જન્માષ્ટમી ને લઈને એક તરફ દહીં હાંડી ફોડવા માટેની પ્રેક્ટિસ ગોવિંદા મંડળો કરી રહ્યા છે, તો બીજી તરફ સ્કૂલમાં નાના બચ્ચાઓ માટે બાલ ગોપાલ બનાવવા માટેની કોમ્પિટિશનનો દોર શરૂ થઈ ગયો છે. જન્માષ્ટમીને દિવસે ઘણા ઘરોમાં જન્મોત્સવ મનાવવા માટે ઘરની મહિલાઓ શ્રીકૃષ્ણના વાઘા, પારણા, આભૂષણોની ખરીદી કરી રહી છે તે સાથે તેમના ઘરના નાના બચ્ચાઓને પણ બાલ ગોપાલની જેમ ડ્રેસઅપ કરવા ડ્રેસ અને મેકઅપનું એરેન્જમેન્ટ કરી રહી છે. બાળકોને તૈયાર કરી પ્રોફેશનલ ફોટો સેશન રાખી મેમોરીઝ પણ બનાવે છે. ત્યારે સુરતમાં એક એવો સિનારિયો પણ જોવા મળી રહ્યો છે. જેમાં મુસ્લિમ, ઈસાઈ, પારસી ધર્મને અનુસરતા સુરતીઓ તેમના બાળકોને પણ શ્રી કૃષ્ણની જેમ તૈયાર કરવા ઉત્સુક બની રહ્યા છે. આ ધર્મના પરિવારો તેમના બાળકોને હાથે દહીં હાંડી પણ ફોડાવે છે. આ સિનારિયો સુરતનો જ છે. તો ચાલો આપણે જાણીએ વિભિન્ન ધર્મને અનુસરતા પરિવારો તેમના બાળકને બાલ ગોપાલ બનાવવા કેટલા એકસાઇટેડ થઈ રહ્યા છે તેઓ ને તેમની જ બિરાદરીના પરિવારો કેવો રિસ્પોન્સ આપે છે?
જન્માષ્ટમી નજીક હોય ત્યારે મારા બંને બાળકો હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી બોલતા જ હોય છે: મહેતાબ ઇદ્રિશ
શ્રી કૃષ્ણની જન્મભૂમિ એટલે ઉત્તર પ્રદેશ એ જ મારી પણ જન્મભૂમિ છે. અમે ત્યાં હતા ત્યારે અમારા ગામમાં જન્માષ્ટમી વખતે ભજન કીર્તન થતા જેમાં અમે જતા હતા. મારા બંને બાળકોને કૃષ્ણ બનાવું છું. મારા બાળકોને હું સ્કૂલે પણ કૃષ્ણ બનાવીને મોકલું છું. આ શબ્દો છે મહેતાબ ઇદ્રિશના. તેમણે જણાવ્યું કે મારો મોટો દીકરો સાકીબ અને નાનો દીકરો મહમ્મદ ચાંદ બંનેને અમે સ્કૂલ માટે કૃષ્ણ બનાવ્યા છીએ ત્યારે મનમાં એ જ ફિલિંગ હોય છે કે આ સમાજ કે ધર્મનો કોઈ રોલ નથી. અમે દરેક ધર્મની ઈજ્જત કરીએ છીએ અને અમારા બાળકો દરેક ધર્મને જાણે તે જરૂરી છે. દરેક ધર્મના પૈગમ્બર, દેવી-દેવતા નેકીની રાહ પર અને સાચા રસ્તા પર જવાની શીખ આપે છે. શ્રીકૃષ્ણ તેમના જમાનાના મહાનાયક રહ્યા છે તેમના વિશે અમારા બાળકો જાણે એ અમારો ઉદ્દેશ્ય રહ્યો છે. જન્માષ્ટમી આવવાની હોય ત્યારે અમારા બાળકો હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી ઘરમાં બોલતા રહે છે.
અમે પારસી છીએ પણ મારો દીકરો કૃષ્ણ પણ બને છે અને બાલ ગોપાલનું પારણું પણ ઝુલાવે છે: રશના શ્રોફ
મેં મારા દીકરાને દરેક ધર્મ પ્રત્યે સમભાવ રાખવાનું શીખવાડ્યું છે. મારા બંને દીકરાઓને ગાયત્રી મંત્ર પણ મોઢે છે. આ શબ્દો છે રશના શ્રોફના જેઓ પારસી છે. હમણાં લાસ્ટ સેટર્ડે અમારા પારસી સમાજના એક પ્રોગ્રામમાં મારો 10 વર્ષનો દિકરો મેહેરઝાદ શ્રીકૃષ્ણ બન્યો હતો. અમે પારસી સમાજના બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ એ રીતે ગણેશ ઉત્સવ પણ સેલિબ્રેટ કરીએ છીએ અને મારો દીકરો તો જન્માષ્ટમી પર કાન્હાના જન્મઉત્સવ સમયે અમારી સોસાયટી પાસેના મંદિરમાં કાન્હાનું પારણું ઝુલાવવા પણ જાય છે. જ્યારે તે જુનિયર K.G.માં હતો ત્યારે મેં તેને ફર્સ્ટ ટાઈમ કૃષ્ણ બનાવ્યો હતો. તે 5 વર્ષનો હતો ત્યારે પણ તેને શ્રીકૃષ્ણ બનાવી તેને મારા હસબન્ડે શ્રીકૃષ્ણ બાળપણમાં કેવા નટખટ હતાં તથા તેઓના સિદ્ધાંત વિશે નોલેજ આપ્યું છે. મારા સાસુ અને ફોઈ સાસુ તેને શ્રીકૃષ્ણના ગીતાના ઉપદેશથી પણ વાકેફ કરે છે.
