર્થી ઊપાડનાર, સાથે તાલબદ્ધ ‘રામનામ સત્ય હૈ’ બોલીને સાથે ચાલનાર કાંધિયા,  વિધિમાં જરૂર પડતાં વાળંદની સુવિધા અગ્નિદાહથી લઈ અસ્થી પધરાવવા સુધીની કામગીરી આ કંપની પૂરી પાડે છે.

આ કંપનીએ જણાવ્યું કે આજની આવકની ગણતરી પ્રમાણે ભવિષ્યમાં તેનું ટર્નઓવર બે હજાર કરોડ સુધી પહોંચશે… આનો મતલબ એ થયો કે ભારતમાં પણ પશ્ચિમી સંસ્કૃતિએ પણ પેસારો કરી દીધો છે જે સ્વજન આખી જીંદગી આપણી સાથે રહ્યા, સુખ દુ:ખમાં સાથ આપ્યો, એમના મૃત્યુબાદ બેસણું, ટેલિફોનીક આમંત્રણ, ઘરનુ કામકાજ કરવા મસીનરોબોર્ટ, શુભ પ્રસંગોમાં ઘરે રુબરુ જવાને બદલે વોટસઅપ દ્વારા સંદેશા… આ બધુ તો ઠીક બધુ ચલાવી લીધું. પણ સ્વજનના અંતિમ સંસ્કાર કોઈ ત્રાહિત વ્યક્તિ કરે કે જેણે કોઈ દિવસ મૃતકને જોયા પણ ન હોય એ વ્યક્તિ આવીને શોક વ્યક્ત કરે, અગ્નિદાહ આપે, રડવાનો અભિનય કરે, અસ્થિ પધરાવે.. મરનાર સાથે કેવી ક્રૂર છેતરપિંડી કહેવાય. એ પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં! કે જ્યાં મરનારની પાછળ હોમ-હવન થાય. ગરુડ પુરાણ વંચાય, બ્રહ્મ ભોજન બટુક ભોજન થાય, એવી ભારતની ભૂમિ પર… આગળ લખવા હવે કોઈ શબ્દ નથી.
સુરત     – રેખા એમ. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top