મારો દીકરો શ્રી કૃષ્ણ અને ગણેશજીને ફ્રેન્ડ માને, અમે દીકરાને કૃષ્ણ બનાવી સ્ટુડિયો માં એનું ફોટો શૂટ પણ કરાવેલું: અમિત મેકવાન
મારો દીકરો જેટલી ઈસુ પ્રત્યે આસ્થા ધરાવે છે એટલી જ શ્રી કૃષ્ણ અને ગણેશજી પ્રત્યે ધરાવે છે. તેને અમે જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણનો ડ્રેસ અને મેકઅપ કરાવી સ્પેશ્યલ ફોટો સ્ટુડિયોમાં જઇ ફોટોશૂટ કરાવીએ છીએ. આ શબ્દો છે અમિત મેકવાનના. તેમણે જણાવ્યું કે મારો દીકરો હવે થોડો મોટો થયો છે પણ હજી નાનું બાળક જ છે તે શ્રી કૃષ્ણ અને ગણેશજીને પોતાના ફ્રેન્ડ છે. અમારી સોસાયટીની બહાર મટકી ફોડવાના પ્રોગ્રામ વખતે પણ તે શ્રી કૃષ્ણ બન્યો હતો. અમે બધા જ ધર્મને સમભાવની દ્રષ્ટિથી જોઈએ. ભગવાન રામ, શ્રી કૃષ્ણ, ઈસુ બધા જ ભગવાન આપણને સાચા માર્ગ તરફ જવાનો ઉપદેશ આપે છે. મારો દીકરો શ્રી કૃષ્ણની એનિમેટેડ સિરિયલ જોવા માટે સ્કૂલનું લેસન બાજુ મૂકી દેતો હતો. અમે અમારી સોસાયટીની એક દહીં હાંડી સ્પોન્સર પણ કરી હતી.

મારો દીકરો દરેક ધર્મનું નોલેજ ધરાવે એટલે હું તેને કૃષ્ણ પણ બનાવું છું:
શેખ યાસીન બાનું
હું હિન્દુ-મુસ્લિમ એવો કોઈ ભેદ નથી કરતી પણ હું માનું છું કે મારો દીકરો જેટલું કુરાનનું નોલેજ ધરાવે એટલું જ ગીતા અને બાઇબલનું નોલેજ ધરાવે. મારા ફ્રેન્ડ્સના ઘરે કૃષ્ણ જન્મોત્સવમાં મારો દીકરો જાય છે. આ શબ્દો છે શેખ યાસીન બાનુના. તેમણે જણાવ્યું કે મારો દીકરો મોહમદ અલી 4 વર્ષનો છે તેને મેં ગયા વર્ષે પણ શ્રીકૃષ્ણ બનાવેલો અને આ વર્ષે પણ હું રેન્ટ પર કૃષ્ણના કપડા લાવી તેને કૃષ્ણની જેમ તૈયાર કરીશ. મને તેને કૃષ્ણના રૂપમાં જોઈને જે ખુશી થાય છે તે હું શબ્દોમાં વર્ણવી નથી શકતી. જ્યારે ગોવિંદા મંડળો દ્વારા મટકી ફોડાય છે તે જોવા હું તેને લઈ જાઉં છું ત્યારે તે ખૂબ જ ખુશ થઈ જાય છે. હું તેને જન્માષ્ટમી સમયે તેને શ્રી કૃષ્ણનો જન્મ કારાવાસમાં થયો હતો તેમના મામા કંસ કપટી હતા અને કૃષ્ણ સૌમ્ય સ્વભાવના હતા તેની વાતો કરું છું ત્યારે તે ખૂબ ધ્યાનથી સાંભળે છે. હવે સ્કૂલોમાં દરેક ફેસ્ટિવલ ઉજવાય છે એટલે પણ બાળકો અને તેમના પેરેન્ટ્સ દરેક ધર્મ પ્રત્યે સમભાવ રાખતા જોવા મળે છે.